________________
0
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ इति । प्रवचनसारोद्धारवृत्तावपि 'अनादिसूक्ष्मनिगोदजीवा अव्यवहारिणः' इत्यत्र सूक्ष्मा पृथिव्यादयश्चत्वारो, निगोदाश्च (? सूक्ष्म) बादरसाधारणवनस्पतयः, न विद्यते आदिर्येषां तेऽनादयः अप्राप्तव्यवहारराशय इत्यर्थः । तथा च सूक्ष्माश्च निगोदजीवाश्चेति द्वन्द्वः, अनादयश्च ते सूक्ष्मनिगोदजीवाश्चेति कर्मधारय इति समासविधिर्द्रष्टव्यः, सर्वत्रापि कर्मधारयकरणे बादरनिगोदजीवानां व्यवहारित्वसम्पत्तावुक्तागमबाधप्रसङ्गादिति चेत् ?
૫૬
उच्यते-यदेवं प्रज्ञापनावृत्त्यभिप्रायमनुसृत्याभव्यानामव्यावहारिकत्वं व्यवस्थाप्यते तत्किं व्यावहारिकलक्षणायोगादुत परिभाषान्तराश्रयणात् ? नाद्यो, लोकव्यवहारविषयप्रत्येकशरीरवत्त्वादितल्लक्षणस्याभव्येष्वपि सत्त्वात्, अनन्तद्रव्यक्रियाग्रहणपरित्यागवतां तेषामव्यावहारिकराशिविनिर्गतत्वेन व्यावहारिकत्वस्योपदेशपदप्रसिद्धत्वाच्च । तथा च तद्ग्रन्थः - (२३३)
जं दव्वलिंगकिरियाणंतातीया भवंमि सगलावि । सव्वेसिं पाएणं ण य तत्थवि जायमेअंति ।। एतद्वृत्तिः- 'जमित्यादि । यद्=यस्माद् द्रव्यलिङ्गक्रिया = पूजाद्यभिलाषेणाव्यावृत्तमिथ्यात्वादिमोहमलतया
જ રહે છે તેઓ તેવા ‘પૃથ્વીકાય’ વગેરે વ્યવહારથી પર હોઈ અસાંવ્યવાહારિક કહેવાય છે. પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં પણ “અનાદિસૂક્ષ્મનિગોદજીવો અવ્યવહારી છે” એવું જે કહ્યું છે તેમાં પણ આવો અભિપ્રાય જાણવો કે - સૂક્ષ્મ=સૂક્ષ્મપૃથ્વીકાયાદિ ચાર અને નિગોદ=સૂક્ષ્મ બાદર સાધારણવનસ્પતિ, અનાદિ=આદિ વિનાના અર્થાત્ વ્યવહા૨રાશિને નહિ પામેલા, - તેથી ‘સૂક્ષ્મ અને નિગોદજીવો' એમ દ્વન્દ્વ કરી પછી “અનાદિ એવા સૂક્ષ્મનિગોદજીવો તે અનાદિસૂક્ષ્મનિગોદજીવો” એવો કર્મધારયસમાસ ક૨વો, કેમકે એવો વ્રુન્દ ન કરી બધે (અનાદિ, સૂક્ષ્મ અને નિગોદ એ ત્રણે પદનો) કર્મધારયસમાસ કરવામાં માત્ર સૂક્ષ્મનિગોદજીવો જ અવ્યવહારિનિશ્ચિત થતા હોઈ બાદરનિગોદજીવોને વ્યવહા૨ી માનવા પડશે જે માનવામાં સિદ્ધો બાદરનિગોદ કરતાં અનંતમા ભાગે જ હોય છે એવું જણાવનાર આગમનો પૂર્વોક્ત રીતિએ વિરોધ થાય છે... (પૃ. નં. ૪૮માં ચાલુ થયેલો પૂર્વપક્ષ પૂર્ણ.)
(અભવ્યમાં વ્યવહારિત્વની સ્થાપના)
ઉત્તરપક્ષ :- પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયને અનુસરીને અભવ્યોમાં જે અવ્યવહારીપણાનો નિર્ણય કરો છો તે શું તેમાં વ્યાવહારિકત્વનું શાસ્ત્રીય લક્ષણ જતું ન હોવાના કારણે કે બીજી કોઈ પરિભાષાને આશ્રીને ? પહેલું કારણ બરાબર નથી, કેમ કે ‘લોકવ્યવહારનો વિષય બની શકે એવું પ્રત્યેક શરીરવાળાપણું' ઇત્યાદિરૂપ તેનું શાસ્ત્રીયલક્ષણ અભવ્યોમાં પણ રહેલું જ છે. તેમજ અનંતીવાર દ્રવ્યક્રિયાનું ગ્રહણ અને ત્યાગ કરેલા તેઓ અવ્યાવહારિકરાશિમાંથી પણ નીકળી ગયા છે એવું ઉપદેશપદમાં પણ જણાવી દીધું છે. તે આ રીતે - “શુદ્ધ સાધુપણામાં જેવી પડિલેહણ-પ્રમાર્જનાદિ ક્રિયાઓ હોય છે
९. यद्द्रव्यलिङ्गक्रिया अनंता अतीता भवे सकला अपि । सर्वेषां प्रायेण न च तत्रापि जातमेतदिति ॥