________________
૩૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮ ग्रहशक्त्यभावात्, किन्तु गुणवदाज्ञाप्रामाण्यमूलत्वेन गुणवत्पारतन्त्र्यप्रयोजकमित्यप्रज्ञापनीयताप्रयोजकत्वविशेषणान तत्रातिव्याप्तिः। १।।
स्वपराभ्युपगतार्थयोरविशेषेण श्रद्धानमनाभिग्रहिकम् , यथा सर्वाणि दर्शनानि शोभनानि इति प्रतिज्ञावतां मुग्धलोकानाम् । यद्यपि परमोपेक्षावतां निश्चयपरिकर्मितमतीनां सम्यग्दृष्टीनां स्वस्वस्थाने सर्वनयश्रद्धानमस्ति, शिष्यमतिविस्फारणरूपकारणं विनैकतरनयार्थनिर्धारणस्याशास्त्रार्थવાત્ ા તદ સખત સિદ્ધસેનઃ (૨-૨૮)णिययवयणिज्जसच्चा सव्वणया परवियालणे मोहा । ते पुण न दिठ्ठसमयो विभयइ सच्चेव अलिए वा ।। तथाऽपि स्वस्वस्थानविनियोगलक्षणेन विशेषेण तेषां सर्वनयश्रद्धानमस्तीति नातिव्याप्तिः २।।
તે શ્રદ્ધા અપ્રજ્ઞાપનીયતાની પ્રયોજક હોતી નથી, કેમકે કદાગ્રહ પકડાવી આપવાની તેમાં તાકાત હોતી નથી. કિન્તુ “ગુણવાની આજ્ઞા પ્રમાણભૂત છે.” એવા નિશ્ચયમૂલક હોઈ ગુણવાનું એવા ગુરુના પારતન્યની જ પ્રયોજક હોય છે. અને તેથી સ્વાભુપગતાWશ્રદ્ધાનું અપ્રજ્ઞાપનીયતાપ્રયોજક એવું જે વિશેષણ લગાડ્યું છે તેના કારણે તેવા અગીતાર્થની શ્રદ્ધામાં અતિવ્યાપ્તિ થતી નથી.
અનાભિગ્રહિક મિથ્યાત્વઃ
પોતે અને બીજાઓએ માનેલાં તત્ત્વોની સમાન રીતે શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે – જેમ કે મુગ્ધ જીવો “સર્વ દર્શનો સુંદર છે" ઇત્યાદિ માને છે તે. જો કે દરેક દર્શનો એક એક નય જેવા છે ને પરમ ઉપેક્ષાવાળા તેમજ નિશ્ચયનયથી પરિકર્મિત બુદ્ધિવાળા સમ્યગ્દષ્ટિ જીવો દરેક નયોની પોતપોતાના સ્થાનમાં શ્રદ્ધા કરે છે. અર્થાત્ દરેક નયોને પોતપોતાની અપેક્ષાએ સાચા માને છે. તેમ છતાં તેઓમાં અતિવ્યાપ્તિ નથી તે આગળ દેખાડીશું. ~ પૂર્વાચાર્યોએ તે તે શાસ્ત્રમાં ક્યારેક ક્યારેક કોઈ એક નયસંમત અર્થનું પણ નિર્ધારણ કર્યું છે. ફલિત તરીકે અન્ય નયને માન્ય અર્થનું ખંડન પણ કર્યું છે તો સમ્યગ્દષ્ટિ એવા તેઓને દરેક નય માન્ય છે એવું ક્યાં રહ્યું? ~ આવી શંકા કરવી નહિ, કેમકે તે સ્થાનોમાં એવું જે નિર્ધારણ કર્યું છે તે તો શિષ્યની બુદ્ધિ વિકસાવવા માટે જ કર્યું છે, પોતાને અભિમત છે તે માટે નહિ. શિષ્યની બુદ્ધિ વિકસાવવા વગેરે રૂપ આવા પ્રયોજન વિના પણ જો સ્વરસથી જ તેનું નિર્ધારણ કર્યું હોય તો તો એનાથી પ્રતિપાદિત અર્થ શાસ્ત્રાર્થ રૂપ જ ન રહેવાથી અપ્રમાણ ઠરી જાય. સમ્મતિ તર્ક ગ્રન્થમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે પણ કહ્યું છે કે “બધા નયો પોતપોતાની વકતવ્યતામાં સત્ય છે અને બીજાની વિચારણા કરવામાં મૂઢ (જડ-ખોટા) છે. તેથી સિદ્ધાન્તની જાણકાર વ્યક્તિ તેઓનો “આ સાચા છે અને આ ખોટા છે એવો વિભાગ કરતી નથી.” આમ આ સમ્યગ્દષ્ટિ જીવો સર્વદર્શનોને સાચા (સુંદર) માને છે. તેમ છતાં પોતપોતાના સ્થાનમાં જ તે તે નયોનો વિનિયોગ
- — — — — — — — — — - - - १. निजकवचनीयसत्याः सर्वनयाः परविचारणे मोहाः । तान् पुनर्न दृष्टसमयो विभजति सत्यान् वा अलीकान् वा ।।
-
-
-