________________
અભવ્યના મિથ્યાત્વનો વિચાર
૪૧ नन्वेवं ‘एवं अणभिग्गहियमिच्छादसणेवि' इत्यतिदेशादनाभिग्रहिकमिथ्यात्वमप्यभव्यानां प्राप्नोतीति 'अभव्यानामाभिग्रहिकाऽनाभोगलक्षणे द्वे एव मिथ्यात्वे' इति भवतां प्रतिज्ञा विलुप्येतेति चेत् ? न, मिच्छादसणे दुविहे पण्णत्ते-आभिग्गहियमिच्छादसणे चेव अणभिग्गहियमिच्छादसणे चेव' त्ति प्रथमसूत्रे सकलभेदसंग्रहार्थमनाभिग्रहिकपदेनाभिग्रहिकातिरिक्तस्यैव ग्रहणात्, तदुक्तं तवृत्तौ-'अभिग्रहः कुमतपरिग्रहः, स यत्रास्ति तदाभिग्रहिकं, तद्विपरीतमनाभिग्रहिकमिति' । किञ्च यदनाभिग्रहिकमभव्यानां प्रतिषिध्यते तदादिधर्मभूमिकारूपमेवेति स्वरुचिकल्पितानाभिग्रहिकस्याभव्येषु सत्त्वेऽपि न क्षतिः, एवमाभि
શંકાઃ આ રીતે ઠાણાંગ સૂત્રના વચન પરથી તેનો યથાશ્રુત અર્થ કરીને જો અભવ્યોમાં આભિગ્રહિક મિથ્યાત્વની હાજરી માનશો તો એના પરથી જ તેઓમાં અનાભિગ્રહિક મિથ્યાત્વની હાજરી પણ માનવી પડશે, કેમ કે આભિગ્રહિક મિથ્યાત્વની ભવ્ય-અભવ્યમાં સાન્ત-અનન્ત તરીકેની પ્રરૂપણા કરીને પછી “એ જ પ્રમાણે અનાભિગ્રહિક મિથ્યાદર્શન અંગે પણ જાણવું' એવો જે અતિદેશ કર્યો છે તેના પરથી અભવ્યમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ હોવાની પણ સિદ્ધિ થાય છે. અને તો પછી “અભવ્યોને આભિગ્રહિક અને અનાભોગ એ બે જ મિથ્યાત્વ હોય છે.' એવી તમારી પ્રતિજ્ઞા ઊડી જશે. તેથી ઉક્ત ઠાણાંગ સૂત્રનો યથાશ્રુત અર્થ ન કરતાં કોઈ વિશેષ અર્થ કરવો જોઈએ. અને તેથી એ વિશેષ અર્થ પ્રમાણે એ સૂત્ર પરથી પણ અભવ્યમાં આભિગ્રહિક મિથ્યાત્વની હાજરીની સિદ્ધિ થશે નહિ.
સમાધાનઃ અમારી પ્રતિજ્ઞા ઊડી જવા વગેરેની તમારી આ વાતો ખોટી છે, કેમકે ઠાણાંગના ઉક્ત સૂત્રમાં જે અનાભિગ્રહિક મિથ્યાત્વનો અતિદેશ છે તે અને અમે જે અનાભિગ્રહિક મિથ્યાત્વની હાજરીનો અભવ્યમાં નિષેધ કરીએ છીએ (કે જે પ્રસ્તુત પાંચ મિથ્યાત્વમાંનું એક છે) તે એ બંને જુદા છે. આ વાત ઠાણાંગના ઉક્તસૂત્રની પૂર્વના મિથ્યાદર્શન બે પ્રકારે કહેવાયેલું છે – આભિગ્રહિક મિથ્યાદર્શન અને અનાભિગ્રહિક મિથ્યાદર્શન' આ સૂત્ર પરથી જણાય છે. આ સૂત્રમાં, મિથ્યાત્વના બધા ભેદોનો બે ભેદમાં સંગ્રહ કરવાનો છે. માટે “અનાભિગ્રહિક' શબ્દથી પાંચ ભેદમાંના એક ભેદરૂપ અનાભિગ્રહિક મિથ્યાત્વનો ઉલ્લેખ માનવાનો નથી. (કેમ કે તો પછી અનાભોગિક વિગેરે ભેદ અસંગૃહીત રહે) કિન્તુ
આભિગ્રહિકભિન્ન એવા જ અર્થનો ઉલ્લેખ માનવાનો છે. તે સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “અભિગ્રહ=કુમતનો સ્વીકાર. તે જે મિથ્યાત્વમાં હોય તે આભિગ્રહિક. એનાથી વિપરીત =કુમતના સ્વીકાર વગરનું (અન્ય બધું) મિથ્યાત્વ એ અનાભિગ્રહિક.” તેથી આ “અનાભિગ્રહિક' શબ્દથી તો “અનાભોગિક'નો પણ ઉલ્લેખ છે. તેથી ઠાણાંગના ઉક્તસૂત્ર પરથી અભવ્યોમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ હોવું પણ સિદ્ધ થતું હોવા છતાં, એ પ્રસ્તુત પાંચ ભેદમાંથી તો અનાભોગિક મિથ્યાત્વભેદમાં ફલિત થાય છે. તેથી બે જ મિથ્યાત્વ માનવાની અમારી પ્રતિજ્ઞા ઊડી જતી નથી. અને તેથી તે સૂત્રનો યથાશ્રુત અર્થ છોડી વિશેષ અર્થ કરવો અનાવશ્યક હોઈ તે સૂત્ર પરથી અભવ્યોમાં આભિગ્રહિક મિથ્યાત્વની હાજરી સિદ્ધ થાય જ છે. યથાશ્રુત અર્થમાં કોઈ બાધક ન હોય તો કંઈ વિશેષ અર્થની કલ્પના કરવી ન્યાય