________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬ विनाऽपि मैथुनप्रतिसेवाद्युन्मार्गसमाचरण-तद्वन्दनादिनाऽप्यनन्तसंसारार्जनेन व्यभिचारात् । न चोत्सूत्रभाषणजन्येऽनन्तसंसारार्जने नियतोत्सूत्रभाषणस्यैव हेतुत्वान्न दोषः, तादृशकार्यकारणभावबोधकनियतसूत्रानुपलम्भाद्, 'उस्सुत्तभासगाणं बोहीणासो अणंतसंसारो' इत्यादिवचनानां सामान्यत एव कार्यकारणभावग्राहकत्वाद्, उत्तरकालं तत्र नियतत्वाख्यो विशेषः कल्प्यते इति चेद् ? नैतदेवम्, तथा सति यथाछन्दस्य कस्याप्यनन्तसंसारानुपपत्तिप्रसक्तेः, तस्य त्वदभिप्रायेणापरापरभावेन गृहीतमुक्तोत्सूत्रस्य नियतोत्सूत्रभाषित्वाभावात् । तथा च -
सव्वप्पवयणसारं मूलं संसारदुःखमुक्खस्स । संमत्तं मइलित्ता ते दुग्गइवढया हुंति ।।
इत्यादिभाष्यवचनविरोधः । अथ यथाछन्दस्यापि यस्यानन्तसंसारार्जनं तस्य क्लिष्टाध्यवसायविशेषादेव, उन्मार्गपतितस्य निह्नवस्य तु नियतोत्सूत्रभाषणादेवेति न दोष इति चेद् ? न, एवं
વિના પણ મૈથુનપ્રતિસેવા વગેરે રૂપ ઉન્માર્ગ સમાચરણ વડે અને તેવું કરનારાઓને વંદનાદિ કરવા વડે પણ અનંતસંસાર વધતો હોઈ વ્યતિરેક વ્યભિચાર છે. - “અમે સામાન્યથી અનંત સંસાર પ્રત્યે નિયતોસૂત્રભાષણને કારણ નથી કહેતાં પણ તૃણારણિમણિન્યાય મુજબ ઉસૂત્રભાષણજન્ય અનંતસંસાર પ્રત્યે જ કહીએ છીએ. તેથી વ્યતિરેક વ્યભિચાર દોષ રહેતો નથી, કેમ કે ત્યાં તો નિયતસૂત્રભાષણરૂપ કારણ જેમ નથી તેમ ઉસૂત્રભાષણજન્ય અનંતસંસારરૂપ કાર્ય પણ નથી જ.” – એવું કહેવું નહિ, કારણ કે એવો વિશેષ કાર્ય-કારણ ભાવ જણાવનાર કોઈ નિયત સૂત્ર દેખાતું નથી. “ઉસૂત્રભાષકોને બોધિનાશ અને અનંતસંસાર થાય છે.” ઇત્યાદિ વચનો તો સામાન્ય કાર્ય-કારણભાવને જ જણાવે છે.
શંકાઃ પહેલાં તો એવા સામાન્ય કાર્યકારણભાવનું ગ્રહણ થાય છે. પણ પછી “કોઈક ઉસૂત્રભાષીનો સંસાર સંખ્યાતાદિ જ હોય છે.” એવા શાસ્ત્રવચનથી જે અન્વયવ્યભિચાર દોષ જણાય છે તેનું વારણ કરવા “ઉસૂત્રભાષકનું નિયત” એવું વિશેષણ કલ્પવામાં આવે છે જેનાથી તાદશ કાર્યકારણભાવ નિશ્ચિત થાય છે.
સમાધાનઃ એ કલ્પવું યુક્ત નથી, કારણ કે તો પછી કોઈ પણ યથાછંદને અનંતસંસાર થવો અસંગત જ થઈ જશે, કેમ કે તમારા અભિપ્રાય પ્રમાણે જુદા જુદા ઉસૂત્રનું ગ્રહણ કરી કરીને છોડી દેનારો તે નિયતોસૂત્રભાષી હોતો નથી. અને તેથી “સર્વપ્રવચનના સારભૂત અને સંસારદુઃખમાંથી છૂટકારાના કારણભૂત સમ્યકત્વને મલિન કરીને તેઓ દુર્ગતિવર્ધક થાય છે” એવા ભાષ્યવચનનો વિરોધ થશે.
શંકાઃ જે કોઈ યથાછંદને અનંતસંસારપ્રાપ્તિ થઈ હોય તે (ઉસૂત્રભાષણથી થયેલી હોતી નથી કિન્ત) ક્લિષ્ટ અધ્યવસાયવિશેષથી જ થયેલી હોય છે, જયારે ઉન્માર્ગપતિત નિવને તો નિયત १. उत्सूत्रभाषकानां बोधिनाशोऽनन्तसंसारः । २. सर्वप्रवचनसारं मूलं संसारदुःखमोक्षस्य । सम्यक्त्वं मलिनयित्वा ते दुर्गतिवर्द्धका भवन्ति ।