________________
૧
૭
અનંતસંસારિત્વનિયમવિચાર युक्तिकौशलम् ! यदुक्तवचनबलात्तीर्थोच्छेदाभिप्रायवतां निह्नवानामनन्तसंसारनियमसिद्धौ पदविशेषतात्पर्यग्रहः, तस्मिंश्च सति तत्सिद्धिरित्यन्योन्याश्रयदोषमापतन्तं न वीक्षसे । संप्रदायादीदृशोऽर्थो गृहीत इति न दोष इति चेद्? न, संप्रदायादध्यवसायं प्रतीत्य निह्नवानामपि संख्यातादिभेदभिन्नस्यैव संसारस्य सिद्धत्वाद्, उन्मार्गमार्गसंप्रस्थितानां तीव्राध्यवसायानामेव ग्रहणे बाहुल्याभिप्रायेण वा व्याख्याने दोषाभावाद् । न चेदेवं तदा 'वयमेव सृष्टिस्थित्यादिकारिणः' इत्याधुપડતા અન્યોન્યાશ્રય દોષને જોઈ શકતા નથી. તે દોષ આ રીતે આવે છે - તીર્થોચ્છેદ અભિપ્રાયવાળા નિદ્વવોને જ અનંત સંસાર હોવાનો નિયમ જણાવનાર બીજું તો કોઈ શાસ્ત્રવચન મળતું ન હોવાથી ઉક્તવચન પરથી જ તે નિયમ તારવવો પડે છે. એવો નિયમ તારવાય તો એ વચનમાં “ઉન્માર્ગ....' પદથી “તીર્થોચ્છેદ અભિપ્રાયવાળા જ જીવો લેવાના છે એવું તાત્પર્ય પકડી શકાય છે. વળી જ્યાં સુધી આવું તાત્પર્ય પકડાતું નથી ત્યાં સુધી ‘ઉન્માર્ગ...' પદથી તીર્થોચ્છેદાભિપ્રાયવાળા જીવોનું જ ગ્રહણ કરવાનું છે એવું જાણી શકાતું ન હોવાથી એવો નિયમ તારવી શકાતો નથી. આમ નિયમ સિદ્ધ થાય તો તાત્પર્ય પકડાય અને તાત્પર્ય પકડાય તો નિયમ સિદ્ધ થાય માટે અન્યોન્યાશ્રય દોષ છે.
શંકાઃ અમે કંઈ નિયમ સિદ્ધ કર્યા પછી તેના પરથી જ એવું તાત્પર્ય પકડીએ છીએ એવું નથી, કિન્તુ સંપ્રદાય-ગુરુપરંપરાથી જ આવું તાત્પર્ય તો પકડી લીધું છે કે અહીં “ઉન્માર્ગ...'પદનો તીર્થોચ્છેદાભિપ્રાયવાળા જીવો એવો જ અર્થ લેવાનો છે અને એ અર્થ લઈને પછી ઉપરોક્ત નિયમ તારવીએ છીએ. તેથી અન્યોન્યાશ્રય દોષ નથી.
સમાધાનઃ આ પણ અયુક્ત છે, કેમ કે સંપ્રદાયથી તો નિદ્વવોને પણ અધ્યવસાયને અનુસરીને સંખ્યાત-અસંખ્યાત વગેરે સંસાર હોવો જ જણાય છે. અર્થાત્ તમે કહો છો એવું તાત્પર્ય જો સંપ્રદાયથી જણાતું હોય તો તો બધા નિતવોને અનંતસંસાર જ હોવો પણ ફલિત થઈ જ જાય જે બાધિત છે, કેમ કે તેઓને સંખ્યાતાદિ સંસાર હોવો પણ સંપ્રદાય જ કહે છે. -“ગચ્છાચાર પ્રકીર્ણકના ઉક્ત વચનના ઉક્તપદનું ઉક્ત તાત્પર્ય લઈ ઉક્ત નિયમ જો તારવવાનો ન હોય અને “ઉન્માર્ગ..' પદનો સીધેસીધો જ અર્થ લઈ એ વચનની વ્યાખ્યા કરી ઉન્માર્ગગામી સન્માર્ગનાશક સાધુ અનંતસંસારી હોય છે એવો નિયમ જ તારવવાનો હોય તો એ પણ યુક્ત તો નથી જ, કેમકે એ નિયમ પણ નિદ્વવાદિને સંખ્યાતાદિસંસાર પણ હોવાના સંપ્રદાયથી બાધિત જ છે. તેથી તમે એ વચનની કઈ વ્યાખ્યા કરશો? કે જેથી કોઈ દોષ ન આવે” –એવા પ્રશ્નને મનમાં રાખીને વૃત્તિકાર જવાબ આપે છે કે ઉક્તવચનમાં તીવ્ર અધ્યવસાયવાળા જ ઉન્માર્ગમાર્ગપ્રસ્થિતજીવોનું ગ્રહણ છે જેઓને સંપ્રદાય પણ અનંત સંસાર જ હોવાનું કહે છે અથવા તો એ વચન બહુલતાએ જાણવું, અર્થાત્ ઉન્માર્ગમાર્ગસંપ્રસ્થિત સન્માર્ગનાશક મોટાભાગના જીવો અનંત સંસારી હોય છે, કોઈક નથી પણ હોતા, આ રીતની વ્યાખ્યા કરવાથી કોઈ દોષ નથી. વળી જો વસ્તુતઃ પણ આવું ન જ હોય તો “અમે જ સર્જન-સ્થિતિ વગેરે કરનારા છીએ” ઇત્યાદિ ઉત્સુત્ર બોલનાર અને