________________
અનંતસંસારિત્વનિયમવિચાર
कालमासे कालं किच्चा०' इत्यादि वचनात् तद्भावानालोचितपार्श्वस्थत्वादिनिमित्तपापानां भवान्तर एव प्रायश्चित्तप्रतिपत्तिः । 'काली णं भंते । देवी ताओ देवलोगाओ अणंतरं उव्वट्टित्ता कहिं गच्छिहिति? कहिं उववज्जिहिति? गोयमा । महाविदेहवासे सिज्झिहिति' (२.१.१) इत्यादिवचनात्तासां भवान्तर एव पूर्वभवाचीर्णपार्श्वस्थत्वादिजातपापकर्मप्रायश्चित्तभणनात् । 'सव्वा वि हु पव्वज्जा पायच्छित्तं भवंतरकडाणं पावाणं कम्माणं ।' (पञ्चाशक ७९२) इत्यादिपूर्वाचार्यवचनात्प्रव्रज्याया एव भवान्तरकृतकर्मप्रायश्चित्तरूपत्वाद् । एतेन 'कृतस्य पापस्य प्रायश्चित्तप्रतिपत्तिस्तस्मिन्नेव भवे भवति न पुनः जन्मान्तरेऽपि' इति वदंस्तत्र 'जावाउ सावसेसं०' (उपदेशमाला २५८) इत्यादि सम्मतिमुद्भावयन् व्यक्तामसंलग्नकतामनवगच्छनिरस्तो बोध्यः । સ્વીકાર થયો. આ વાત આગમમાં જે નીચે મુજબની બે વાતો આવે છે તેના પરથી જણાય છેઃ + (૧) “તે પાપસ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરનાર (કાલીદેવી) કાલમાસે કાલ કરીને.. ઇત્યાદિ” (૨) “હે ભગવન્! કાલદેવી તે દેવલોકમાંથી નીકળીને તરત કઈ ગતિમાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.” + તેના ઉક્તપાપનું પ્રાયશ્ચિત્ત ભવાન્તરમાં જ થવાનું છે એ વાત આ બે વાતો પરથી આ રીતે જણાય છે. અલ્પકાળમાં મોક્ષ થવાનો છે એ અનુબંધનાશને જણાવે છે અને અનુબંધનાશ એ પ્રાયશ્ચિત્તના સ્વીકારને જણાવે છે. વળી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર પૂર્વભવમાં તો થયો નથી. તેથી જણાય છે કે એ ભવાન્તરમાં જ થવાનો છે.
વળી, + “આખી દીક્ષા જ ભવાન્તરકૃત પાપકર્મોના પ્રાયશ્ચિત્તરૂપ છે” + એવા પૂર્વાચાર્યના (હરિભદ્રસૂરિના) વચનથી પ્રવ્રયા પોતે જ ભવાન્તરકૃત પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપ છે તે જણાય છે તેથી કાલી વગેરેનું પણ તે પ્રાયશ્ચિત્ત ભવાન્તરમાં થયું હોવું નિઃશંકપણે સિદ્ધ થાય છે. “આ પ્રવ્રજ્યા પોતે જ ભવાન્તરકતકર્મના પ્રાયશ્ચિત્તરૂપ છે આવું જ કહ્યું તેનાથી જ પૂર્વપક્ષીની નીચેની વાતનું પણ નિરાકરણ થઈ જાય છે. પૂર્વપક્ષીની એ વાત આ છે-“કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત તે જ ભવમાં થઈ શકે છે, ભવાન્તરમાં નહિ.” આટલું કહીને પછી પૂર્વપક્ષી એમાં ઉપદેશમાલાની નીચેની ગાથાની સાક્ષી આપે છે + “જ્યાં સુધી આયુષ્ય બાકી છે તેમજ થોડો પણ પુરુષાર્થ કરવાની શક્યતા છે ત્યાં સુધીમાં આત્મહિત કરી લ્યો, કે જેથી શશિરાજાની જેમ પાછળથી પસ્તાવાનો વારો ન આવે.” + પૂર્વપક્ષીની આ સાક્ષીવાળી ઉક્ત વાતનું એટલા માટે નિરાકરણ થઈ જાય છે કે ઉપદેશમાલાની પ્રસ્તુત ગાથામાં સંયમ-તપ-ત્યાગ વગેરે રૂપ આત્મહિતની વાત હોવાથી આ વાત સાથે એને કોઈ લેવાદેવા નથી એ સ્પષ્ટ છે. તેથી ઉપદેશમાલાના એ વચનથી “પ્રાયશ્ચિત્ત જન્માન્તરમાં થઈ શકતું નથી” એ વાતની સિદ્ધિ કે પુષ્ટિ થતી નથી.
१. काली भगवन् ! देवी तस्माद्देवलोकादनन्तरमुदवत्य कस्यां (गतौ) गमिष्यति? २. कस्यामुत्पत्स्यते ? गौतम ! महाविदेहवर्षे सेत्स्यतीति ॥ ३. सर्वाऽपि खल प्रव्रज्या प्रायश्चित्तं भवान्तरकतानां पापानां कर्मणाम ॥ ४. जावाउ सावसेसं जाव य थोवो वि अत्थि ववसाओ। ताव करिज्जऽप्पहियं मा ससिराया व सोइहिसि ॥