________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫
दंतच्छिन्नमिति, हस्तगताः पादगता वा नखाः प्रवृद्धा दन्तैश्छेत्तव्या न नखरदनेन, नखरदनं हि ध्रियमाणमधिकरणं भवति । तथा अलित्तंति, पात्रमलिप्तं कर्त्तव्यं, लेपे बहुदोषसंभवान्न पात्रं लेपनीयमिति भावः । हरियट्ठियत्ति, हरितप्रतिष्ठितं भक्तपानादि डगलादि च ग्राह्यम्, तद्ग्रहणे हि तेषां हरितकायजीवानां भारापहारः कृतो भवति । पमज्जणा य णितस्सत्ति, यदि छन्ने जीवदयानिमित्तं प्रमार्जना क्रियते ततो बहिरच्छन्ने क्रियतां, दयापरिणामाविशेषात् । ईदृशी यथाछन्दस्य प्ररूपणा चरणेषु गतिषु चानुपातिन्यननुपातिनी च भवति ।।३।।
अनुपातिन्यननुपातिन्योः स्वरूपमाह-अणुवाइत्ति । यद् भाषमाणः स यथाछन्दो ज्ञायते, यथाखु-निश्चितं युक्तिपतितं युक्तिसंगतमेव भाषते तदनुपातिप्ररूपणम् यथा-यैव मुखपोतिका सैव प्रतिलेखनिकेत्यादि । यत्पुनर्भाष्यमाणं सूत्रापेतं प्रतिभासते तद् भवत्यननुपाति, यथा चोलपट्टः पटलानि क्रियन्तामिति, षट्पदिकापतनसंभवेन सूत्रयुक्तिबाधात् । अथवा सर्वाण्येव पदान्यगीतार्थप्रतिभासापेक्षयाऽनुपातीनि, गीतार्थप्रतिभासापेक्षया त्वननुपातीनीति ॥४॥ इदं चान्यत्तत्प्ररूपणम्-सागारियाइत्ति, सागारिकः शय्यातरस्तद्विषये ब्रूते-शय्यातरपिण्डग्रहणे
હાથના કે પગના વધેલા નખો દાંતથી કાપવા જોઈએ, નખરદનથી નહિ, કારણ કે એ રાખવામાં અધિકરણ થાય છે. વળી પાત્રને પણ લેપ ન કરવો જોઈએ, કેમકે એમાં જીવાત ચોંટી જવી વગેરે ઘણા દોષો સંભવે છે. ભોજન-પાણી કે ડગલ વગેરે ઘાસ પર રહેલો હોય તે પહેલાં નંબરે ગ્રહણ કરવા જોઈએ, કેમ કે એમ કરવાથી એ જીવો પરનો ભાર દૂર થવાથી દયા થાય છે. જયાં ગૃહસ્થાદિ જોતાં ન હોય તેવા પ્રચ્છન્ન સ્થાનમાં ત્રસકાય જીવોની રક્ષા માટે જો પ્રમાર્જના કરો છો; તો બહાર અપ્રચ્છન્ન સ્થાનમાં પણ જમીન પૂંજવી જોઈએ, કારણ કે એમાં પણ દયા પરિણામ તો એ જ રીતે જળવાઈ રહે છે. અર્થાતુ પ્રચ્છન્ન અને અપ્રચ્છન્ન બંને સ્થાનમાં દયાની જાળવણી એક સરખી છે તો ક્રિયાભેદ શા માટે? ચારિત્ર અંગે યથાણંદની આવી પ્રરૂપણા હોય છે. ગતિ અંગે પણ આગળ બતાવાશે એવી જાણવી. વળી આ પ્રરૂપણા અનુપાતિની તથા અનનુપાતિની હોય છે. (૩) એ બેનું સ્વરૂપ કહે છે - તે યથાવૃંદ જે બોલતી વખતે “ખરેખર, આ તો યુક્તિસંગત બોલે છે.” એવું લાગે તે અનુપાતી પ્રરૂપણા જાણવી, જેમ કે મુહપત્તિને જ પૂંજણી તરીકે વાપરવી જોઈએ વગેરે... તેમજ જેનું કથન સૂત્રવિરુદ્ધ લાગે તે અનનુપાતી જાણવી, જેમ કે “ચોલપટ્ટો જ પલ્લા તરીકે વાપરવો.” આવું કરવામાં આવે તો જૂ વગેરે ભિક્ષામાં પડવાનો સંભવ હોઈ આ કથન સૂત્ર અને યુક્તિથી બાધિત હોવું જણાઈ જાય છે. અથવા યથાછંદની આ સર્વ વાતો અગીતાર્થની અપેક્ષાએ અનુપાતી અને ગીતાર્થની અપેક્ષાએ અનનુપાતી જાણવી. (૪)
વળી યથાછંદની આ પણ બીજી પ્રરૂપણા હોય છે - સાગારિક એટલે શય્યાતર. તેને અંગે કહે છે