________________
સયોગી કેવલીમાં પણ “એજનાદિ હોવાથી જીવઘાત રૂપ આરંભ હોય છે. એવું સિદ્ધ થતું નથી, પણ “યોગરૂપ આરંભ હોવાથી એજનાદિ હોય છે. એવું સિદ્ધ થાય છે.
ઉ.૦-આરંભાદિ ૩ શબ્દો યોગને જણાવે છે એ વાત દુર્ઘટ છે. વળી, એજનાદિ ક્રિયા એ જ કાયાદિસાપેક્ષ યોગરૂપ છે. તેથી એ બે વચ્ચેનો વ્યાપ્યવ્યાપકભાવ જણાવવાનું એ સૂત્રનું તાત્પર્ય છે. એવું શી રીતે મનાય? વાસ્તવિકતા એ છે કે આરંભાદિ શક્તિયુક્ત ક્રિયાઓ આરંભાદિને નિયત છે. તેમજ એ શક્તિયુક્ત યોગ જ અંતક્રિયા પ્રતિબંધક છે. વળી આવી ક્રિયાથી પુદ્ગલપ્રેરણા દ્વારા જે આરંભ થાય છે તે સાધુઓને શસ્ટિક (ખેડૂતના) દષ્ટાંત મુજબ નિર્દોષ હોય છે. આવો આરંભ કેવલીને પણ હોય છે, કેમ કે ચલોપકરણત્વ હોય છે. સ્કૂલક્રિયારૂપે ફલિત થતા આ આરંભને નિમિત્તકારણ તરીકે આશ્રીને આચારાંગવૃત્તિમાં કર્મબંધની વિચારણા કરી છે. એમાં જે કહ્યું છે કે ‘ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને સયોગી કેવલીને કષાયાભાવ હોઈ સામયિક કર્મબંધ થાય છે. તેનાથી પણ સિદ્ધ થાય છે કે “ઉપશાંતમોહની જેમ ક્ષીણમોહી અને યોગીમાં પણ નિમિત્તકારણરૂપે આરંભ તો હોય જ છે.”
(કાયસ્પર્શજન્યવિરાધનાવિચાર પૃ. ૧૭૦-૧૯૮) પૂ.૦-વૃત્તિકારે એમાં કેવલીનો સમાવેશ કર્યો છે તે અસંગત છે, કેમ કે ગુવદિશવિધાયી સાધુની તે સૂત્રમાં વાત ચાલે છે. કેવલીઓએ ગુરુના આદેશને અનુસરવાનું હોતું નથી.
ઉ.૦-કેવલિમાં પણ ફલતઃ વિધાયિત્વ હોઈ આવી કોઈ અસંગતિ નથી.
પૂ.0- સૂત્રમાં અવશ્યભાવિની વિરાધનાનિમિત્તક કર્મબંધની વાત છે. અવશ્યભાવિની વિરાધના તે હોય છે, જે અનાભોગવશાત કાદાચિત્ની હોય. કેવલીમાં અનાભોગ ન હોઈ તેવી વિરાધના જ હોતી નથી. માટે ત્યાં કેવલીની વાત અયોગ્ય છે.
ઉ.૦-અનાભોગની જેમ વિષયનું અસંનિધાન વગેરેના કારણે પણ કદાચિકત્વ સંભવિત હોઈ કેવલીમાં પણ તેવી વિરાધના સંભવિત છે જ. અનભિમત હોવા સાથે અવર્જનીય સામગ્રીવાળું જે હોય તે અવયંભાવી કહેવાય છે. વસ્તુતઃ તો સર્વ કાર્યો પુરુષાર્થ અને ભવિતવ્યતા ઉભયજન્ય હોવા છતાં બેમાંથી જે ઉત્કટ કે બહુ હોય તેને આગળ કરીને પુરુષાર્થજન્યત્વકે ભવિતવ્યતાજન્યત્વ (અવશ્યભાવિત્વ) નો વ્યવહાર થાય છે.
પૂ.૦-અયોગીના શરીર પર થતી વિરાધના, મરનારા મશકાદિના યોગના અન્વયવ્યતિરેક ધરાવતી હોઈ મશકાદિકક હોય છે. સયોગીના શરીરથી પણ જો એ થતી હોય તો તો એ સયોગીના યોગ સાથે અન્વય-વ્યતિરેક ધરાવતી હોઈ તત્કતૃક જ કહેવી પડે, જે શાસ્ત્રવિરુદ્ધ છે.
ઉ.૦- અધિકરણાદિ રૂપ કારક સંબંધથી જે વિરાધના થાય છે તગ્નિમિત્તક કર્મબંધની ત્યાં આચારાંગવૃત્તિમાં વિચારણા છે જે સયોગીમાં પણ સંભવે છે. કત્તની અપેક્ષાએ જ જો એ વિચારણા