________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૬ शासनमालिन्यनिमित्तप्रवृत्तिश्च निह्नवानामिव यथाछन्दादीनामप्यविशिष्टेति कोऽयं पक्षपातः यदुत निह्नवानामनन्तसंसारनियम एव, यथाछन्दादीनां त्वनियम? इति, अनाभोगेनापि विषयविशेषद्रोहस्य विषमविपाकहेतुत्वाद्, अनियतोत्सूत्रभाषणस्य निःशङ्कताऽभिव्यञ्जकतया सुतरां तथाभावात् । यथा ह्याभोगेनोत्सूत्रभाषिणां रागद्वेषोत्कर्षादतिसंक्लेशस्तथाऽनाभोगेनोत्सूत्रभाषिणामप्यप्रज्ञापनीयानां मोहोत्कर्षादयं भवन्ननिवारित एव । अत एव तेषां भावशुद्धिरप्यप्रमाणम्, मार्गाનનુસારિવાત્, તેવુ મષ્ટ પ્રસ્૫-(૨૨/૨-૨-૩)
भावशुद्धिरपि ज्ञेया यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियाऽत्यर्थं न पुनः स्वाग्रहात्मिका ।। रागो द्वेषश्च मोहश्च भावमालिन्यहेतवः । एतदुत्कर्षतो ज्ञेयो हन्तोत्कर्षोऽस्य तत्त्वतः ।। तथोत्कृष्टे च सत्यस्मिन् शुद्धिर्वै शब्दमात्रकम् । स्वबुद्धिकल्पनाशिल्पनिर्मितं नार्थवद् भवेत् ।। इति ।। किञ्च – पार्श्वस्थादीनां नियतोत्सूत्रमप्युद्युक्तविहारिणामपवादलक्षणं द्वितीयबालतानियामकम
૨૨
-
શાસન માલિન્યનું નિમિત્ત બનનાર પ્રવૃત્તિ તો કર્યા જ કરે છે. તો આ કેવો પક્ષપાત કે ‘નિહ્નવો નિયમા અનંતસંસારી જ હોય અને યથાછંદો નહિ !' આવો પક્ષપાત યોગ્ય નથી, કેમ કે શાસનરૂપ વિષયવિશેષ અંગેનો અનાભોગથી થયેલ પણ મલિનતારૂપ દ્રોહ જો અનંતસંસારાદિ રૂપ વિષમવિપાકનો હેતુ બને છે તો સામાચારી આદિ અંગેનાં વિધાનો પ્રત્યે ડગલે ને પગલે સામા પડી વાતવાતમાં જુદાં જુદાં ઉત્સૂત્રો બાફે રાખવાં એ તો તેવું બોલનારને ઉત્સૂત્રભાષણની કોઈ સૂગ=ભય છે જ નહિ એનું સૂચક હોઈ અવશ્ય વિષમવિપાકનો હેતુ બને જ ને ! જેમ જાણી જોઈને ઉત્સૂત્ર બોલનારને રાગદ્વેષના ઉત્કર્ષના કારણે અતિસંક્લેશ હોય છે તેમ અનાભોગથી ઉત્સૂત્ર બોલનાર અપ્રજ્ઞાપનીય (પકડેલું તૂત ગમે એટલું સમજાવવા છતાં ન છોડે એવા જક્કી) જીવને પણ મોહ (મૂઢતા)ના ઉત્કર્ષના કારણે અતિસંક્લેશ થાય જ છે. તે કોઈના અટકાવ્યો અટકતો નથી. માટે તેઓને પણ અનંત સંસાર થાય છે. તેથી તેઓની બહારથી દેખાતી ભાવશુદ્ધિ પણ માર્ગને અનુસરનારી ન હોઈ અપ્રમાણ હોય છે. અષ્ટકપ્રકરણમાં કહ્યું છે કે – “એ શુદ્ધિ જ ભાવશુદ્ધિ છે જે માર્ગાનુસારી હોય અને આગમોક્ત પદાર્થને સ્વીકારવાની તૈયારીવાળી હોય, નહિ કે જે સ્વકીય આગ્રહવાળી હોય.રાગ, દ્વેષ અને મોહ ભાવની મલિનતાના હેતુ છે. આ ત્રણના ઉત્કર્ષથી સ્વઆગ્રહ વગેરે રૂપ ભાવમાલિન્યનો ઉત્કર્ષ થાય છે. એ રીતે ભાવમાલિન્યનો ઉત્કર્ષ હોતે છતે શુદ્ધિ તો માત્ર કહેવાની જ રહે છે, કેમ કે પ્રમાણને નહિ અનુસરનારી સ્વબુદ્ધિથી માલિન્યની હાજરીમાં પણ શુદ્ધિ માનવાની કરેલી કલ્પના રૂપ શિલ્પથી રચેલ ‘અમે પણ શુદ્ધિવાળા છીએ' એવા વચનો અર્થયુક્તયથાર્થ બનતા નથી.” આમ અનિયતઉત્સૂત્ર પણ અનંતસંસારનું કારણ બનતું હોઈ ‘નિયત ઉત્સૂત્ર’ને તેનું અનુગત કારણ માનવું યોગ્ય નથી.
(યથાછંદાદિમાં પણ નિયત ઉત્સૂત્ર વિદ્યમાન)
વળી પાસસ્થા, યથાછંદ વગેરેમાં પણ નિયત ઉત્સૂત્ર તો હોય જ છે. તેઓ ઉઘુક્તવિહારી સુવિહિત