________________
અભવ્યના મિથ્યાત્વનો વિચાર कुर्वन्ति ।' इति । यत्पुनरत्र - 'भूयोभूयः परिभ्रमणेऽप्युक्तासंख्येयपुद्गलपरावर्तानतिक्रम एव, आवलिकाऽसंख्येयभागपुद्गलपरावर्तानामसंख्यातगुणानामप्यसंख्यातत्वमेवेति प्रतीतौ कुतो 'भूयोभूयः' शब्दाभ्यामानन्त्यकल्पनाया गन्धोऽपि, तेन भूयोभूयः परिभ्रमणेऽप्यसंख्यातत्वं तदवस्थमेव । अत एव तावता कालेन व्यावहारिकाणां सर्वेषामपि सिद्धिर्भणिता' इति परेण स्वमतं समाहितं, तदपि नैकान्तरमणीयं, ‘एवं विकलेन्द्रियैकेन्द्रियेषु गतागतैरनन्तान् पुद्गलपरावर्तान् निरुद्धोऽतिदुःखितः' इत्यादिना 'अन्यदा च कथमपि नीतोऽसावार्यदेशोद्भवमातङ्गेषु, तेभ्योऽप्यभक्ष्यभक्षणादिभिर्नरकपातादिक्रमेण रसगृङ्ख्यकार्यप्रवर्त्तनाभ्यामेव लीलयैव व्यावृत्त्य विधृतोऽनन्तपुद्गलपरावर्तान्' इत्यादिना च महता ग्रन्थेन भुवनभानुकेवलिचरित्रादौ व्यावहारिकत्वमुपेयुषाऽपि संसारिजीवस्य विचित्रभवान्तरिततयाऽनन्तपुद्गलपरावर्त्तभ्रमणस्य निगदसिद्धत्वात् । तथा योगबिन्दुसूत्रवृत्तावपि नरनारकादिभावेनानादौ संसारेऽनन्तपुद्गलपरावर्त्तभ्रमणस्वाभाव्यमुक्तम् । तथाहि (योगबिन्दु-७४) - આમ સાંવ્યાવહારિક જીવો નિગોદમાં વારંવાર ગતિ-આગતિ (ગમન-આગમન) કરે છે.” વળી વૃત્તિના આ વચન અંગે – “અહીં વારંવાર-પરિભ્રમણ કરવા છતાં સરવાળે તેનો સંસારકાલ ઉક્ત અસંખ્ય પુગલ પરાવર્તકાલને તો ઓળંગતો જ નથી, કેમકે આવલિકાના અસંખ્યાતમા ભાગ સમાન અસંખ્ય પુદ્ગલ પરાવર્ત જેટલો વનસ્પતિકાલ વારંવાર (યાવત્ અસંખ્યવાર) પસાર થઈ જાય તો પણ અસંખ્યાત ગુણ થયેલ તે કુલ કાલ પણ એ મૂળ અસંખ્ય પુદ્ગલપરાવર્ત કરતાં અસંખ્યગુણ જ હોવો પ્રતીત છે, (અનંતગુણ નહિ) તેથી વારંવાર (ભયોભૂય:) શબ્દ પરથી અનંત પુગલપરાવર્તની કલ્પના કરવાની ગંધ સુદ્ધા સંભવિત નથી તો કલ્પના તો શી રીતે કરી શકાય? તેથી વારંવાર પરિભ્રમણ કરવા છતાં પુદ્ગલપરાવર્તે તો અસંખ્યાત જ પસાર થવા નિશ્ચિત જ છે. તેથી જ દરેક વ્યવહારી જીવો એટલા કાલમાં મુક્ત થઈ જાય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે” – આવું કહીને સામાએ સ્વમતનું જે સમાધાન કર્યું છે તે પણ એકાન્ત રમણીય નથી. કેમકે
(વ્યવહારીપણાના અનંત આવર્તની સિદ્ધિમાં શાસ્ત્રસંમતિઓ). “વિકલેન્દ્રિય એકેન્દ્રિય ભવોમાં ગમનાગમન કરવા દ્વારા અતિદુઃખી સંસારીજીવ અનંત પુગલ પરાવર્ત કાલ સુધી રુંધાયો.” ઈત્યાદિ જણાવનાર વચનોથી તેમજ ““એક વાર ગમે તે રીતે એ આર્યદિશમાં થયેલા માતંગકુલમાં લઈ જવાયો. ત્યાંથી પણ અભક્ષ્યભક્ષણ વગેરેના કારણે નરકપાતાદિ ક્રમે રસગૃદ્ધિ અને અકાર્યપ્રવૃત્તિ વડે સહેલાઈથી પાછો નિગોદમાં લઈ જવાયો અને અનંત પુદ્ગલપરાવર્ત માટે ત્યાં જ ધારી રખાયો.” ઇત્યાદિ ઘણાં વચનોથી ભુવનભાનુકેવલિચરિત્રાદિ ગ્રન્થમાં વ્યવહારીપણું પામેલો પણ સંસારીજીવ વિચિત્રભવોના આંતરાથી યુક્ત અનંત પુદ્ગલપરાવર્ત કાલ ભમે છે એ વાત સ્પષ્ટ કહેવાપૂર્વક સિદ્ધ છે. તેમજ યોગબિન્દુસૂત્રવૃત્તિમાં પણ અનાદિ સંસારમાં નર-નારકાદિરૂપે અનંત