________________
ગર્ભિત રીતે ગ્રંથકારે એ પણ સૂચન કરી દીધું છે કે “કોઈ વ્યાખ્યાતા વારે-તહેવારે શાસ્ત્રને જ આગળ કરીને વાત કરતો હોય તો પણ એટલા માત્રથી પ્રાજ્ઞ પુરુષે એમાં અંજાઈ જવાની કે વાતને બેધડક સાચી માની લેવાની જરૂર નથી. શાસ્ત્રને આગળ કરનારાઓ પણ પોતાના કુતકના જોરે અશાસ્ત્રીય બાબતોને શાસ્ત્રીય બાબતો તરીકે ફેલાવી શકે છે.”
જડબાતોડ તકના અને પ્રચંડ બુદ્ધિપ્રતિભાના સ્વામી હોવા છતાં શાસ્ત્રો પ્રત્યે અને શાસ્ત્રકારોની પ્રણાલિકા પ્રત્યે ગ્રંથકારની જે વફાદારી છે તે જાણીને તેમજ હૈયા સોસરવી ઊતરી જાય એવી દલીલોથી સ્વાભિપ્રેત વાતોનું સમર્થન કરી શકતા હોવા છતાં તેઓ શ્રીમદ્દની જે પાપભીરુતા છે તે જાણીને હૈયું ગદ્ગદ્ થઈ જાય છે. “પરંતુ સકળ ગીતાર્થ ભગવંતોને અન્ય વ્યાખ્યા સંમત હોય તો અમારો આગ્રહ નથી.” “આમાં બહુશ્રુતો કહે એ જ પ્રમાણે છે ” િશુ યવનવીના : “અમારી માન્યતામાં અમારે અભિનિવેશ નથી. તેમ છતાં એમ કહીએ છીએ કે શ્રી જિનમતને અન્યથા સિદ્ધ કરી શકાતું નથી” “આમાં બીજો જ કોઈ સુંદર અભિપ્રાય હશે” આવા બધા વચનો ગ્રંથકારની પાપભીરુતાનું સૂચન કરે છે. અને એ જણાવે છે કે ગ્રંથકારે શાસ્ત્રના નામે અભિનિવેશનું પોષણ લેશમાત્ર કર્યું નથી.
પ્રસ્તુત ધર્મપરીક્ષા ગ્રંથ પૂર્વે પુસ્તકાકારે તેમજ પ્રતાકારે મુદ્રિત થયેલ છે. પણ એ બન્નેમાં ઘણી અશુદ્ધિઓ રહી જવા પામેલ છે. પ્રતને અનુસરીને ભાવાનુવાદ કર્યો છે. જ્યાં જ્યાં અર્થ બેસતો ન લાગ્યો તેવા સ્થળે સંવેગી ઉપાશ્રયની(હાજા પટેલની પોળ, અમદાવાદ) હસ્તલિખિત પ્રતમાંથી શુદ્ધપાઠ મેળવવા પ્રયાસ કર્યો છે. ઘણે સ્થળે એવો શુદ્ધ પાઠ મળ્યો છે. ક્યાંક ક્યાંક નથી મળ્યો, ત્યાં જેનો અર્થ સંગત લાગ્યો તેવા પાઠની કલ્પના કરી કૌસમાં એવો પાઠ સૂચવ્યો છે, અને એને અનુસરીને અર્થ કર્યો છે. સંવેગી ઉપાશ્રયની એ હસ્તલિખિત પ્રતમાં બે સ્થાને હાંસિયામાં ઉપા. મહારાજે પાછળથી ઉમેર્યા હોય એવા બે પાઠો મળી આવ્યા છે જે પાઠો અન્ય પ્રાપ્ત થયેલ ત્રણ હસ્તલિખિત પ્રતોમાં કે પૂર્વમુદ્રિત પુસ્તક/પ્રતમાં જોવા મળ્યા નથી. પ્રસ્તુત પુસ્તકમાં એ બે પાઠોનો પણ સમાવેશ કરી દીધો છે. સંવેગી ઉપાશ્રયની એ હસ્તલિખિત પ્રતમાંથી ઉપદેશપદનો પણ સુસંગત અર્થવાળો શુદ્ધ પાઠ મળી આવ્યો છે જેનો ટીપ્પણમાં ઉલ્લેખ કર્યો છે (જુઓ પૃ. ૮૫, ભાગ-૨). એમપંચાશક(૨-૪૪) ની વૃત્તિમાં પણ પતાવનાત્રસાધ્ય' એવો જે પાઠ મળે છે એના સ્થાને વધુ સુસંગત એવો “પતાવનામાત્રાડસાધ્ય' એવો શુદ્ધ પાઠ એ હ. લિ. પ્રતમાંથી મળ્યો છે(જુઓ પૃ. ૧૮૪, ભાગ-૧).
ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાના વચનો મહાર્થ અને સૂક્ષ્મબુદ્ધિગમ્ય હોય છે. ગુરુકૃપાના બળે સ્વક્ષયોપશમાનુસારે મેં એનો ભાવાનુવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. સંભવ છે કે અનાભોગ, મતિમંદતા વગેરેના કારણે તેઓ શ્રીમદ્દના વચનોને