________________
પરીક્ષકનું સ્વરૂપ परविप्रतिप्रत्तिविषयपक्षद्वयान्यतरनिर्धारणानुकूलव्यापाराभावलक्षणस्य माध्यस्थ्यस्य परीक्षाप्रतिकूलत्वेऽपि स्वाभ्युपगमहानिभयप्रयोजकदृष्टिरागाभावलक्षणस्य माध्यस्थ्यस्य तदनुकूलत्वात् ।।२।। अथ मध्यस्थः कीदृग्भवति? इति तल्लक्षणमाह -
मज्झत्थो अ अणिस्सियववहारी तस्स होइ गुणपक्खो । - णो कुलगणाइणिस्सा इय ववहारंमि सुपसिद्धं ।।३।। ___ मध्यस्थश्चानिश्रितव्यवहारी तस्य भवति गुणपक्षः ।
नो कुलगणादिनिश्रा इति व्यवहारे सुप्रसिद्धम् ।।३।। मध्यस्थश्चानिश्रितव्यवहारी स्यात्, उपलक्षणत्वादनुपश्रितव्यवहारी च। तत्र निश्रा रागः, उपश्रा च द्वेष इति रागद्वेषरहितशास्त्रप्रसिद्धाभाव्यानाभाव्यसाधुत्वासाधुत्वादिपरीक्षारूपव्यवहारकारीत्यर्थः। अत एव तस्य मध्यस्थस्य, गुणपक्षो='गुणा एवादरणीयाः' इत्यभ्युपगमो भवति, न तु कुलસરખા છે” ઇત્યાદિ સમાનભાવને ધારે છે તેઓ ખરેખર સદ્ધર્મ પર કે તારા પર માત્સર્ય રાખનારા લોકોથી જુદા નથી.”
સમાધાન : તમારી વાત સાચી છે. પણ સામે એવી બે વસ્તુઓ રહેલી હોય કે એમાંની એક ચઢિયાતી હોવી અને બીજી ઊતરતી હોવી સ્પષ્ટ છે. તેમાં એ વિશે કોઈને વિવાદ ઊભો થયો. એ વખતે “આપણે તો સમભાવવાળા છીએ” “આપણે મન બધી વસ્તુઓ સરખી છે' આવા અભિપ્રાયના કારણે ચઢિયાતી વસ્તુના ચઢિયાતાપણાને સિદ્ધ કરી આપનાર યુક્તિઓ ન લગાવવા રૂપ માધ્યચ્ય તો પરીક્ષાને પ્રતિકૂલ છે જ. તેમ છતાં પોતે જે પક્ષ=સિદ્ધાન્ત, સ્વીકારેલ હોય તે ઊડી જશે તો? એવો ભય પેદા કરનાર દૃષ્ટિરાગ ન હોવા રૂપ જે માધ્યચ્ય હોય છે તે તો પરીક્ષાને અનુકૂલ જ છે. ખોટી પકડ રૂપ આ દૃષ્ટિરાગ જો હાજર હોય તો એ અભ્યાગત અયુક્ત પક્ષની બાધક સાચી પણ દલીલોને મગજમાં જચવા જ ન દેતો હોઈ સત્ય નિર્ણય થવા દેતો નથી. એરા મધ્યસ્થ પરીક્ષક કેવો હોય? તેનું હવે લક્ષણ કહે છે –
(મધ્યસ્થ કેવો હોય?) ગાથાર્થ અને મધ્યસ્થ અનિશ્રિત વ્યવહારી હોય છે, તેને ગુણપક્ષપાત હોય છે તેમજ કુલ-ગણ વગેરેના પક્ષપાતરૂપ નિશ્રા હોતી નથી એવું વ્યવહારસૂત્રમાં કહ્યું છે.
અહીં અનિશ્ચિતવ્યવહારીના ઉપલક્ષણથી અનુપશ્રિત વ્યવહારી પણ જાણી લેવો. તેમાં નિશ્રા એટલે રાગ, અને ઉપશ્રા એટલે ષ. તેથી ફલિત એ થયું કે મધ્યસ્થ, રાગ-દ્વેષ રહિતપણે શાસ્ત્રમાં કહ્યા મુજબ આભાવ્ય-અનાભાવ્ય (પ્રાપ્ત થયેલ ઉપધિ-શિષ્ય વગેરેના કોણ અધિકારી (હકદાર) અને કોણ અનધિકારી), સાધુત્વ-અસાધુત્વ વગેરેની પરીક્ષારૂપ વ્યવહાર કરનાર હોય છે. આમ શાસ્ત્રમુજબ વ્યવહાર કરનારો હોવાથી જ એને “ગુણો જ આદરણીય છે.' ઇત્યાદિ રૂપ ગુણપક્ષપાત હોય છે. તેમજ પોતાના