________________
અનંતસંસારિત્વનિયમવિચાર
૨૩
–
स्त्येव । यदाचारसूत्रे-सीलमंता उवसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बितिया मन्दस्स बालया । णि अट्टमाणा वेगे आयारगोयरमाइक्खंति नाणभट्ठो दंसणलूसिणोत्ति ।।
एतद्वृत्तिर्यथां शीलमष्टादशशीलाङ्गसहस्रसंख्यं, यदि वा महाव्रतसमाधानं पञ्चेन्द्रियजयः कषायनिग्रहस्त्रिगुप्तिगुप्तता चेत्येतच्छीलं विद्यते येषां ते शीलवन्तः । तथोपशान्ताः कषायोपशमाद् अत्र शीलवद्ग्रहणेनैव गतार्थत्वात् ‘उपशान्ताः' इत्येतद्विशेषणं कषायनिग्रहप्राधान्यख्यापनार्थम् । सम्यक् ख्याप्यते = प्रकाश्यतेऽनयेति संख्या=प्रज्ञा, तया रीयमाणाः संयमानुष्ठानेन पराक्रममाणाः, कस्यचिद्विश्रान्तभागधेयतया 'अशीला एते' इत्येवमनुवदतो अनु = पश्चाद् वदतः पृष्ठतोऽपवदतः अन्येन वा मिथ्यादृष्ट्यादिना कुशीलाः इत्येवमुक्तेऽनुवदतः पार्श्वस्थादेर्द्वितीयैषा मन्दस्य = अज्ञस्य बालता = मूर्खता । एकं तावत्स्वतश्चारित्रापगमः पुनरपरानुद्युक्तविहारिणोऽपवदतीत्येषा द्वितीया बालता । यदि वा 'शीलवन्त एते, उपशान्ता वा' इत्येवमन्येनाभिहिते 'क्वैषां प्रचुरोपकरणानां शीलवत्तोपशान्तता वा' इत्येवमनुवदतो हीनाचारस्य द्वितीया बालता भवतीति । अपरे तु वीर्यान्तरायोदयात्स्वतोऽ
સાધુઓની જે નિંદા કરે છે કે જેને શાસ્ત્રોમાં તેઓની દ્વિતીય બાલતાનું નિયામક કહ્યું છે તે જ તેઓનું નિયત ઉત્સૂત્ર છે. કેમકે નિહ્નવે જેમ ખોટું બોલવાની ચોક્કસ વાત પકડેલી હોય છે તેમ દ્વિતીય બાલતાવાળા પાસસ્થા વગેરેએ પણ સુવિહિતસાધુઓની ખોટી નિંદા કર્યા કરવાની ચોક્કસ વાત પકડેલી જ હોય છે. શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે - ‘શીલવાન્, ઉપશાન્ત, પ્રજ્ઞાથી પરાક્રમ કરતાં એવા સાધુઓની પાછળ ‘આ લોકો કુશીલ છે' એવું બોલતાં પાર્શ્વસ્થાદિની આ બીજી બાલતા છે. સંયમથી નિવૃત્ત થતા કેટલાક યથાસ્થિત આચારોને જણાવે છે. પણ જેઓ એ જણાવતા નથી તેઓ જ્ઞાનભ્રષ્ટ અને સ્વ-પરના દર્શનના લોપક બને છે” આ સૂત્રની વ્યાખ્યા આવી છે-અઢાર હજાર શીલાંગરૂપ કે મહાવ્રતપાલન-પાંચ ઇન્દ્રિયોનો જય-કષાયનિગ્રહ અને ત્રિગુપ્તિયુક્તતારૂપ શીલવાળા સાધુઓ તે શીલવાન્. તેઓ જ, કષાયોનો ઉપશમ કર્યો હોવાથી ‘ઉપશાન્ત’ છે. આમ તો ‘શીલવા’ શબ્દથી જ ઉપશાન્તતા જણાઈ જાય છે, છતાં કષાયનિગ્રહની મુખ્યતા જણાવવા આ વિશેષણ પૃથક્ મૂક્યું છે. જેનાથી પદાર્થો સારી રીતે વિખ્યાત=પ્રકાશિત થાય –જણાવાય તે સંખ્યા એટલે કે પ્રજ્ઞા. આ પ્રજ્ઞાથી રીયમાણ=સંયમ અનુષ્ઠાનોમાં પરાક્રમ ફોરવનાર સાધુઓને ઉદ્દેશીને; ભાગ્ય ફૂટી ગયું હોવાના કારણે, ‘આ લોકો અશીલ છે’ આ રીતે પીઠ પાછળ નિંદા કરનાર અથવા કોઈક મિથ્યાદષ્ટિ વગેરેએ ‘આ લોકો કુશીલ છે’ ઇત્યાદિ બોલ્યે છતે તેનો જ અનુવાદ થાય એવું બોલનાર મંદ=અજ્ઞ પાર્શ્વસ્થાદિની આ બીજી બાલતા=મૂર્ખતા છે. પોતે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે એ તો એક મૂર્ખતા છે જ અને ઉપરથી બીજા ઉઘુક્તવિહારી સાધુઓની નિંદા કરે છે તેથી એ તેઓની બીજી મૂર્ખતા છે. અથવા સુવિહિતસાધુઓ અંગે “આ સાધુઓ શીલવાન્ છે અથવા ઉપશાન્ત છે’” ઇત્યાદિ કોઈ કહે ત્યારે “આટલી બધી ઉપધિ રાખનાર આ સાધુઓમાં શીલવત્તા કે ઉપશાન્તતા ક્યાંથી હોય ?’’ એમ બોલનાર હીનઆચારવાળા પાર્શ્વસ્થાદિની આ બીજી મૂર્ખતા છે. જ્યારે બીજા કેટલાક હીનઆચારવાળા જીવો વીર્યાન્તરાયકર્મોદયના કારણે પોતે