________________
અભવ્યના મિથ્યાત્વનો વિચાર
-
ग्रहिकादिस्थलेऽपि तत्प्रसङ्गाद्, बहिरन्तर्व्यक्ताव्यक्तोपयोगद्वयाभ्युपगमस्य चापसिद्धान्तकलङ्क
दूषितत्वाद् ।
अथ यदेकपुद्गलावशेषसंसारस्य क्रियावादित्वाभिव्यञ्जकं धर्मधिया क्रियारुचिनिमित्तं तन्मिथ्यात्वं व्यक्तम् । यदुक्तं- (व्याख्यानविधिशतकं
૮)
तेसुवि एगो पुग्गलपरिअट्टो जेसिं हुज्ज संसारो । तहभव्वत्ता तेसिं केसिंचि होइ किरियरुई ।। तीए किरियाकरणं लिंगं पुण होइ धम्मबुद्धीए । किरियारुईणिमित्तं जं वृत्तं वत्तमिच्छति ।।
ततोऽन्यच्चाव्यक्तं मिथ्यात्वम् । न चाभव्यस्य कदाप्येकपुद्गलपरावर्त्तावशेषः संसार इति सदैव तस्याव्यक्तं मिथ्यात्वमवस्थितमिति चेद् ? मैवं, एवं सति चरमपुद्गलपरावर्त्तातिरिक्तपुद्गलपरावर्त्तवर्त्तिनां भव्यानामप्यव्यक्तानाभोगमिथ्यात्वव्यवस्थितावाभिग्रहिकमिथ्यात्वोच्छेदप्रसङ्गात् । किञ्च, મિથ્યાત્વીને પણ તમારે અનાભોગિક મિથ્યાત્વ જ માનવાની આપત્તિ આવે. ~યજ્ઞાદિ કરનાર અભવ્યને બાહ્યદૃષ્ટિએ મિથ્યાત્વનો વ્યક્ત ઉપયોગ હોવા છતાં આંતરિક રીતે તો અવ્યક્ત ઉપયોગ જ હોય છે. - એવી માન્યતા પણ અયુક્ત છે, કેમ કે એવા વ્યક્ત-અવ્યક્ત બે ઉપયોગ માનવા એ સિદ્ધાન્તવિરુદ્ધ હોઈ અપસિદ્ધાન્ત કલંકથી દૂષિત છે.
~
૪૩
(ચરમાવર્ત્ત પૂર્વે પણ વ્યક્તમિથ્યાત્વ સંભવિત)
શંકા : જેનો સંસાર એક પુદ્ગલપરાવર્ત્ત જ બાકી હોય તેવા જીવનું ધર્મબુદ્ધિથી ક્રિયારુચિ પેદા કરાવનાર અને ક્રિયાવાદિત્વનું અભિવ્યંજક એવું જે મિથ્યાત્વ હોય છે તે વ્યક્ત હોય છે. કહ્યું છે કે “તેઓમાં પણ જેઓનો સંસાર એક પુદ્ગલપરાવર્ત્ત હોય છે તેવા કેટલાક જીવોને તથાભવ્યત્વના કારણે ક્રિયારુચિ પેદા થાય છે. તે ક્રિયારુચિનું ધર્મબુદ્ધિથી ક્રિયા કરવી એ લિંગ (=શાપક હેતુ) છે. કેમકે વ્યક્ત મિથ્યાત્વને ક્રિયારુચિનું નિમિત્ત કારણ કહ્યું છે.” આનાથી જે જુદું હોય તે મિથ્યાત્વ અવ્યક્ત હોય છે. પણ અભવ્યને ક્યારેય પણ સંસાર એક પુદ્ગલ પરાવર્ત જ અવશેષ રહે એવું બનતું નથી. તેથી તેને તો હંમેશાં અવ્યક્તમિથ્યાત્વ જ હોય છે, એવું નક્કી થાય છે.
સમાધાનઃ આ રીતે તો અચરમ પુદ્ગલ પરાવર્ત્તમાં રહેલા ભવ્યોને પણ અવ્યક્ત એવું અનાભોગમિથ્યાત્વ જ હોવું નક્કી થઈ જતું હોવાથી અચરમાવર્ત્તવર્તી ભવ્યોમાંથી પણ આભિગ્રહિકમિથ્યાત્વનો ઉચ્છેદ (અભાવ) જ થઈ જશે, કેમકે એ મિથ્યાત્વ તો વ્યક્ત છે. આવો દોષ આવતો હોવાથી ‘ચરમપુદ્ગલ પરાવર્ત્તમાં જ વ્યક્ત મિથ્યાત્વ હોય' તેવી માન્યતા અયોગ્ય છે. વળી તમારી કલ્પેલી એક
१. तेष्वपि एकः पुद्गलपरावर्त्तो येषां भवेत्संसारः । तथाभव्यत्वात्तेषां केषांचिद् भवेत्क्रियारुचिः ॥
तस्याः क्रियाकरणं लिङ्गं पुनर्भवति धर्मबुद्धया । क्रियारुचिनिमित्तं यदुक्तं व्यक्तमिथ्यात्वमिति ॥