________________
અનંતસંસારિત્વનિયમવિચાર
परपक्षपतितस्य तून्मार्गाश्रयणान्नियमेनानन्तसंसारित्व'मिति, सा=विशेषोक्तिः निश्रिता=पक्षपातगर्भा, इति तां सूत्रोत्तीर्णां = आगमबाधितां ब्रुवते मध्यस्थाः । आगमे ह्यविशेषेणैवान्यथावादिनामन्यथाकारिणां च महादोषः प्रदर्शितस्तत्कोऽयं विशेषो यत्परपक्षपतितस्यैवोत्सूत्रभाषिणोऽनन्तसंसारित्वनियमो न स्वपक्षपतितस्य यथाछन्दादेरिति ।।४।।
—
ननु ~ अस्त्ययं विशेषो यत्परपक्षगतस्योत्सूत्रभाषिणो 'वयमेव जैना अन्ये तु जैनाभासा' इत्येवं तीर्थोच्छेदाभिप्रायेण प्रवर्त्तमानस्य सन्मार्गनाशकत्वान्नियमेनानन्तसंसारित्वम्, स्वपक्षगतस्य तु व्यवहारतो मार्गपतितस्य नायमभिप्रायः संभवति, तत्कारणस्य जैनप्रवचनप्रतिपक्षभूतापरमार्गस्याङ्गीकारस्याभावाद् ~ इत्यत आह
तित्थुच्छेओ व्व मओ सुत्नुच्छेओवि हंदि उम्मग्गो । संसारो अ अणतो भयणिज्जो तत्थ भाववसा ।।५।।
-
સંસાર હોવાનો દોષ લાગતો નથી. જ્યારે પરપક્ષમાં રહેલાં દિગંબરાદિને તો તેઓએ ઉન્માર્ગનો આશ્રય કર્યો હોવાથી નિયમા અનંત સંસારરૂપ દોષ થાય છે.” તે કથન નિશ્રિત=પક્ષપાત ગર્ભિત વચનરૂપ બની જાય છે, કેમ કે મધ્યસ્થપણે બોલનાર મધ્યસ્થો તો કુલ વગેરેના પક્ષપાતાદિથી શૂન્ય હોય છે, જ્યારે આ તો પક્ષવિશેષનો આશ્રય કરીને બોલાયેલું છે. આમ આ વચન નિશ્રિત હોઈ મધ્યસ્થો તેને સૂત્રોત્તીર્ણ= આગમબાધિત કહે છે. કેમકે આગમમાં તો અન્યથાવાદી અને અન્યથાકારીઓને એકસરખી રીતે મહાનુકસાન દેખાડ્યું છે. તેથી તે કદાગ્રહી સ્વપક્ષ-પરપક્ષમાં રહેલા આ જીવોમાં કયો ભેદ જુએ છે કે જેથી ‘૫૨૫ક્ષપતિત ઉત્સૂત્રભાષી જ નિયમા અનંતસંસારી હોય, સ્વપક્ષપતિત યથાછંદાદિ નહિ” એવું કહેવા તે પ્રેરાય છે ? ॥૪॥
“અરે ! એવો ભેદ તો છે જ કે દિગંબરાદિ પર૫ક્ષગત ઉત્સૂત્રભાષીઓ ‘અમે જ ખરા જૈન છીએ, શેષ શ્વેતાંબરાદિ તો જૈનાભાસ છે' ઇત્યાદિ કહીને સ્થવિકલ્પ માર્ગરૂપ તીર્થનો ઉચ્છેદ કરી નાખવાના અભિપ્રાયથી પ્રવર્તતા હોવાથી સન્માર્ગનાશક હોય છે. જ્યારે સ્વપક્ષગત યથાછંદાદિ તેવા હોતા નથી કારણ કે તીર્થરૂપ શ્વેતાંબર માર્ગમાં વ્યવહારથી રહેલા તેઓને ઉક્ત અભિપ્રાય જ સંભવતો નથી. તે પણ એટલા માટે સંભવતો નથી કે જૈન પ્રવચનના પ્રતિપક્ષભૂત અપર માર્ગનો સ્વીકાર કે જે તેના કારણભૂત છે તે તેઓએ કર્યો હોતો નથી. માટે ૫૨૫ક્ષગતને જ નિયમા અનંત સંસાર હોય છે, યથાછંદાદિને નહિ. ટૂંકમાં તીર્થોચ્છેદનો અભિપ્રાય હોવા ન હોવા રૂપ ભેદ તેઓમાં હોય જ છે. તેથી ‘એવો કયો ભેદ જુએ છે ?...’ ઇત્યાદિ તમે કેમ કહો છો ? ” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે
(સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ)
ગાથાર્થ : તીર્થોચ્છેદની જેમ સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ તરીકે જ મધ્યસ્થોને માન્ય છે. તે બંનેમાં ભાવને અનુસરીને અનંત સંસાર ભજનાએ (વિકલ્પે) હોય છે.