________________
બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર
<0
संगतिगन्धस्याप्यभावात् सूक्ष्मपृथिव्यादिजीवानां चाव्यवहारित्वं प्रज्ञापनावृत्त्यभिप्रायेण स्फुटमेव प्रतीयते, लोकदृष्टिपथमागतानामेव पृथिव्यादिजीवानां व्यवहारित्वभणनाद्, अन्यथा 'प्रत्येकशरीरिणो व्यावहारिकाः' इत्यैव वृत्तिकृदवक्ष्यत् । यच्च केवलं निगोदेभ्य उद्वृत्त्य पृथिवीकायिकादिभवेषु वर्त्तन्त इत्यादि भणितं, तत्सूक्ष्मपृथिव्यादिजीवानामसंख्येयत्वेनाल्पत्वाद्, अवश्यभाविव्यवहारित्वाद्वाऽविवक्षणादिति सम्भाव्यते, सम्यग्निश्चयस्तु बहुश्रुतगम्य इति । एवं चासांव्यवहारिका जीवाः सूक्ष्मपृथिव्यादिषु निगोदेषु च सर्वकालं गत्यागतीः कुर्वन्तीति सम्पन्नम्, इत्थं च तत्र येऽनादिसूक्ष्मनिगोदेभ्य उद्द्वृत्त्य शेषजीवेषूत्पद्यन्ते (ते) पृथिव्यादिविविधव्यवहारयोगात्सांव्यवहारिकाः, ये पुनरनादिकालादारभ्य सूक्ष्मनिगोदेष्वेवावतिष्ठन्ते (ते) तथाविधव्यवहारातीतत्वादसांव्यवहारिका
૫૫
છે. એ પાઠને અનુસરીને ‘સૂક્ષ્મ અને નિગોદ' એવો ઇતરેતરદ્વન્દ્વસમાસ કરવાથી આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. અર્થાત્ ‘સૂક્ષ્મજીવો અને નિગોદ અવ્યવહા૨ી છે.’ એ વાત એ વૃત્તિગ્રન્થથી પણ સિદ્ધ થઈ જ જાય છે. “અરે, આ રીતે સમાસવિગ્રહ કરી બાદરનિગોદને પણ અવ્યવહારી સિદ્ધ કરવા જતાં તો સૂક્ષ્મપૃથ્વીકાયાદિ પણ અવ્યવહા૨ી હોવા સિદ્ધ થઈ જશે જે આગમમાં કે પરંપરામાં ન જોએલી ને ન જાણેલી જ વાત છે.” આવી શંકા કરવી નહિ, કેમકે સૂક્ષ્મપૃથ્વીકાય વગેરે જીવો પણ અવ્યવહારી છે એ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિના અભિપ્રાય મુજબ સ્પષ્ટ રીતે જણાય જ છે, કેમકે એમાં, લોકદૃષ્ટિમાં આવતા પૃથ્વીકાયાદિજીવોને જ વ્યવહારી કહ્યા છે, જ્યારે સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવો તો આંખ વગેરે કોઈ ઇન્દ્રિયનો વિષય બનતા ન હોવાથી છેદન-ભેદન-ઉપભોગાદિ લોકવ્યવહારમાં આવતા જ નથી એ ઉભય સંમત છે. બાકી એ સૂક્ષ્મપૃથ્વીકાયાદિને વ્યવહા૨ી જ માનવા હોત તો વૃત્તિકાર ‘લોકદૃષ્ટિમાં આવતા...” ઇત્યાદિ ન કહેતાં ‘પ્રત્યેક શરીરી જીવો વ્યવહારી છે.’ એમ જ ન કહેત ?
શંકા ઃ ‘સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવો પણ અવ્યવહારી છે.' આવો તમારો અભિપ્રાય છે. શાસ્ત્રકારોનાં મનમાં પણ જો આવો જ અભિપ્રાય હોત તો તેઓએ અવ્યવહારીમાંથી વ્યવહારી બનતા જીવને અંગે “એ નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાયાદિ ભવોમાં જાય છે” ઇત્યાદિ જે કહ્યું તેના બદલે “એ સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાંથી અને નિગોદમાંથી નીકળીને...” ઇત્યાદિ જ ન કહેત ?
સમાધાન ઃ માત્ર ‘નિગોદમાંથી નીકળીને' ઇત્યાદિ જે કહ્યું છે એમાં “સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવો બધા મળીને પણ અસંખ્ય જ હોય છે જે નિગોદના અનંતજીવોની અપેક્ષા એ અત્યંત અલ્પ છે” એ કારણે અથવા તો “એ જીવો ભવિષ્યમાં અવશ્ય વ્યવહારી થવાના હોવાના’’ કારણે અહીં વિવક્ષાયા નથી એવી સંભાવના લાગે છે. એનો યથાર્થ નિશ્ચય તો બહુશ્રુતો જ કરી શકે છે. આમ અસાંવ્યવહારિક જીવો સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાં અને નિગોદોમાં હંમેશાં ગમનાગમન કર્યા કરે છે એ વાત નક્કી થઈ. માટે નિષ્કર્ષ એ આવ્યો કે જેઓ અનાદિ સૂક્ષ્મ-નિગોદમાંથી નીકળીને શેષજીવોમાં ઉત્પન્ન થાય છે તેઓ પૃથ્વીકાય વગેરે વિવિધ વ્યવહારનો વિષય બનવાથી સાંવ્યવહારિક છે જ્યારે જેઓ અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાં