________________
।। श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।। ।। श्रीमहावीरपरमात्मने नमः ।।
।। अहँ नमः ।। ।। श्रीप्रेम-भुवनभानु-धर्मजित्-जयशेखरसूरिसद्गुरुभ्यो नमः ।।
।।ऐ नमः ।।
न्यायविशारद-न्यायाचार्य-महोपाध्याय
श्रीमद्यशोविजयप्रविनिर्मिता
धर्मपरीक्षा प्रथमो भागः
ऐन्द्रश्रेणिकिरीटकोटिरनिशं यत्पादपद्मद्वये, हंसालिश्रियमादधाति न च यो दोषैः कदापीक्षितः । यद्गीः कल्पलता शुभाशयभुवः सर्वप्रवादस्थितेनिं यस्य च निर्मलं स जयति त्रैलोक्यनाथो जिनः ॥१॥ यन्नाममात्रस्मरणाज्जनानां प्रत्यूहकोटिः प्रलयं प्रयाति ।
अचिन्त्यचिन्तामणिकल्पमेनं शर्केश्वरस्वामिनमाश्रयामः ।।२।। જેઓના બે ચરણકમલમાં પંક્તિબદ્ધ ઇન્દ્રોના મુકુટોના અગ્રભાગ હંસની હારમાળાની શોભાને હંમેશા ધારણ કરે છે. (આનાથી પૂજાતિશય જણાવ્યો) જેઓ રાગાદિદોષોથી ક્યારે ય જોવાયા નથી તેથી ખરડાવાની વાત તો દૂર જ રહી, (આનાથી અપાયાપગમાતિશય કહ્યો) શુભ આશય છે ભૂમિ=ઉત્પત્તિ સ્થાન જેનું એવા સર્વ પ્રવાદો(નયો)ની સ્થિતિ માટે જેઓની વાણી કલ્પલતા સમાન છે. (આનાથી વચનાતિશય દેખાડ્યો) તેમજ જેઓનું જ્ઞાન આવરણમલરહિત હોઈ નિર્મળ છે (આનાથી જ્ઞાનાતિશય સૂચવ્યો) તે ગૈલોક્યનાથ જિન જય પામે છે. III
જેઓના નામમાત્રના સ્મરણથી જીવોના ક્રોડ વિઘ્નો પણ નાશ પામે છે એવા અચિજ્ય ચિન્તામણિ સમાન આ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો અમે આશ્રય સ્વીકારીએ છીએ. (તેથી અમારા વિશ્નો પણ ६२ थ६ ४.) ॥२॥