________________
બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર
૫૧ उच्यते- इह द्विविधा जीवाः-सांव्यावहारिका असांव्यावहारिकाश्च। तत्र ये निगोदावस्थात उद्वृत्त्य पृथिवीकायिकादिभवेषु वर्त्तन्ते ते लोकेषु दृष्टिपथमागताः सन्तः पृथिवीकायिकादिव्यवहारमनुपतन्तीति सांव्यावहारिका उच्यन्ते। ते च यद्यपि भूयोऽपि निगोदावस्थामुपयान्ति तथाऽपि ते सांव्यावहारिका एव, संव्यवहारे पतितत्वात्। ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते ते व्यवहारपथातीतत्वादसांव्यवहारिकाः । कथमेतदवसीयते द्विविधा जीवाः सांव्यवहारिका असांव्यवहारिकाश्चेति ? उच्यते - युक्तिवशात् । इह प्रत्युत्पन्नवनस्पतीनामपि निर्लेपनमागमे प्रतिषिद्धं, किं पुनः सकलवनस्पतीनां तथा भव्यानामपि? तच्च यद्यसांव्यवहारिकराशिनिपतिता अत्यन्तवनस्पतयो न स्युस्ततः कथमुपपद्यते ? तस्मादवसीयते अस्त्यसांव्यवहारिकराशिरिति यद्गतानां वनस्पतीनामनादिता । किञ्च, इयमपि गाथा गुरूपदेशादागता समये प्रसिद्धा (विशेषणवति ५३) -
अत्थि अणंता जीवा जेहिं ण पत्तो तसाइपरिणामो । तेवि अणंताणंता णिगोअवासं अणुहवंति ।। तत इतोऽप्यसांव्यवहारिकराशिसिद्धिः । उक्तं च (विशेषणवति ५१/५२) -
(અવ્યવહારરાશિની સિદ્ધિ) (પ્રજ્ઞાપનાવૃત્તિગ્રન્થમાં તે શંકાનું આપેલું) સમાધાન - જીવો બે પ્રકારે છે; સાંવ્યાવહારિક અને અસાંવ્યાવહારિક, જેઓ નિગોદ અવસ્થામાંથી બહાર નીકળીને પૃથ્વીકાયાદિ ભેદોમાં આવે છે તેઓ લોકોની નજરમાં આવીને “આ પૃથ્વીકાય છે.” ઇત્યાદિ વ્યવહારનો વિષય બને છે અને તેથી સાંવ્યાવહારિક જ કહેવાય છે, કેમ કે વ્યવહારમાં આવી ગયા છે. જેઓ અનાદિકાળથી માંડીને નિગોદાવસ્થામાં જ રહે છે તેઓ લોકવ્યવહારનો વિષય બનતા ન હોવાથી અસાંવ્યાવહારિક કહેવાય છે. જીવો આવા બે પ્રકારના છે એવું શી રીતે જાણ્યું? એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે યુક્તિવશાત્. તે આ રીતે – પ્રત્યુત્પન્ન=વર્તમાન સમયે ઉત્પન્ન થયેલાં વનસ્પતિ જીવોનાં નિર્લેપનનો પણ આગમમાં નિષેધ કર્યો છે તો બધા વનસ્પતિ જીવોના અને ભવ્યોના નિર્લેપનની તો વાત જ શી કરવી? આ નિષેધ, અસાંવ્યવહારિક રાશિમાં રહેલા અનાદિ વનસ્પતિકાયિક જીવો જેવો જો કોઈ પ્રકાર ન હોય તો શી રીતે સંગત થાય? “કારણ કે નિર્લેપન થવાનું નથી” એનો અર્થ એ કે આ બધા જીવો વનસ્પતિકાયપણું છોડી દેશે એવું ક્યારેય બનવાનું નથી. અર્થાત્ કેટલાય જીવો એવા જ છે કે જેઓ હંમેશા વનસ્પતિકાયમાં જ રહેવાના છે. અનંતાનંત પુગલપરાવર્ત પૂર્વના પણ કોઈ પણ સમયના પ્રત્યુત્પન્ન વનસ્પતિકાયના કેટલાયે (અનંતા) જીવો એવા હતા કે જેઓ ક્યારેય વનસ્પતિકાયપણું છોડનારા નહોતા. તેથી જણાય છે કે અસાંવ્યવહારિક રાશિ જેવો કોઈ પ્રકાર છે જેમાં રહેલા જીવોનું વનસ્પતિકાયપણું અનાદિ હોય છે. વળી આ પણ એક સિદ્ધાન્તપ્રસિદ્ધ ગાથા ગુરુપરંપરાથી જાણવા મળે છે, જે જણાવે છે કે – “એવા અનંતા જીવો છે જેઓએ ત્રસપણું વગેરે પરિણામ ક્યારેય પ્રાપ્ત કર્યો નથી. તે પણ અનંતાનંત જીવો છે જેઓ હંમેશા નિગોદવાસને અનુભવે છે.” આ ગાથા પરથી અસાંવ્યાવહારિકરાશિ સિદ્ધ થાય છે. કહ્યું
१. सन्त्यनन्ता जीवा यैर्न प्राप्तस्त्रसादिपरिणामः । तेऽप्यनन्तानन्ता निगोदवासमनुभवन्ति ॥