________________
હોય તો અપ્રમત્તાદિની વિચારણા પણ અયોગ્ય ઠરી જાય, કેમ કે હિંસાદિનો કર્તા તો પ્રમત્ત જ હોય
પૂ.૦- આચારાંગવૃત્તિનો આ અધિકાર પ્રાસંગિક જ છે. ઉપશાંતમોહી વગેરે ત્રણેને સ્થિતિનિમિત્તભૂત કષાયોદય ન હોઈ સામયિક કર્મબંધ હોય છે. એવી સમાનતા જણાવવા માટે એ ત્રણની સમુચ્ચયથી વાત કરી છે. એટલે એના પરથી “સયોગીમાં પણ વિચાર્યમાણ કર્મબંધના નિમિત્તકારણરૂપે જીવવાતાદિની સિદ્ધિ થાય છે એવું કહી શકાતું નથી.
ઉ.2-અન્ન વર્મવન્વેતિ વિચિત્રતા' એવા વૃત્તિવચનમાં “ત્ર' એ નિમિત્તસપ્તમી હોઈ વિરાધનારૂપ નિમિત્તે થતા કર્મબંધ પ્રત્યે વિચિત્રતા” એવો અર્થ ફલિત થાય છે. માટે એ અધિકાર પ્રાસંગિક નથી. વળી “સયોગીમાં પણ જીવાતાદિને નિમિત્ત તરીકે લઈને થતાં કર્મબંધની એ વાત છે એવું જો ન માનીએ તો ઉપશાંતમોહની સાથે એનો જ સમુચ્ચય કર્યો છે. તેનો નિર્વાહ નહિ થાય, કારણકે સમુચ્ચિત પદાર્થોમાંથી એકમાં પણ જે રીતે પ્રસ્તુત ધમનિવિષ્ટ ક્રિયાનો અન્વય હોય એ રીતે જ અન્ય સઘળા પદાથોમાં તે હોય તો જ તે નિર્વાહ થાય છે.
(જીવરક્ષા અતિશયલિબ્ધિ વિચાર પૃ. ૧૯૯-૨૧૬) પૂ.૦- યોગજન્યજીવવાતાભાવરૂપ જીવરક્ષાગુણ ચારિત્રાવરણક્ષયજન્ય હોય છે. જે સર્વ કેવલીમાં સમાન રીતે હોય છે. તેથી કેવલીઓમાં અહિંસાનો અતિશય હોય છે. એટલે તો માનવો વોવની ટા' કહ્યું છે.
ઉ.- તો પણ મશકાદિના યોગથી અયોગીના શરીરસ્પર્શથી જેમ હિંસા થાય છે તેમ સયોગીના શરીરથી કેમ ન થાય? વળી અનાશ્રવને જે કેવલીનું સ્થાન કહ્યું છે, તે ભાવાશ્રવના અભાવના અભિપ્રાય જ, નહિ કે હિંસાના સર્વથા અભાવના અભિપ્રાય. વળી, દ્રવ્યહિંસાને દોષરૂપ માની સયોગીમાં તેનો નિષેધ કરનારા તમારા મતે સયોગી કરતાં અયોગી હીન હોવા સિદ્ધ થશે, કેમ કે તેના શરીરે દ્રવ્યહિંસા હોવી તમે પણ સ્વીકારો છો. વળી કેવલીના યોગોને સ્વરૂપે જ જો જીવરક્ષા હેતુ માનવાના હોય તો તેમની પડિલેહણ વગેરે ક્રિયા નિરર્થક બની જાય, અને નિયત વ્યાપાર દ્વારા જો તેવા માનવાના હોય તો અશક્ય પરિહારરૂપે હિંસા સિદ્ધ થઈ જ જાય, કેમ કે બાદર વાયુકાય વગેરે જે જીવો તે વ્યાપારના વિષય ન બને તેની હિંસાનો પરિહાર અશક્ય બની જાય છે.
પૂ.- કેવલીના યોગથી મરવું નહિ એવો જીવોનો અઘાતપરિણામ હોય છે. એટલે જ પુષ્પચૂલાનું પણ અચિત્તજળમાંથી ગમન થયું. આ દૃષ્ટાંત પરથી કલ્પના કરીએ છીએ કે કેવલી જયાંથી વિહારાદિ કરે છે ત્યાં પૃથ્વી-જળ વગેરે અચિત્ત જ હોય છે.”
ઉ.૦- અનંતજીવો સમુદ્રાદિમાં નિર્વાણ પામ્યા છે, તે તે કાળે તે સર્વસ્થાનોમાં પાણી વગેરે