________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫
तीर्थोच्छेद इव मतः सूत्रोच्छेदोऽपि हंदि उन्मार्गः ।
संसारश्चानन्तो भजनीयस्तत्र भाववशात् ।।५।। तित्थुच्छेओत्ति । तीर्थोच्छेद इव सूत्रोच्छेदोऽपि, हंदि इत्युपदर्शने, उन्मार्ग एव मतः, तथा चोन्मार्गपतितानामुत्सूत्रभाषणं यदि तीर्थोच्छेदाभिप्रायेणैवेति भवतो मतं तदोत्सूत्राचरणप्ररूपणप्रवणानां व्यवहारतो मार्गपतितानां यथाछन्दादीनामुत्सूत्रभाषणमपि सूत्रोच्छेदाभिप्रायेणैव स्याद्, विरुद्धमार्गाश्रयणस्येव सूत्रविरुद्धाश्रयणस्यापि मार्गोच्छेदकारणस्याविशेषात्। तथा च द्वयोरप्युन्मार्गः समान एव। संसारस्त्वनन्तस्तत्र भावविशेषाद् भजनीयः, अध्यवसायविशेषं प्रतीत्य संख्यातासंख्यातानन्तभेदभिन्नस्य तस्याहंदाद्याशातनाकृतामप्यभिधानात् । तथा च महानिशीथसूत्रं-जे णं तित्थकरादीणं महतिं आसायणं कुज्जा, से णं अज्झवसायं पडुच्च जाव णं अणंतसंसारिअत्तणं लभिज्जत्ति ।। इत्थं चोत्सूत्रभाषिणां नियमादनन्तः संसार इति नियमः परास्तः । किञ्च कालीदेवीप्रमुखाणां षष्ठाङ्गे-'अहाछंदा अहाछंदविहारिणी(उ)त्ति' पाठेन यथाछन्दत्वभणनादुत्सूत्रभाषित्वं सिद्धम्,
તીર્થોચ્છેદની જેમ સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ જ મનાયો છે. તેથી ઉન્માર્ગપતિતનું ઉસૂત્રભાષણ તીર્થોચ્છેદના અભિપ્રાયથી જ હોય છે એવું જો તમે માનતા હો તો તમારે આ પણ માનવું પડશે કે ઉસૂત્રનું આચરણ તેમજ પ્રરૂપણ કરવામાં તત્પર અને વ્યવહારથી માર્ગપતિત એવા યથાવૃંદાદિનું ઉસૂત્રભાષણ પણ સૂત્રોચ્છેદના અભિપ્રાયથી જ થાય છે. કેમકે વિરુદ્ધ માર્ગનો આશ્રય જેમ માર્ગોચ્છેદના કારણભૂત હોઈ તીર્થોચ્છેદ અભિપ્રાય કરાવે છે તેમ સૂત્રવિરુદ્ધનો આશ્રય પણ માર્ગોચ્છેદના કારણભૂત હોઈ સૂત્રોચ્છેદ અભિપ્રાયને ઊભો કરે જ છે. તેથી સ્વપક્ષગત-પરપક્ષગત બન્નેને ઉન્માર્ગ એકસરખો હોવાથી તમે તે બેમાં દેખાડેલ ભેદ અયુક્ત છે. “યથાવૃંદાદિ પણ આ રીતે જો પરપક્ષગત ઉસૂત્રભાષીને સમાન જ છે તો તેઓનો પણ નિયમા અનંત સંસાર સિદ્ધ થઈ જશે” ઇત્યાદિ ભ્રમ કોઈને થઈ જ ન જાય એ માટે ગ્રન્થકાર કહે છે કે તેઓને સ્વપક્ષગત-પરપક્ષગત બંને પ્રકારના ઉસૂત્રભાષી જીવોને સંસાર અનંત જ હોય એવો નિયમ નથી; કિન્તુ અધ્યવસાયને આશ્રીને તેમાં ભજના છે. કેમકે શ્રી અરિહંત વગેરેની આશાતના કરનારા વિરોધકોને પણ અધ્યવસાય વિશેષને આશ્રીને સંસાર સંખ્યાત-અસંખ્યાત કે અનંતકાળ હોવાનો કહ્યો છે. જેમ કે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે “જે તીર્થકરાદિની મોટી આશાતના કરે છે તે અધ્યવસાયને આશ્રયીને સંખ્યાત-અસંખ્યાત કે યાવત્ અનંતકાળ માટે સંસારિકપણું પામે છે.” આમ ઉસૂત્રભાષીઓને નિયમો અનંત સંસાર હોવાનો નિયમ નિરસ્ત થયો. વળી છઠ્ઠા જ્ઞાતધર્મકથા અંગમાં કાલીદેવી વગેરેને તે યથાણંદ વિહરનારી હોઈ - યથાશૃંદા હોવી જે કહી છે એનાથી १. यस्तीर्थकरादीनां महतीमाशातनां कुर्यात्, स अध्यवसायं प्रतीत्य यावदनन्तसंसारिकत्वं लभेत् ॥ ૨. થાઇન્તા યથાઇવિહારિળી ત [જ્ઞાતાધર્મથીજ ૨-૨-૧]