________________
તો યોગીમાં આરંભ કહ્યો હોઈ તેમાં પણ એ લિંગ જવાથી વ્યભિચાર આવે. માટે ભાવહિંસા વગેરે જ પ્રસ્તુતમાં છદ્મસ્થ લિંગભૂત છે, અને તેથી પ્રમત્ત જ અહીં “પક્ષ' રૂપે છે. પ્રમત્તત્તાથી જ છદ્મસ્થતા જ્ઞાત થતી હોવા છતાં વ્યામૂઢ જીવોનો વ્યામોહ દૂર કરવા આવા લિંગોથી અનુમાન સંભવિત છે. ઉપશમ વગેરે ભાવો જેમ સમ્યક્ત્વના લિંગ તરીકે કહેવાય છે તેમ પ્રસ્તુતમાં ભાવભૂત હિંસા વગેરેને લિંગ તરીકે કહેવામાં કોઈ અસંગતિ નથી. ચિત્ એ સ્વરૂપ વિશેષણ છે. અથવા પ્રમત્ત-અપ્રમત્ત સાધારણ પક્ષ લેવો હોય તો ‘વાવ' શબ્દથી સાધ્યાધિકરણકિંચિત્કાલાવચ્છિન્નત્વ' અર્થ પકડવો અને કેવલિના લિંગમાં રહેલાવત્ શબ્દથી સાધ્યાધિકરણ યાવત્કાલાવચ્છિન્નત્વ અર્થ લેવો. “ક્ષીણમોહમાં દ્રવ્યમૃષાવાદ જ હોય છે, એ વાત પંચાશકવૃત્તિ વગેરેમાં કહી છે. દ્રવ્યમૃષાવાદ હોવાથી જ તેમાં થતા સૂક્ષ્મપ્રમાદ નિમિત્તક વિરાધનાનું આલોચના પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વળી દ્રવ્ય અને ભાવથી ભિન્ન હોય એવું સંભાવનારૂઢ મૃષાભાષણ વગેરે તો કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. એટલે ક્ષીણમોહે પણ અનાભોગહેતુક જે મૃષાવાદ હોય છે તે દ્રવ્યમૃષાવાદ જ હોય છે, વળી ક્ષીણમોહીની કેવલી તરીકે વિવક્ષા કોઈએ કરી નથી. આગમમાં એની છઘસ્થ વીતરાગમાં જ ગણતરી છે. ઠાણાંગના છ વાપરું છમળે.' ઇત્યાદિ સૂત્રોનો યથાશ્વત અર્થ કરવામાં જે અસંગતિ ઊભી થાય છે તે, જેને અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થવાનું છે તેવા પરમાવધિવાળા જીવની કેવલી તરીકે (જો થતી હોય તો) વિવક્ષા કરી દૂર કરી શકાતી હોવા છતાં એવી વિવક્ષા ટીકાકારે બતાવી નથી, પણ “છઘસ્થ' પદનો જ વિશેષ અર્થ કર્યો છે. વળી છાસ્થના છઠ્ઠા-સાતમા લિંગને સુલભ જે કહ્યા છે તે પણ પ્રમત્ત છદ્મસ્થમાં જ પ્રતિષવણ દશામાં જાણવા, અપ્રમત્તમાં તો એ સત્તામાત્રરૂપે જાણવા. અમને તો આ સૂત્રમાં આવો અભિપ્રાય હોવો લાગે છે કે આલોચના યોગ્ય વિરાધના વગેરે છદ્મસ્થ માત્રના લિંગ છે અને તેનો અભાવ કેવલીઓમાં લિંગભૂત છે. “વારિત્ અને ર વારિપિ' વૃત્તિગત આ બે શબ્દોથી આવો જ અર્થ ધ્વનિત થાય છે. માટે “પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્યહિંસા વગેરેના અભાવોને કેવલીના લિંગ તરીકે કહ્યા છે' ઈત્યાદિ કલ્પના કરી એના પરથી કેવલીમાં દ્રવ્યહિંસાનો અભાવસિદ્ધ કરવો એ અયોગ્ય છે. તીવ્ર અભિનિવેશથી થતા આવા વિકલ્પોને છોડીને મુનિએ જિનાજ્ઞામાં રહેવું જોઈએ. એટલે “જે પલાદન કરે છે તે સમ્યક્ત્વી ન જ હોય એવો કુવિકલ્પ પણ ત્યાજ્ય છે. અનંત જીવોથી દૂષિત હોઈ જો તે સમ્યકત્વનાશક હોય તો “કંદમૂળભક્ષી પણ સમ્યકત્વી ન જ હોય એવું પણ માનવું પડે. અતિનિન્દ હોઈપલાઈનને જો નિયમા સમ્યક્ત્વનાશક માનવાનું હોય તો પરસ્ત્રીગમન વગેરેને પણ તેવા માનવા પડે. વળી પલાદનથી સમ્યક્ત્વનો મૂળથી ઉચ્છેદ જ થઈ જતો હોય તો તેમાં તપ પ્રાયશ્ચિત્ત ન દેખાડ્યું હોત (પણ મૂળ પ્રાયશ્ચિત્ત દેખાડ્યું હોત.) જ્ઞાતાધર્મકથામાં ક્ષાયિક સમ્યકત્વી શ્રી કૃષ્ણ વગેરેએ પલાદન કર્યાની વાત આવે છે.