________________
મિથ્યાત્વના ભેદો o
૩૭
विशेषणम्, ते च नैवंभूताः, किन्तु भगवद्वचनप्रामाण्यज्ञाननिवर्त्तनीयाः, सूक्ष्मार्थादिसंशये सति ‘तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं' इत्याद्यागमोदितभगवद्वचनप्रामाण्यपुरस्कारेण तदुद्धारस्यैव साध्वाचारत्वात्ं । या तु शङ्का साधूनामपि स्वरसवाहितया न निवर्त्तते सा सांशयिकमिथ्यात्वरूपा सत्यनाचारापादिकैव, अत एव काङ्क्षामोहोदयादाकर्षप्रसिद्धिः । ४।।
साक्षात्परम्परया च तत्त्वाऽप्रतिपत्तिरनाभोगम्, यथैकेन्द्रियादीनां तत्त्वातत्त्वानध्यवसायवतां मुग्धलोकानां च । यद्यपि माषतुषादिकल्पानां साधूनामपि साक्षात्तत्त्वाऽप्रतिपत्तिरस्ति, तथापि तेषां गीतार्थनिश्रितत्वात्तद्गततत्त्वप्रतिपत्तेः परंपरया तेष्वपि सत्त्वान्न तत्रातिव्याप्तिः। तत्त्वाप्रतिपत्तिश्चात्र संशयनिश्चयसाधारणतत्त्वज्ञानसामान्याभाव इति न सांशयिकेऽतिव्याप्तिरिति दिक् । ५ ।।
एतच्च पञ्चप्रकारमपि मिथ्यात्वं भव्यानां भवति । अभव्यानां त्वाभिग्रहिकमनाभोगो वेति द्वे एव मिथ्यात्वे स्याताम्, न त्वनाभिग्रहिकादीनि त्रीणि, अनाभिग्रहिकस्य विच्छिन्नपक्षपाततया मलाल्पता
સૂક્ષ્મ પદાર્થો અંગે થતા સંશયમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે ભગવચનપ્રામાણ્યસંશયપ્રયુક્તત્વ એવું વિશેષણ કહ્યું છે. સાધુઓને થતા એ સંશય આવા હોતા નથી. કિન્તુ ભગવચન અંગેના પ્રામાણ્યજ્ઞાનથી દૂર થઈ જનારા હોય છે. કેમકે સૂક્ષ્માર્થાદિ અંગે સંશય થયે છતે “તે જ નિઃશંકપણે સત્ય છે જે જિનેશ્વરોએ કહેલું છે” ઇત્યાદિ આગમોક્ત વચનોથી ભગવચનના પ્રામાણ્યને આગળ કરીને એ સંશયોને ઉખેડી નાખવા એ જ સાધ્વાચાર છે. સાધુઓને પણ પડેલ જે શંકા સ્વ૨સસવાહી હોઈ દૂર થતી નથી તે સાંશયિક મિથ્યાત્વરૂપ હોવાથી અનાચાર લાવનાર બને જ છે. તેથી જ કાંક્ષામોહનીયના ઉદયથી અને સાવધાનીથી સમ્યક્ત્વ જવા-આવવા રૂપ આકર્ષોની શાસ્ત્રમાં વાત કરી છે.
અનાભોગ મિથ્યાત્વ ઃ
સાક્ષાત્ કે પરંપરાએ તત્ત્વોની જાણકારી ન હોવી એ અનાભોગ મિથ્યાત્વ છે. જેમ કે એકેન્દ્રિય જીવોને તેમજ તત્ત્વ-અતત્ત્વના અધ્યવસાયશૂન્ય મુગ્ધલોકોને. જો કે માષતુષાદિ જેવા સાધુઓને પણ સાક્ષાત્ તો તત્ત્વની અજાણકારી જ હોય છે, છતાં પણ તેઓ ગીતાર્થનિશ્રિત હોઈ ગીતાર્થમાં રહેલ તત્ત્વપ્રતિપત્તિ પરંપરાએ તેઓમાં પણ છે, માટે અતિવ્યાપ્તિ નથી. વળી સંશયનિશ્ચયઉભયસાધારણરૂપ તત્ત્વજ્ઞાનનો સામાન્યઅભાવ (સંશયાત્મક કે નિશ્ચયાત્મક કોઈપણ તત્ત્વજ્ઞાન ન હોવું તે) અહીં તત્ત્વની અપ્રતિપત્તિ તરીકે અભિપ્રેત હોઈ તત્ત્વના સંશયવાળા જીવના સાંશયિક મિથ્યાત્વમાં અતિવ્યાપ્તિ નથી. ભવ્યોને આ પાંચે પ્રકારનું મિથ્યાત્વ સંભવે છે, જ્યારે અભવ્યોને તો આભિગ્રહિક કે અનાભોગ એ બે જ મિથ્યાત્વ હોવા સંભવિત છે, અનાભિગ્રહિકાદિ ક્યારેય સંભવતા નથી. કેમકે (૧) કુદર્શનોના પક્ષપાતથી મુક્ત એવું અનાભિગ્રહિક મિથ્યાત્વ કર્મમલની અલ્પતા નિમિત્તે આવે છે જે અલ્પતા અભવ્યોને १. मन्नइ तमेव सच्चं निस्संकं जं जिणेहिं पन्नत्तं । सुहपरिणामा सव्वं कंखाइ विसुत्तियारहिओ ||