________________
પરીક્ષકનું સ્વરૂપ <
प्रेक्षावत्प्रवृत्त्युपयोगिविषयाभिधानप्रतिज्ञेयम् । प्रयोजनादयस्तु सामर्थ्यगम्याः, धर्मप्रतिपादक ग्रन्थस्य धर्मशास्त्रप्रयोजनादिभिरेव प्रयोजनादिमत्त्वादिति । किंभूतं धर्मपरीक्षाविधिम् ? गुरुपरिपाटीशुद्धम्=अविच्छिन्नपूर्वाचार्यपरम्परावचनानुसरणपवित्रम्, तथा आगमयुक्तिभ्यां-सिद्धान्ततर्काभ्यामविरुद्धं=अबाधितार्थम् । एतेनाभिनिवेशमूलकस्वकपोलकल्पनाऽऽशङ्का परिहृता भव । इयं हि ज्ञानांशदुर्विदग्धानामैहिकार्थमात्रलुब्धानां महतेऽनर्थाय । यावानेव ह्यर्थः सुविनिश्चितस्तावानेवानेन निरूपणीयः, न तु कल्पनामात्रेण यत्तदसंबद्धप्रलापो विधेय इति मध्यस्थाः, अत एव चिरप्ररूढमप्यर्थं कल्पनादोषभीरवो नाहत्य दूषयन्ति गीतार्थाः । तदुक्तं धर्मरत्नप्रकरणे (९९) जं चण सुत्ते विहियं ण य पडिसिद्धं जणंमि चिररूढं । समइविगप्पिअदोसा तं पि ण दूसंति गीयत्था ।। ततश्च माध्यस्थ्यमेव धर्मपरीक्षायां प्रकृष्टं कारणमिति फलितम् ।।१।।
-
ખરેખર આવો (જેવો સ્વીકારાયો છે તેવો ) છે કે નહીં? એવો વિશેષ નિર્ણય કરવાની રીત (તેને કહીશ). આનાથી બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ થવામાં ઉપયોગી એવી વિષયકથનરૂપ પ્રતિજ્ઞા સૂચવી. પ્રયોજન-સંબંધ-અધિકારી વગેરે સામર્થ્યગમ્ય છે. અર્થાત્ આગમાદિ ધર્મશાસ્ત્રના જે શિષ્યાનુગ્રહપદાર્થબોધ-મોક્ષ વગેરે પ્રયોજનાદિ હોય તે જ આના પણ જાણી લેવા, કેમ કે તે શાસ્ત્રના વિષયભૂત ધર્મનું જ આ ગ્રન્થ પણ પ્રતિપાદન કરે છે. વળી આ ધર્મપરીક્ષાવિધિ પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પરંપરાને અનુસરનારી હોઈ પવિત્ર છે તેમજ આગમ અને યુક્તિઓથી બાધિત ન થાય તેવા અર્થોને કહેનાર છે. તેથી આને વિશે કોઈએ “આ માત્ર કદાગ્રહમૂલક સ્વકલ્પનાના તરંગરૂપ હોઈ અનાદરણીય છે.” એવી શંકા કરવી નહિ. આવી સ્વકપોલકલ્પના જ્ઞાનના અંશમાત્રથી જાતને પંડિત માનનારા અને યશ વગેરે માત્ર ઐહિક ચીજોમાં લુબ્ધ એવા જીવોને મહા અનર્થ કરનાર બને છે. તેથી જેટલા પદાર્થો સુવિનિશ્ચિત હોય તેટલાની જ આ પરીક્ષાવિધિથી નિર્ણયાત્મક પ્રરૂપણા કરવી જોઈએ, કલ્પનામાત્રથી જે તે અસંબદ્ધ વાતો ક૨વી જોઈએ નહિ એવું મધ્યસ્થો કહે છે (તેમજ આચરે છે). તેથી જ લાંબા કાળથી ચાલી આવતા ‘કૈવલીને દ્રવ્યહિંસાનો સંભવ' વગેરે રૂપ અર્થોને કલ્પનાપ્રયુક્ત અનર્થોથી ડ૨ના૨ા ગીતાર્થો જાણીને દોષિત ઠેરવતાં નથી. ધર્મરત્ન પ્રકરણ (૯૯)માં કહ્યું છે કે- “જેનું સૂત્રમાં વિધાન નથી તેમજ નિષેધ પણ નથી તેમજ ગીતાર્થજનોમાં જે ચિ૨રૂઢ છે તે અર્થોને પણ સ્વમતિથી કાલ્પનિક દોષોનું ઉદ્ભાવન કરીને ગીતાર્થો દોષિત કહેતાં નથી.’’ શ્લોકમાં રહેલ અપિ = પણ શબ્દથી શાસ્ત્રવિહિત વાતોનો સંગ્રહ જાણવો; અર્થાત્ તેને અને ઉક્તવિશેષણયુક્ત એવી શાસ્ત્રઅવિહિત વાતોને પણ ગીતાર્થો દોષિત કહેતા નથી. આમ અભિનિવેશમૂલક કલ્પના ધર્મપરીક્ષાને ઉન્માર્ગે ઘસડી જનારી હોઈ માધ્યસ્થ્ય જ ધર્મપરીક્ષાનું મુખ્ય કારણ હોવાનું ફલિત થાય છે. ॥૧॥
१. यच्च न सूत्रे विहितं न च प्रतिषिद्धं जने चिररूढम् । स्वमतिविकल्पितदोषास्तदपि न दूषयन्ति गीतार्थाः ॥