________________
૫૩
બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર भवति (?भवेत्) तर्हि बादरनिगोदजीवेभ्यः सिद्धा अनंतगुणाः संपद्येरन्, सन्ति च सिद्धेभ्यो बादरनिगोदजीवा अनंतगुणाः, तेभ्यः सूक्ष्मजीवा असंख्येयगुणाः । यदागमः (पनवणा ३ पदे) - 'एएसिं णं भंते ! जीवाणं सुहुमाणं बायराणं णोसुहुमाणं णोबायराणं कयरे कयरेहितो अप्पा वा बहुआ वा तुल्ला वा विसेसाहिआ वा? गोयमा ! सव्वथोवा जीवा णोसुहुमा णोबायरा, बायरा अणंतगुणा, सुहुमा असंखेज्जगुणा ।' इति । एतवृत्तिर्यथा – ‘एएसिं णं भंते ! जीवाणं सुहुमाण'मित्यादि । सर्वस्तोका जीवा णोसुहुमा णोबायरा सिद्धा इत्यर्थः, तेषां सूक्ष्मजीवराशेर्बादरजीवराशेश्चानन्ततमभागकल्पत्वात् । तेभ्यो बादरा अनंतगुणाः, बादरनिगोदजीवानां सिद्धेभ्योऽनंतगुणत्वात् । तेभ्यश्च सूक्ष्मा असंख्येयगुणाः, बादरनिगोदजीवेभ्यः सूक्ष्मनिगोदजीवानामसंख्येयगुणत्वाद्' इति । तत एवमागमबाधापरिहारार्थं बादरनिगोदजीवा अव्यावहारिकाः स्वीकर्तव्याः । प्रयोगाश्चात्र (१) बादरनिगोदजीवा न व्यवहारिणः, तेषां सिद्धेभ्योऽनन्तगुणत्वात्, यथा સાંવ્યાવહારિક રહેતો નથી. તેમજ કોઈ સાંવ્યાવહારિક જીવ અસાંવ્યાવહારિક પણ બનતો નથી. તેથી જણાય છે કે સાંવ્યવહારિકરાશિમાં રહેલા જીવોની સંખ્યા એક નિશ્ચિત આંક છે. જેમાં કોઈ ફેરફાર કોઈપણ કાલે થતો નથી. અર્થાત્ અનંતાનંત કાલપૂર્વે પણ વ્યવહારરાશિમાં જેટલા જીવો હતા એટલા જ આજે પણ છે. જ્યારે સિદ્ધના જીવોમાં તો ઉત્તરોત્તર વધારો જ થતો જાય છે. વળી એ પણ એક બાબત છે કે સિદ્ધો જેટલા જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં તો આવ્યા, પણ એમાંથી જ ઘણા ખરા પાછા કાળક્રમે સિદ્ધ થઈ જવા રૂપે વ્યવહારરાશિમાંથી નીકળી પણ ગયા. તેથી એ વાત નિશ્ચિત થાય છે કે વ્યવહારરાશિના જીવો કરતાં સિદ્ધના જીવો અનંતગુણ છે. હવે જો બાદરનિગોદના જીવો પણ વ્યવહારરાશિના હોય તો સિદ્ધો તેઓ કરતાં પણ અનંતગુણા હોવા નિર્વિવાદ માનવા જ પડે જે અનિષ્ટ છે. કેમકે સિદ્ધો કરતાં બાદરનિગોદજીવો અનંતગુણ અને તેના કરતાં પણ સૂક્ષ્મજીવો અસંખ્યગુણ છે. આગમ (પન્નવણા મહાદંડક કાયદ્વાર)માં કહ્યું છે કે “હે ભગવન્! આ સૂક્ષ્મ – બાદર-નો સૂક્ષ્મ નો બાદર જીવોમાં કોણ કોના કરતાં અલ્પ, ઘણા, તુલ્ય કે વિશેષાધિક હોય છે ? ગૌતમ ! નોસૂક્ષ્મ-નોબાઇર જીવો (સિદ્ધો) સહુથી અલ્પ હોય છે, કેમ કે તેઓ સૂક્ષ્મ જીવો કરતાં અનંતમા ભાગે જ હોય છે. તેઓ કરતાં બાદર જીવો અનંતગુણ છે, કેમકે બાદરનિગોદ જીવો સિદ્ધો કરતાં અનંતગુણ હોય છે. અને તેઓ કરતાં સૂક્ષ્મ જીવો અસંખ્ય ગુણ હોય છે, કેમ કે બાદરનિગોદ જીવો કરતાં સૂક્ષ્મનિગોદ જીવો અસંખ્ય ગુણ હોય છે.” આમ આવા આગમનો વિરોધ ન થાય એ માટે બાદરનિગોદ જીવોને અવ્યવહારરાશિમાં માનવા જોઈએ. વળી તેઓ અવ્યવહારરાશિમાં જ છે એ આ અનુમાન પ્રયોગોથી પણ સિદ્ધ થાય છે.
-
-
-
-
१. एतेषां भगवन् ! जीवानां सूक्ष्माणां बादराणां नोसूक्ष्माणां नोबादराणां कतरे कतरेभ्योऽल्पा वा बहवो वा तुल्या वा विशेषाधिका
वा? गौतम ! सर्वस्तोका जीवा नोसूक्ष्मा नोबादरा बादरा अनन्तगुणाः, सूक्ष्मा असंख्येयगुणाः ।