________________
४४
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ एवं-'अनाभोगमिथ्यात्वे वर्तमाना जीवा न मार्गगामिनो न वोन्मार्गगामिनो भवन्ति, अनाभोगमिथ्यात्वस्यानादिमत्त्वेन सर्वेषामपि जीवानां निजगृहकल्पत्वात् । लोकोऽपि निजगृहे भूयःकालं वसन्नपि न मार्गगामी न वोन्मार्गगामीति व्यपदिश्यते। किन्तु गृहानिर्गतः समीहितनगराभिमुखं गच्छन् मार्गगामी, अन्यथा तून्मार्गगामीति व्यपदिश्यते। एवं तथाभव्यत्वयोगेनानादिमिथ्यात्वानिर्गतो यदि जैनमार्गमाश्रयते तदा मार्गगामी, जैनमार्गस्यैव मोक्षमार्गत्वाद्, यदि च शाक्यादिदर्शनं जमाल्यादिदर्शनं वाऽऽश्रयते तदोन्मार्गगामीति व्यपदिश्यते, तदीयदर्शनस्य संसारमार्गत्वेन मोक्षं प्रत्युन्मार्गभूतत्वादिति स्वकल्पितप्रक्रियापेक्षयाऽचरमपुद्गलपरावर्त्तवर्तिनः शाक्यादयोऽपि नोन्मार्गगामिनः स्युरिति 'कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपट्ठिया' (उत्तराध्ययनसूत्रं २३-६३) इत्यादिप्रवचनविरोधः ।
किञ्च, एवं धर्मधिया विरुद्धक्रियाकरणादुन्मार्गगामित्वं यथा व्यक्तमिथ्यात्वोपष्टम्भाच्चरमपुद्गलपरावर्त एव तथा धर्मधिया हिंसाकरणाद्धिंसकत्वमपि तदैवेत्यचरमपुद्गलपरावर्तेषु हिंसकत्वादिकमपि न स्यादिति सर्वत्र त्रैराशिकमतानुसरणे जैनप्रक्रियाया मूलत एव विलोपापत्तेर्महदપ્રક્રિયા આ છે કે – “અનાભોગ મિથ્યાત્વમાં રહેલા જીવો માર્ગગામી કે ઉન્માર્ગગામી હોતા નથી, કેમ કે એ મિથ્યાત્વ અનાદિકાલથી હોવાથી દરેક જીવોને પોતાના ઘર જેવું બની ગયું હોય છે. સ્વગૃહમાં લાંબો વખત રહેતો માણસ જેમ માર્ગગામી કે ઉન્માર્ગગામી કહેવાતો નથી, પણ ઘરમાંથી નીકળ્યા પછી ઇચ્છિત નગર તરફ જતો હોય તો માર્ગગામી કહેવાય છે, વિપરીત દિશામાં જતો હોય તો ઉન્માર્ગગામી કહેવાય છે, તેમ અનાદિ મિથ્યાત્વમાંથી તથાભવ્યત્વનો સહકાર મળવાથી નીકળેલો જીવ જો જૈનમાર્ગને સ્વીકારે તો માર્ગગામી કહેવાય છે, કેમ કે જૈનમાર્ગ જ મોક્ષમાર્ગ છે, અને જો શાક્યાદિ દર્શન કે જમાલિ વગેરેનું દર્શન સ્વીકારે તો ઉન્માર્ગગામી કહેવાય છે, કેમકે એ દર્શન સંસારના માર્ગભૂત હોઈ મોક્ષ પ્રત્યે તો ઉન્માર્ગભૂત જ છે.” તમારી કલ્પેલી આ પ્રક્રિયાની અપેક્ષાએ, અચરમ પુગલ પરાવર્તમાં રહેલા શાક્યાદિને પણ ઉન્માર્ગગામી કહી શકાશે નહિ કેમ કે તમારી પૂર્વોક્ત માન્યતાના હિસાબે તે વખતે નિજગૃહસમાન અવ્યક્ત અનાભોગ મિથ્યાત્વ જ હોય છે.) અને તો પછી “બધા કુપાવચનિક પાખંડીઓ ઉન્માર્ગગામી છે” ઇત્યાદિ જણાવનાર પ્રવચનનો વિરોધ થવાની આપત્તિ આવશે.
વળી આ રીતે તો “ધર્મબુદ્ધિપૂર્વક વિરુદ્ધ ક્રિયા કરવાથી આવતું ઉન્માર્ગગામિત્વ જેમ વ્યક્તમિથ્યાત્વના સહકારની અપેક્ષાવાળું હોઈ ચરમ પુદ્ગલ પરાવર્નમાં જ સંભવે છે.” તેમ ધર્મબુદ્ધિપૂર્વક હિંસા કરવાથી આવતું હિંસકત્વ પણ વ્યક્ત મિથ્યાત્વના સહકારની અપેક્ષા રાખતું હોઈ ચરમ પુદ્ગલ પરાવર્નમાં જ સંભવશે. અને તેથી અચરમ પુદ્ગલ પરાવર્તવર્તી જીવોને હિંસક વગેરે માની શકાશે નહિ. વળી હિંસાદિ કરનાર તેઓ અહિંસક વગેરે તો છે જ નહિ, તેથી તેઓને નોહિંસક વગેરે માનવા
૨. પ્રવૃત્તનપાઇકુનઃ સર્વે સન્માસ્થિતા | (૩ત્ત. ૨૩-૬૩)