________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ व्यावहारिकत्वस्य निषेद्धुमशक्यत्वात् पृथिव्यादिविविधव्यवहारयोगित्वलक्षणस्य तस्य प्राप्तसूक्ष्मनिगोदेतरत्वपर्यवसितस्यानुगतस्यानादिसूक्ष्मनिगोदेतरसर्वजीववृत्तित्वात् । चक्षुर्ग्राह्यशरीरत्वं तूपलक्षणं न तु लक्षणमित्यावयोः समानं, अन्यथाऽस्माकं सूक्ष्मपृथिवीकायिकादिष्वव्याप्तेरिव तव मते बादरनिगोदेऽतिव्याप्तेरपि प्रसङ्गात् । किं च प्रज्ञापनावृत्त्यभिप्रायेणापि बादरनिगोदजीवानां व्यवहारित्वमेव प्रतीयते, 'ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते ते व्यवहारपथातीतत्वादसांव्यवहारिका' इति वचनादनादिवनस्पतीनामेवाव्यावहारिकत्वाभिधानात्, 'तत्रेदं सूत्रं सांव्यावहारिकानधिकृत्यावसेयं, न चासांव्यवहारिकान्, विशेषविषयत्वात्सूत्रस्य । न चैतत्स्वमनी - षिकाविजृम्भितं, यत आहुर्जिनभद्रगणिक्षमाश्रमणपूज्यपादाः (विशेषणवति ५९ ) -
१
तह कार्याठिईकालादओवि सेसे पडुच्च किर जीवे । नाणाइवणस्सइणो जे संववहारबाहिरिया ।।
૫૮ 탕
વ્યાવહારિક નથી, કેમ કે એવું હોવામાં આગમ વિરોધ થાય” ઇત્યાદિ જે નિષેધ કર્યો તેનો પણ નિરાસ થઈ ગયેલો જાણવો, કારણ કે શાસ્ત્રીય લક્ષણ જતું હોવાને કારણે સિદ્ધ થયેલ વ્યાવહારિકત્વનો પરિભાષામાત્રથી નિષેધ કરી શકાતો નથી. વ્યવહારિત્વનું શાસ્ત્રોક્ત સ્વરૂપ ‘પૃથ્વી’ વગેરે વિવિધ વ્યવહારના વિષય બનવું એ છે જે અનુગત એવી સૂક્ષ્મ નિગોદથી ભિન્નપણાની પ્રાપ્તિમાં પર્યવસિત થાય છે અને અનાદિસૂક્ષ્મનિગોદજીવો સિવાયના દરેક જીવોમાં રહ્યું છે. બાકી “જેનું શરીર ચક્ષુગ્રાહ્ય હોય તે વ્યાવહારિક’ એવી વ્યાખ્યા તો ‘ઉપલક્ષણરૂપ છે, લક્ષણરૂપ નહીં’ એ વાત આપણે બન્નેને માટે સમાન છે, કેમ કે જો એ લક્ષણરૂપ જ હોય તો અમારે વ્યવહારી તરીકે સંમત એવા સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાં અવ્યાપ્તિ દોષની જેમ તમારે અવ્યવહારી તરીકે સંમત બાદરનિગોદમાં અતિવ્યાપ્તિદોષની આપત્તિ આવે.
(બાદરનિગોદમાં વ્યવહારિત્વનું પન્નવણાવૃત્ત્વનુસારે સમર્થન)
વળી પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાય મુજબ પણ ‘બાદરનિગોદજીવો તો વ્યવહારી જ છે' એ વાત નીચેની બે યુક્તિઓથી જણાય છે. (૧) “જેઓ અનાદિકાલથી માંડીને નિગોદ અવસ્થામાં જ રહે છે તેઓ વ્યવહા૨થી ૫૨ હોઈ અસાંવ્યવહારિક છે” એવું તેનું (પ્રજ્ઞાપનાવૃત્તિનું) વચન અનાદિવનસ્પતિને જ અવ્યાવહારિક જણાવે છે. તેમજ (૨) પન્નાવણાના વૃત્તિકા૨ે જ અનાદિ વનસ્પતિ સિવાયના બીજા બધા જીવોને પન્નાવણાની વૃત્તિમાં જ આગળ સ્પષ્ટ રીતે વ્યાવહારિક કહ્યા છે. તે આ રીતે “તેમાં આ સૂત્ર સાંવ્યાવહારિકજીવોને ઉદ્દેશીને છે, અસાંવ્યાવહારિકજીવોને ઉદ્દેશીને નહિ, કેમ કે તે (સૂત્ર) વિશેષવિષયક છે. આ વાત અમે અમારી કલ્પનાથી ઉપજાવી કાઢેલી નથી, કેમ કે પૂજ્યપાદશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પણ વિશેષણવતિ ગ્રન્થમાં કહ્યું છે કે ‘તથા કાયસ્થિતિનો કાલ વગેરે પણ જે
१. तथा कायस्थितिकालादयोऽपि शेषान् प्रतीत्य किल जीवान् । नानादिवनस्पतीन् ये संव्यवहारबाह्याः ॥