________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯
-
'वणस्सइकाइआणं पुच्छा, जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतकालं -अणंता उस्सप्पिणिओसप्पिणीओ कालओ, खित्तओ अणंता लोगा = असंखेज्जा पुग्गलपरिअट्टा' इति । इदमेव चाभिप्रेत्यास्माभिरुक्तं . ववहारीणं णियमा संसारो जेसिं हुज्ज उक्कोसो । तेसिं आवलिअअसंखभागसमपोग्गलपट्टा ।। इत्यस्मन्मतमदुष्टमिति चेत्? नायमप्येकान्तः, अनन्तपुद्गलपरावर्त्तकालस्थायित्वेनाव्यवहारित्वा
૪૬
->
सिद्धेः, व्यावहारिकाणामप्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तान्तरितभूयोभवभ्रमणेनानन्तपुद्गलपरावर्त्तावस्थानस्यापि संभवात् । तदुक्तं संग्रहणीवृत्तौ 'एते च निगोदे वर्त्तमाना जीवा द्विधा - सांव्यवहारिका असांव्यवहारिकाश्च । तत्र ये सांव्यवहारिकास्ते निगोदेभ्य उद्वृत्य शेषजीवराशिमध्ये समुत्पद्यन्ते, तेभ्य उद्वृत्य केचिद् भूयोऽपि निगोदमध्ये समागच्छन्ति, तत्राप्युत्कर्षत आवलिका संख्येयभागगतसमयप्रमाणान् पुद्गलपरावर्त्तान् स्थित्वा भूयोऽपि शेषजीवेषु मध्ये समागच्छन्ति । एवं भूयो भूयः सांव्यवहारिकजीवा गत्यागतीः
-
કે કહ્યું છે કે “વનસ્પતિકાય જીવોના જઘન્ય-ઉત્કૃષ્ટકાળની પૃચ્છા-(અર્થાત્ કેટલો કાળ હોય છે ?) ઉત્તર-જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાલને આશ્રયીને અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી જેટલો, ક્ષેત્રને આશ્રીને અનંત લોકાકાશ જેટલો (ટૂંકમાં) અસંખ્ય પુદ્ગલપરાવર્ત્ત જેટલો.” આ અભિપ્રાયથી જ અમે કહ્યું છે કે “વ્યવહારરાશિના જે જીવોનો સંસાર ઉત્કૃષ્ટ હોય છે તેઓનો તે નિયમા આવલિકાના અસંખ્યભાગના સમયો જેટલા પુદ્ગલપરાવર્ત્ત જેટલો હોય છે. માટે અભવ્યો અવ્યવહારી જ હોય છે અને તેથી જ તેઓને અવ્યક્ત એવું અનાભોગ મિથ્યાત્વ જ હોય છે એવો અમારો મત નિર્દોષ છે.
(અનંત પુદ્ગલપરાવર્ત્તમાત્રથી અવ્યવહારી ન કહેવાય - ઉત્તરપક્ષ)
:
ઉત્તરપક્ષ ઃ અભવ્યો અવ્યવહારી જ હોય છે એવો પણ એકાન્ત નથી, કેમ કે અનંત-પુદ્ગલ પરાવર્ત્ત કાલસ્થાયિત્વ રૂપ તમે આપેલ હેતુ વ્યભિચારી હોઈ અવ્યવહારીપણાની સિદ્ધિ કરી શકતો નથી. એ વ્યભિચારી એટલા માટે છે કે વ્યાવહારિક જીવો પણ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા પુદ્ગલપરાવર્તો રહી પછી વચમાં થોડા બીજા ભવો કરી પુનઃ પુનઃ એટલો દીર્ઘ કાલ વનસ્પતિકાયમાં પસાર કરી શકે છે. અને એ રીતે અનંત પુદ્ગલ પરાવર્ત્ત પણ સંસારમાં ભમી શકે છે. સંગ્રહણીવૃત્તિમાં કહ્યું છે કે ‘આ નિગોદમાં રહેલા જીવો બે પ્રકારે હોય છે. - સાંવ્યાવહારિક અને અસાંવ્યાવહારિક. તેમાં જેઓ સાંવ્યવહારિક છે તેઓ નિગોદમાંથી નીકળીને શેષ જીવરાશિઓમાં ઉત્પન્ન થાય છે.ત્યાંથી નીકળીને કેટલાક પાછા નિગોદમાં ભરાઈ જાય છે, અને ત્યાં પણ ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય જેટલા પુદ્ગલપરાવર્તો રહીને પાછા શેષ જીવોમાં ઉત્પન્ન થાય છે.
१. वनस्पतिकायिकानां प्रश्नः, जघन्येनान्तर्मुहूर्तमुत्कृष्टेनानन्तं कालं, अनन्ता उत्सर्पिण्यः कालतः, क्षेत्रत अनन्ता लोका असंख्येयाः पुद्गलपरावर्त्ता इति ।
२. व्यवहारिणां नियमात्संसारो येषां भवेदुत्कृष्टः । तेषामावलिकाऽसंख्यभागसमपुद्गलपरावर्त्ताः ॥