________________
૫૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ प्रतिसमयमसंख्येया वनस्पतिभ्यो जीवा उद्वर्त्तन्ते, वनस्पतीनां च कायस्थितिपरिमाणमसंख्येयाः पुद्गलपरावर्ताः। ततो यावन्तोऽसंख्येयेषु पुद्गलपरावर्तेषु समयास्तैरभ्यस्ता एकसमयोवृत्ता जीवा यावन्तो भवन्ति तावत्परिमाणमागतं वनस्पतीनाम् । ततः प्रतिनियतपरिमाणतया सिद्धं निर्लेपनं, प्रतिनियतपरिमाणत्वात्। एवं च गच्छता कालेन सिद्धिरपि सर्वेषां भव्यानां प्रसक्ता। तत्प्रसक्तौ च मोक्षपथव्यवच्छेदोऽपि प्रसक्तः, सर्वभव्यसिद्धिगमनानन्तरमन्यस्य सिद्धिगमनायोगात् । आह च (विशेषणवति-५०/४९) -
कायठिइकालेणं तेसिमसंखिज्जयावहारेणं । णिल्लेवणमावण्णं सिद्धीवि य सव्वभव्वाणं ।। पइसमयमसंखिज्जा जेणुव्वटुंति तो तदब्भत्था । कायठिईए समया वणस्सइणं च परिमाणं ।।
न चैतदस्ति, वनस्पतीनामनादित्वस्य-निर्लेपनप्रतिषेधस्य-सर्वभव्यासिद्धेः-मोक्षपथाऽव्यवच्छेदस्य च तत्र तत्र प्रदेशे सिद्धान्तेऽभिधानात् । છે તે પણ હવે શક્ય બની જશે. શી રીતે? આ રીતે - આ વર્તમાન સમયે રહેલા બધા જીવો વધુમાં વધુ ઉક્ત કાલમાં તો કાયપરાવર્ત કરી જ દેશે. વળી સમયે સમયે અસંખ્ય જીવો વનસ્પતિકાયમાંથી બહાર નીકળે છે. તેથી વર્તમાન સમયે વનસ્પતિકાયમાં વધુમાં વધુ કેટલા જીવી રહ્યા હોય ? એનો જવાબ આ રીતે મળે – એક સમયમાં અસંખ્ય બહાર નીકળે છે તો અસંખ્ય પુદ્ગલપરાવર્સમાં બહાર નીકળી જનાર બધા જીવોની સંખ્યા=એક સમયમાં નીકળતા જીવો (અસંખ્ય) x અસંખ્ય પુદ્ગલપરાવર્તના સમયો. આ સંખ્યા (કંઈક મોટા) અસંખ્ય પુદ્ગલપરાવર્તના સમયો જેટલી થશે જે પ્રતિનિયત પરિમાણવાળી હોઈ વનસ્પતિના સર્વ જીવોની સંખ્યા પણ પ્રતિનિયત પરિમાણવાળી થશે તેથી તેઓનું કલ્પનાથી સંપૂર્ણ નિર્લેપન પણ એ મોટા) અસંખ્ય પુદ્ગલ પરાવર્ત કાલમાં શક્ય બની જશે. વળી આ રીતે વનસ્પતિ જીવો જ પરિમિત હશે તો ભવ્યો તો નિર્વિવાદ પરિમિત પરિમાણવાળા જ હોવાથી એક કાલ એવો આવશે કે બધા ભવ્યોનો મોક્ષ થઈ જશે. અને તો પછી મોક્ષમાર્ગ પણ વ્યવચ્છિન્ન થઈ જશે, કેમકે સર્વ ભવ્યોનો મોક્ષ થઈ ગયા પછી કોઈ મોક્ષમાં જવાનું જ નથી. વિશેષણવતિમાં કહ્યું છે કે “સમયે સમયે અસંખ્ય જીવોને બહાર કાઢતાં કાઢતાં કાયસ્થિતિ જેટલા કાળમાં તેઓનું સંપૂર્ણ નિર્લેપન થઈ જશે. એમ સર્વ ભવ્યોની મુક્તિ પણ થઈ જશે, કેમ કે દરેક સમયે નીકળતા જીવોની સંખ્યાને કાયસ્થિતિના સમયોની સંખ્યા વડે ગુણતાં વનસ્પતિના કુલ જીવોની સંખ્યા આવે છે.” પણ આવું છે નહિ. કેમ કે વનસ્પતિની અનાદિતાનો - નિર્લેપનના નિષેધનો - સર્વ ભવોની સિદ્ધિના અભાવનો અને મોક્ષમાર્ગના અવ્યવચ્છેદનો સિદ્ધાન્તમાં સ્થળે સ્થળે ઉલ્લેખ કર્યો છે.
१. कायस्थितिकालेन तेषामसंख्येयताकापहारेण । निर्लेपनमापन्नं सिद्धिरपि च सर्वभव्यानाम् ॥
प्रतिसमयमसंख्येयाः येनोद्वर्त्तन्ते ततस्तदभ्यस्ताः। कायस्थित्याः समया वनस्पतीनां च परिमाणम्॥