________________
૬૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ अपरस्थानगमनप्रमुखो नापि कश्चन । क्रियतेऽन्योऽपि तैर्लोकव्यवहारः कदाचन ।। संसारिजीवसंज्ञेन वास्तव्येन कुटुंबिना । कालो निर्गमितः पूर्वं तत्रानन्तो मयापि हि ।। तथा अत्रैव कियदन्तरे-(२६-३३) तत्रैकाक्षनिवासाख्ये नगरे प्रथमं खलु । अमीभिरस्ति गन्तव्यमर्थनं युवयोश्च तत् ।। ताभ्यामपि तथेत्युक्ते ते सर्वे तत्पुरं ययुः । तस्मिंश्च नगरे सन्ति महान्तः पञ्चपाटकाः ।। एकं पाटकमगुल्या दर्शयन्नग्रतः स्थितम् । मामेवमथ तन्वङ्गी तीव्रमोहोदयोऽब्रवीत् ।। त्वमत्र पाटके तिष्ठ भद्र ! विश्वस्तमानसः । पाश्चात्यपुरतुल्यत्वाद् भाव्येष धृतिदस्तव ।। यथाहि तत्र प्रासादगर्भागारस्थिता जनाः । सन्त्यनन्ताः पिण्डिताङ्गास्तथैवात्रापि पाटके ।। वर्त्तन्ते किन्तु ते लोकव्यवहारपराङ्मुखाः । मनीषिभिः समाम्नातास्तेनाऽसांव्यवहारिकाः ।। गमागमादिकं लोकव्यवहारममी पुनः । कुर्वन्ति सर्वदा तेन प्रोक्ताः सांव्यवहारिकाः ।। अनादिवनस्पतय इति तेषां समाभिधा । एषां तु वनस्पतय इति भेदो यथापरः ।।।
वृद्धोपमितभवप्रपञ्चग्रन्थेप्येवमेवोक्तमस्ति, तथाहि - 'अस्तीह लोके आकालप्रतिष्ठमनन्तजनसंकुलमसंव्यवहारं नाम नगरम्। तत्र सर्वस्मिन्नगरेऽनादिवनस्पतिनामानः कुलपुत्रकाः प्रतिवसन्ति' इत्यादि । 'उक्तौ च
તેઓ છેદન-ભેદન-પ્રતિઘાત - દાહ વગેરે પામતા નથી. બીજી જગાએ જવા વગેરે રૂપ બીજો પણ કોઈ લોકવ્યવહાર તેઓ વડે કરાતો નથી. સંસારિજીવ નામના અને ત્યાંના રહેવાસી કુટુમ્બી એવા મારા વડે ત્યાં પણ પહેલાં અનંતકાલ પસાર કરાયો છે.” વળી આ ગ્રન્થમાં જ થોડું આગળ કહ્યું છે કે “ત્યાં પહેલાં એકાક્ષનિવાસ નામના નગરમાં આ લોકોએ જવાનું છે અને તમને બેને તે વાત ઈષ્ટજ છે.”તીવ્રમોહોદય અને અત્યંત અબોધને આમ કહેવાએ છતે તે બે જણાએ એ વાત સ્વીકારવાથી બધા તે એકાક્ષનિવાસ નગરમાં ગયા જે નગરમાં પાંચ મોટા પાડા હતાં. આગળ રહેલા એક પાડાને આંગળીથી ચીંધતો તીવ્રમોહોદય આમ બોલ્યો : હે ભદ્ર! તું અહીં વિશ્વાસપૂર્વક રહે. પૂર્વના નગર જેવું જ આ પણ હોવાથી અહીં તને ધીરજ વળશે. જેમ તારા પૂર્વના નગરમાં પ્રાસાદના ભોયરામાં અનંતા લોકો જકડાઈને એકમેક શરીરવાળા થઈને રહ્યા હતા તેમજ અહીં પણ રહ્યા છે ફેર એટલો જ છે કે એ નગરના લોકો લોકવ્યવહારથી પરાક્ષુખ હતા તેથી પંડિતો વડે અસાંવ્યાવહારિક કહેવાતા હતા જ્યારે આ નગરના લોકો ગમનાગમન વગેરે લોકવ્યવહાર હંમેશાં કરે છે અને તેથી સાંવ્યાવહારિક કહેવાય છે. વળી એ પૂર્વનગરના લોકોનું નામ અનાદિવનસ્પતિ હતું જયારે આ લોકોનું નામ વનસ્પતિ છે એ પણ એક બીજો ફેરફાર જાણવો.”
મોટા ઉપમિતભવપ્રપંચગ્રન્થમાં પણ આવું જ કહ્યું છે. તે આ રીતે “આ લોકમાં હંમેશ માટેનું રહેલું અને અનંતલોકોથી ભરેલું અસંવ્યવહાર નામનું નગર છે. તે આખા નગરમાં અનાદિવનસ્પતિ