________________
૪
0
एतदेवाह
-
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૨
सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं । तस्स परिक्खामूलं मज्झत्थत्तं चिय जित्तं ।।२।। स धर्मो यो जीवं धारयति भवार्णवे निपतन्तम् । तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम् ।।२।।
‘સો થમ્મો'ત્તિ । भवार्णवे निपतन्तं जीवं क्षमादिगुणोपष्टम्भदानेन धारयति स धर्मो भगवत्प्रणीतः श्रुतचारित्रलक्षणः । तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम्, अज्ञातविषये माध्यस्थ्यादेव हि गलितकुतर्कग्रहाणां धर्मवादेन तत्त्वोपलम्भप्रसिद्धेः । ननु सदसद्विषयं माध्यस्थ्यं प्रतिकूलमेव । तदुक्तं
-
सुनिश्चितं मत्सरिणो जनस्य न नाथ ! मुद्रामतिशेरते ते ।
माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचे च समानुबन्धाः ।। (अयोगव्य. द्वा. २७) इति कथं तद् भवद्भिः परीक्षाऽनुकूलमुच्यत ? इति चेत् ? सत्यं प्रतीयमानस्फुटातिशयशालि
આ જ વાતને ગ્રન્થકાર જણાવે છે :
(પરીક્ષાનું મૂળ માધ્યસ્થ્ય)
ગાથાર્થ : ભવસમુદ્રમાં પડતા જીવને જે ધારી રાખે છે તે ધર્મ છે. મધ્યસ્થતાને જ તેની પરીક્ષાનું મુખ્ય કારણ શ્રીજિનેશ્વરોએ કહી છે.
જ
ભવસમુદ્રમાં પડતા જીવને જે ક્ષમાદિ ગુણ રૂપ ટેકો આપીને બચાવે છે તે ભગવત્પ્રણીત શ્રુતચારિત્ર સ્વરૂપ ધર્મ છે. શ્રી જિનેશ્વરોએ મધ્યસ્થત્વને જ તેની પરીક્ષાનું કારણ કહ્યું છે. અર્થાત્ પરીક્ષાના પરીક્ષક રૂપ મુખ્ય કારણ તે જ બને છે, જેનામાં માધ્યસ્થ્યરૂપ યોગ્યતા રહી હોય. માધ્યસ્થ્યથી જ જેઓના અજ્ઞાત વિષય અંગેના કૃતર્કો દૂર થઈ ગયા છે તેઓ જ જલ્પ અને વિતંડાથી ભિન્ન અને તત્ત્વજિજ્ઞાસુઓની ચર્ચાસ્વરૂપ એવા ધર્મવાદથી તત્ત્વને જાણી શકે છે. (જ્યાં સુધી કુતર્ક-કદાગ્રહ પકડાએલા હોય છે ત્યાં સુધી તત્ત્વની સિદ્ધિની ઇચ્છા કરતાં સ્વઅભ્યપગતસિદ્ધિની ઇચ્છાનું જ જો૨ વધુ હોવાથી ચર્ચા ધર્મવાદરૂપ બનતી નથી અને તેથી તત્ત્વ હાથમાં આવી શકતું નથી.)
શંકા : સારી અને નરસી બંને ચીજ અંગે સમાનભાવ રાખવા રૂપ માધ્યસ્થ્ય તો પરીક્ષા માટે પ્રતિકૂલ જ છે. કેમકે ઊંચી ચીજને પણ નીચી ચીજ સમાન જ ગણવાનો આગ્રહ એ પણ એક જાતનો કદાગ્રહ જ હોઈ ઊંચી ચીજની વાસ્તવિકતા ઊંચતાને જાણવા દેતો નથી તો તમે કેમ એને પરીક્ષાનુકૂલ કહો છો ? અયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા (૨૭)માં કહ્યું પણ છે કે “હે નાથ ! એ વાત સુનિશ્ચિત છે કે જે પરીક્ષકો માધ્યસ્થ્યની ધજા પકડીને મણિસમાન જૈનધર્મ અને કાચસમાન ઇતરધર્મ અંગે “બધા ધર્મો