________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭
लेभ्रूण वि देवत्तं उववन्नो देवकिदिवसे । तत्थ वि से न याणाइ किं मे किच्चा इमं फलं ।। तत्तो वि से चइत्ताणं लब्भिही एलमूअगं । णरगं तिरिक्खजोणिं वा बोही जत्थ सुदुल्लहा ।।
एतवृत्तिर्यथा-'लभ्रूण वित्ति। लब्ध्वापि देवत्वं तथाविधक्रियापालनवशेनोपपन्नो देवकिल्बिषनिकाये। तत्राप्यसौ न जानाति विशुद्धावध्यभावात्, 'किं मम कृत्वेदं फलं किल्बिषिकदेवत्वमिति' । अस्य दोषान्तरमाह तत्तो वित्ति, ततोऽपि देवलोकादसौ च्युत्वा लप्स्यते एडमूकतां=अजभवानुकारिमनुष्यत्वं। तथा नरकं तिर्यग्योनि वा पारम्पर्येण लप्स्यते, बोधिर्यत्र सुदुर्लभा सकलसम्पत्तिनिबन्धना यत्र जिनधर्मप्राप्तिर्दुरापा । इह ‘प्राप्नोत्येडमूकताम्' इति वाच्ये असकृद्भवप्राप्तिख्यापनार्थं 'लप्स्यते' इति भविष्यत्कालनिर्देशः'। इति चेत्? मैवम्, न हि तत्र निह्नव एवाधिकृतः किन्तु तपःस्तेनादिः 'तवतेणे वयतेणे' (दशवै० ५-२-४९) इत्यादिपूर्वगाथैकवाक्यत्वात्। तस्याप्युत्कृष्टफलप्रदर्शनमेतत्, न तु सर्वत्र सादृश्यनियमः, अध्यवसायवैचित्र्यात् । किंचैवं-'इय से परस्स अट्ठाए कूराई कम्माई बाले पकुव्वमाणे तेण दुक्खेण संमूढे विप्परियासमुवेइ' इति
કે “તેવા પ્રકારની ક્રિયાવશાત્ દેવકિલ્બિષનિકાયમાં ઉત્પન્ન થયેલો પણ તે ત્યાં વિશુદ્ધ અવધિજ્ઞાન ન હોવાથી એ જાણી શકતો નથી કે “મારા કયા કાર્યનું આ કિલ્બિષિકપણા રૂપે ફળ મળ્યું છે?” વળી આને બીજું નુકશાન એ થાય છે કે એ ત્યાંથી ચ્યવીને પણ બકરાનાં અવાજ જેવા અવાજવાળું (સ્પષ્ટ બોલી ન શકે તેવું) મનુષ્યપણું તથા નરકગતિ કે તિર્યંચયોનિને પરંપરાએ મેળવશે જ્યાં સકલ સંપત્તિઓના કારણભૂત બોધિ=જિનધર્મપ્રાપ્તિ અત્યંત દુર્લભ હોય છે. અહીં એડમૂકતા મેળવે છે એમ કહેવાને બદલે મેળવશે એમ કહી ભવિષ્યત્કાલનિર્દેશ કર્યો છે તે એ જણાવવા માટે કે એ જીવ વારંવાર આવા એડમૂકતાવાળા ભાવોની પ્રાપ્તિ કરવાનો છે.” - આમ ભવાન્તરમાં જૈનધર્મની પ્રાપ્તિ જ દુર્લભ હોઈ ઉસૂત્રભાષણનું પ્રાયશ્ચિત્ત તો ક્યાંથી સંભવે?
(ઉસૂત્રભાષણનું પ્રાયશ્ચિત્ત પણ પરભવે પણ સંભવિત) સમાધાનઃ તમારી વાત યુક્ત નથી. કેમ કે તેમાં માત્ર નિદ્વવનો જ અધિકાર નથી. તપસ્તન વગેરેનો પણ છે, કેમ કે આ બે ગાથાઓ આગળની “તવતેણે ઈત્યાદિ ગાથાનો સંબંધ ધરાવે છે. વળી તપચોર વગેરેને મળતું પણ આ તો ઉત્કૃષ્ટ ફળ દેખાડ્યું છે. બધાને આવું જ ફળ મળે એવો કંઈ નિયમ નથી. કેમ કે કર્મબંધાદિરૂપ ફળના મુખ્ય કારણભૂત અધ્યવસાયો વિચિત્ર હોય છે. વળી આવા ઉત્કૃષ્ટફળપ્રદર્શક વાક્યોથી તે તે ક્રિયા કરનાર બધા જીવોને એ જ ફળ મળે એવો નિયમ જ જો બાંધી દેવાનો હોય તો નીચેની આપત્તિ આવશે.+ “આમ બીજા માટે ક્રૂર કર્મ કરતો તે બાળ (અજ્ઞ) જીવ તે
१. लब्ध्वाऽपि देवत्वमुपपन्नो देवकिल्बिषे । तत्राप्यसौ न जानाति किं मम कृत्वेदं फलम् ॥
ततोऽपि असौ च्युत्वा लप्स्यत एडमूकताम् । नरकं तिर्यग्योनि वा बोधिर्यत्र सुदुर्लभा । २. तवतेणे वयतेणे रूवतेणे अ जे नरे । आयारभावतेणे अ कुव्वइ देवकिव्विसं ॥ ३. इत्येवं स परस्यार्थाय क्रूराणि कर्माणि बालः । प्रकुर्वाणः तेन दुःखेन संमूढः विपर्यासमुपैति ॥