________________
આમ આગમવચનો પર કુતર્કો દોડાવીને ફેલાવાયેલી અનેક કુકલ્પનાઓનું નિરાકરણ કરીને અંતે ગ્રંથકારે જણાવ્યું છે કે સમ્યક પરીક્ષા કરીને પ્રાપ્ત થયેલ જિનાજ્ઞા એકાંત સુખાવહા હોય છે. એની પરીક્ષા કષ-છેદ-તાપરૂપ છે. આ ત્રણ પરીક્ષાથી શુદ્ધ ધર્મમાં પરિણત થયેલ ગુણસમુદ્ર ગુરુ પણ સુવર્ણની જેમ વિશુદ્ધ હોય છે, અને તેથી વિષઘાતાદિ આઠ ગુણોવાળા હોય છે. આવા ગુરુને છોડવા નહિ, પણ એમની આજ્ઞામાં રહેવું. તેમાં રહેલ અને બાહ્ય અનુષ્ઠાનથી શુદ્ધ ચિત્તવાળા થયેલ સાધુને અધ્યાત્મ ધ્યાનમાં પણ એકાગ્રતા ઉલ્લસે છે, જેનાથી પછી પરિણામે ક્રમશઃ અવિકલ્પસમાધિ પ્રાપ્ત થાય છે. છેવટે ગ્રંથકારે કહ્યું છે કે અધ્યાત્મને બાધા ન પહોંચે એ રીતે ધર્મવાદ કરવો જ યોગ્ય છે, શુષ્કવાદ કે વિવાદ નહિ. વળી સર્વસ્વ ઉપદેશ એવો ફરમાવ્યો છે કે વધુ શું કહેવું? જે જે રીતે રાગ-દ્વેષ શીધ્ર વિલય પામતા જાય છે તે રીતે પ્રવર્તવું આ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે.”
આમ આ ગ્રંથાધિકારો પરથી સ્પષ્ટ જણાય છે કે આ આખો ગ્રંથ શાસ્ત્રીય પદાર્થોની વિચારણાનો જ છે. એમાં પૂર્વપક્ષો અને ઉત્તરપક્ષો શાસ્ત્રવચનોને લઈને જ ઊભા થાય છે. એટલે શાસ્ત્રવચનોના યથાર્થ રહસ્યો આ ગ્રંથમાં ખુલ્લાં થયાં હોવામાં કોઈ શંકા રહેતી નથી, એટલે આ ગ્રંથના અધ્યયનથી શાસ્ત્રોનાં રહસ્યો જાણવા મળે છે. એ તો અમૂલ્ય લાભ છે જ, પણ કાળજીપૂર્વક અભ્યાસ કરનારને બીજો એક એવો જોરદાર લાભ થઈ જાય છે કે એ પણ શાસ્ત્રવચનોના રહસ્યોને પકડવાની થોડી ઘણી શક્તિ પામ્યા વિના રહેતો નથી.
પૂર્વપક્ષીએ શાસ્ત્રવચનની સ્વકલ્પિત અર્થની કરેલી રજૂઆત ગમે એટલી જોરદાર હોય, કોઈકને એ ગમે એટલી તકપૂર્ણ અને નિર્દોષ લાગતી હોય, તેમ છતાં જો એ અયોગ્ય હોય તો એમાં રહેલી કોઈ ને કોઈ નબળી કડી ગ્રંથકારની સૂક્ષ્મદ્રષ્ટિમાં ચડ્યા વિના રહેતી નથી. અને પછી પૂર્વપક્ષીને ખુદને ખ્યાલ ન હોય એવી એની એ નબળી કડીને આગળ કરીને એની માન્યતાઓ પર ખડકાયેલી આપત્તિઓની વણઝારનું ગ્રંથકારે જે દર્શન કરાવ્યું છે તે જોઈને તો, ખરેખર એ પૂર્વપક્ષી જો કદાગ્રહશૂન્ય હોય તો ક્ષણવારમાં પોતાની મિથ્યામાન્યતા નિઃશંક બનીને મૂકી દે એવું લાગ્યા વિના રહેતું નથી. આ પ્રસ્તુત ગ્રંથમાં એવા ઢગલાબંધ અધિકારો છે જ્યાં પૂર્વપક્ષની પ્રરૂપણા વાંચીને વાચકને ક્ષણભર તો એમજ થઈ જાય કે “હવે આનો તો શું ઉત્તરપક્ષ હોઈ શકે ? આનો પણ ઉત્તરપક્ષ કરવાનો જો પ્રયાસ થાય તો એ સાવ પોકળ અને બુદ્દો જ હોય ને ! ” આવું લાગવાનું એક કારણ એ છે કે આ ગ્રંથનો મુખ્ય પૂર્વપક્ષી ખુદ પણ તર્કો લડાવવામાં ખૂબ કાબેલ છે તેમજ શાસ્ત્રપાઠો સહિત દલીલો રજુ કરવાની કુનેહવાળો છે. આવા પણ પૂર્વપક્ષની સમાલોચના વખતે ઉપાછમહારાજે જે રજૂઆત કરી છે તે પૂર્વપક્ષના તર્કો એ કુતર્ક છે, અને શાસ્ત્રપાઠોની રજૂઆત તાત્પર્યને સમજ્યા વગરની છે એવું સાબિત કરી આપવા માટે સક્ષમ છે. આના દ્વારા