________________
૩૫
મિથ્યાત્વના ભેદો
विदुषोऽपि स्वरसवाहिभगवत्प्रणीतशास्त्रबाधितार्थश्रद्धानमाभिनिवेशिकम्। स्वस्वशास्त्रबाधितार्थश्रद्धानं विपर्यस्तशाक्यादेरपीति तत्रातिव्याप्तिवारणाय भगवत्प्रणीतत्वं शास्त्रविशेषणम्। भगवत्प्रणीतशास्त्रे बाधितार्थश्रद्धानमिति सप्तमीगर्भसमासानातिव्याप्तितादवस्थ्यम्। तथाप्यनाभोगात् प्रज्ञापकदोषाद्वा वितथश्रद्धानवति सम्यग्दृष्टावतिव्याप्तिः, अनाभोगाद् गुरुनियोगाद्वा सम्यग्दृष्टेरपि वितथश्रद्धानभणनात् । तथा चोक्तमुत्तराध्ययननिर्युक्तौ (१६३) -
सम्मद्दिट्ठी जीवो उवइटुं पवयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं अणाभोगा गुरुणिओगा वा ।। इति ।। तद्वारणाय स्वरसवाहीति, सम्यग्वक्तृवचनाऽनिवर्त्तनीयत्वं तदर्थः, अनाभोगादिजनितं मुग्धश्राद्धा
કરાયો હોય તો જ તે બધાને સાચા માને છે, બધા દર્શનો (નયો) બધી દષ્ટિએ સાચા છે એવી કંઈ શ્રદ્ધા રાખતા નથી. આમ તેઓની સર્વનય શ્રદ્ધા સ્વસ્વસ્થાનવિનિયોગ રૂપ વિશેષતાવાળી હોઈ અવિશેષણ હોતી નથી, અને તેથી તેઓમાં અતિવ્યાપ્તિ નથી.
આભિનિવેશિક મિથ્યાત્વ :
વિદ્વાનને પણ ભગવત્પણીતશાસ્ત્રબાધિત અર્થની સ્વરસવાહી શ્રદ્ધા હોય તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. પોતે માનેલા શાસ્ત્રમાં પ્રરૂપાયેલા તત્ત્વોનો પણ વિપસ પામેલા શાક્યાદિને સ્વસ્વશાસ્ત્રબાધિત કોઈ પદાર્થની જે શ્રદ્ધા હોય છે, તેમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે શાસ્ત્રનું ભગવ–ણીતત્વ એવું વિશેષણ મૂક્યું છે – “છતાં શાક્યાદિને ભગવત્પણીતશાસ્ત્રથી બાધિત અને સ્વશાસ્ત્રોને અનુકૂલ (કે પ્રતિકુલ પણ) તત્ત્વોની જે શ્રદ્ધા હોય છે તેમાં લક્ષણ ચાલ્યું જાય છે અને તેથી અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે કેમકે શાક્યાદિને તો આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે, આભિનિવેશિક નહિ” – એવા દોષોનું વારણ કરવા “શાસ્ત્રબાધિત” શબ્દનો “શાસ્ત્રથી બાધિત” એવો તૃતીયાતપુરુષ સમાસ ન કરવો, પણ “શાસ્ત્રમાં બાધિત” એવો સપ્તમીતપુરુષ સમાસ કરવો. અર્થાત જિનોક્ત શાસ્ત્રમાં જપ્રરૂપેલા પદાર્થનો અભિનિવેશાદિના કારણે બાધિત એવો વિપરીત બોધ પકડાઈ જાય એ આભિનિવેશિક મિથ્યાત્વ છે. (અર્થાતુ શાસ્ત્રના તાત્પર્ય મુજબ અર્થ સમજવા છતાં તે અર્થને ખોટો માનીને તેની જગ્યાએ પોતાને બેઠેલ અર્થ જ સાચો છે અને શાસ્ત્રમાં એટલી ભૂલ છે એવો વિપરીત બોધનો અભિનિવેશ પકડાઈ જવો એ આભિનિવેશિક મિથ્યાત્વ છે.) શાક્યાદિને આવો વિપરીત બોધ ન હોઈ અતિવ્યાપ્તિ નથી. તેમ છતાં, અનાભોગના કારણે કે ગુરુનિયોગના (ગુરુએ આપેલ તેવી સમજણના) કારણે સમ્યગ્દષ્ટિને પણ વિતથશ્રદ્ધા હોવી ઉત્તરાધ્યયનનિયુક્તિમાં જે કહી છે, જેમકે + “સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા કરે છે. તેમજ કોઈ સમ્યત્વી ક્યારેક અનાભોગથી કે ગુરુનિયોગથી અસભૂત અર્થની પણ શ્રદ્ધા કરે છે.” + તે વિતથિશ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિજીવમાં અતિવ્યાપ્તિ ન આવે એ માટે “શ્રદ્ધા'નું “સ્વરસવાહી' એવું વિશેષણ મૂક્યું છે. સમ્ય વક્તા સમજાવવા પ્રયત્ન કરે તો પણ
१. सम्यग्दृष्टिर्जीव उपदिष्टं प्रवचनं तु श्रद्धत्ते । श्रद्धत्तेऽसद्भावमनाभोगाद् गुरुनियोगाद्वा ॥