________________
૨૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭ रूपस्य बध्यमानप्रकृतिषु तज्जननशक्तिरूपस्य वा, योगात्-संबन्धादनन्तसंसारिता भवति, ग्रन्थिभेदात् प्रागप्यनन्तसंसारार्जनेऽशुभानुबन्धस्यैव हेतुत्वात्, प्राप्तसम्यग्दर्शनानामपि प्रतिपातेन तत एवानन्तसंसारसंभवात्। तदुक्तं उपदेशपदे -
"गंठीइ आरओ वि हु असईबंधो ण अन्नहा होइ । ता एसो वि हु एवं णेओ असुहाणुबंधोत्ति” ।।३८६।। ततश्च बन्धमात्रानानन्तसंसारिता किन्त्वनुबन्धादिति स्थितम् ।
अत एवाभोगादनाभोगाद्वोत्सूत्रभाषिणामपीह जन्मनि जन्मान्तरे वाऽऽलोचितप्रतिक्रान्ततत्पातकानामनुबन्धविच्छेदानानन्तसंसारिता, केवलमनन्तभववेद्यनिरुपक्रमकर्मबन्धे तनिःशेषतां यावत् प्रायश्चित्तप्रतिपत्तिरेव न स्याद्, अध्यवसायविशेषाद् नियतोपक्रमणीयस्वभावकर्मबन्धे चेह जन्मनि जन्मान्तरे वा प्रायश्चित्तप्रतिपत्तिः स्यात्। अत एव जमालिशिष्यादीनां भगवत्समीपमुपगतानां तद्भव एवोत्सूत्रभाषणप्रायश्चित्तप्रतिपत्तिः । कालीप्रभृतीनां च तस्स ठाणस्स अणालोइअ अपडिक्कंता બંધાતી પ્રકૃતિઓમાં સ્વોદયકાળ પુનઃ પાપ બંધાવી શકે તેવી શક્તિ રૂપ અનુબંધના સંબંધવાળી હોઈ (તે જીવ) અનંતસંસારી બને છે. પ્રસ્થિભેદ પૂર્વે પણ અનંતસંસાર હોવામાં અશુભાનુબંધો જ હેતુભૂત હોઈ સમ્યગ્દર્શન પ્રાપ્ત જીવો પણ પડ્યા પછી એ અશુભઅનુબન્ધના કારણે જ અનંતસંસાર સંભવે છે. ઉપદેશપદમાં કહ્યું છે કે “પ્રન્થિભેદ પૂર્વે પણ અશુભકર્મોનો અનંતવાર બંધ કરવા રૂપ અસકૃબંધ અશુભાનુબંધ વિના થતો નથી. તેથી એ અસકૃબંધ પણ કાર્ય-કારણના કથંચિઅભેદના કારણે અશુભાનુબંધ જ છે.”+ તેથી કર્મબંધ માત્રના કારણે જીવ અનંત સંસારી બનતો નથી કિન્તુ અનુબંધના કારણે બને છે એ વાત નિશ્ચિત થઈ.
(અનંતસંસારથી બચાવ) તેથી જ આભોગથી કે અનાભોગથી ઉત્સુત્ર બોલનાર પણ જો આ જન્મમાં કે જન્માન્તરમાં તે પાપનું આલોચનાપ્રતિક્રમણ કરી દે તો અનુબંધ તૂટી જવાથી અનંતસંસારી બનતો નથી. વિશેષતા માત્ર એટલી જ હોય છે કે અનંતસંસાર (કે ભવો)માં જ ભોગવી શકાય તેવો જો તીવ્ર સંક્લેશાદિના કારણે નિરુપક્રમ કર્મબંધ (અનુબંધ) થયો હોય તો તે સંપૂર્ણ ક્ષીણ થાય નહિ ત્યાં સુધી તેવા અધ્યવસાયવિશેષના કારણે જીવ પ્રાયશ્ચિત્ત જ સ્વીકારી શકતો નથી કે જેના દ્વારા અનુબંધ તોડીને એ પોતાનો સંસાર ટૂંકાવી શકે. જમાલિના ભગવાન પાસે ગયેલા શિષ્યો વગેરેને તેવા તીવ્રસંક્લેશ વગેરે ન હોવાના કારણે ઉસૂત્રભાષણના પાપના પ્રાયશ્ચિત્તનો તે જ ભવમાં સ્વીકાર થયો અને કાલીદેવી વગેરેને પૂર્વભવમાં પાર્થસ્થત્યાદિના કારણે બંધાયેલા અને આલોચના વગરના રહી ગયેલાં પાપોના પ્રાયશ્ચિત્તનો ભવાન્તરમાં
-
-
-
-- - - - - - -- - - - - - - - - - - - - - - १. ग्रन्थेरारतोऽपि खल्वसकृद्बन्धो नान्यथा भवति । तदेषोऽपि खल्वेवं ज्ञेयोऽशुभानुबन्ध इति ।। २. तस्य स्थानस्यानालोचिताप्रतिक्रान्ता कालमासे कालं कृत्वा ।