________________
ગ્રંથકાર વિષે કંઈક
પાટણથી નજીક કનોડું ગામના જૈન વણિક્ શ્રેષ્ઠી નારાયણની ધર્મ પરાયણ ધર્મપત્ની સૌભાગ્યદેવીની રત્નકુક્ષિએ અવતરેલાજસવંતકુમાર એ જ પ્રસ્તુતગ્રંથના ગ્રન્થકાર મહામહોપાધ્યાય યશોવિજયજી છે. મોગલસમ્રાટ અકબર પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં થયેલા શ્રી નયવિજય મ.સા. પાસે સ્વબન્ધુપદ્મસિંહ સાથે વિ. સં. ૧૬૮૮ માં ચારિત્રનો સ્વીકાર કરીને બન્ને ભાઈઓ અનુક્રમે યશોવિજય અને પદ્મવિજય બન્યા. આ પદ્મસિંહ તેઓ શ્રીમા લઘુભાતા છે એવી સર્વસામાન્ય માન્યતા પ્રચલિત છે. એટલે મેં પણ પૂર્વના પુસ્તકોમાં એ રીતે જ ઉલ્લેખ પણ કર્યો છે. કિન્તુ વિદ્રર્ય પંન્યાસ પ્રવર શ્રી પ્રદ્યુમ્ન વિ. મ. સા. તરફથી એવું સૂચન મળ્યું છે કે પદ્મસિંહ તેઓના જ્યેષ્ઠબંધુ હતા. આ માટે તેઓશ્રીએ નીચેના ઉલ્લેખો પાઠવ્યા છે.
‘લઘુ પણ બુદ્ધે આગળોજી નામે કુંવર જસવંત’ – સુજસવેલીભાસ तत्पादाम्बुजभृङ्गपद्मविजयप्राज्ञानुजन्मा ब्ध
स्तत्त्वं किञ्चिदिदं यशोविजयइत्याख्याभृदाख्यातवान् ॥ - कम्मपयडि बृ. वृत्ति प्रशस्तौ શ્રીપદ્મવિજ્ઞયાનુન: - અનેકાન્ત વ્યવસ્થા પ્રશસ્તિ અંતિમ.
ગ્રન્થકાર શ્રીમદ્ યશોવિજયજીની પ્રકાંડ વિદ્વત્તા, અપૂર્વ તેજસ્વિતા તેમજ પરિપૂર્ણ સુયોગ્યતાથી આવર્જિત થયેલા શ્રેષ્ઠી ધનજીસુરાની વિનંતિ અને વ્યવસ્થાને અનુસરીને કાશીમાં પ્રકાંડ વિદ્વાન્ ભટ્ટાચાર્ય પાસે ષગ્દર્શનનું તલસ્પર્શી અધ્યયન થયું. કાશીમાં ૩ વર્ષ અને આગ્રામાં ૪ વર્ષ અધ્યયન થયું. પ્રખર પ્રતિભા અને વાદવિજયથી પ્રભાવિત થયેલા કાશીના પંડિતોએ તેઓ શ્રીમદ્ન ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યની માનવંતી પદવીઓથી વિભૂષિત કર્યા હતા. ગંગાકિનારે ‘↑’ કારના જાપમાં એકાકાર બનેલા તેઓ શ્રીમદ્ ૫૨ સરસ્વતીદેવી પ્રસન્ન થયા હતા.
તેઓ શ્રીમદે સંસ્કૃત-પ્રાકૃત ગિરામાં સ્વતન્ત્ર ગ્રન્થો, સ્વોપજ્ઞવૃત્તિગ્રન્થો તેમજ અન્યકર્તૃકગ્રન્થો પરના વિશદ વૃત્તિગ્રન્થો રચીને પંડિતભોગ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. એમ ગુર્જરગિરામાં સ્તવન-સજ્ઝાય-ઢાળ-ટબો વગેરે રચીને લોકભોગ્ય સાહિઁત્યને પણ સમૃદ્ધ કર્યું છે. સત્યરાહને ચીંધનાર શાસ્ત્રોનો અમૂલ્ય ખજાનો આપીને આપણને સ્વાધ્યાયનો અમૂલ્ય ખોરાક પૂરો પાડ્યો છે. શ્રી સંઘની આગ્રહભરી વિનંતિથી અને આચાર્ય શ્રી દેવસૂરીજી મહારાજાની અનુજ્ઞાથી તેઓ શ્રીમદ્ સંવત ૧૭૧૮ માં ઉપાધ્યાય પદવીથી અલંકૃત બન્યા હતા. સ્વાધ્યાયની ધખેલી ધૂણીથી હર્યો ભર્યો એવો લગભગ ૫૫ વર્ષનો સુદીર્ધ ચારિત્ર પર્યાય પાળી, ૧૭૪૩ નું ચાતુર્માસ ડભોઈમાં કરી પછી ત્યાં જ અનશન કરીને પંડિતમરણ સાધ્યું હતું. આજે પણ ત્યાં તેઓ શ્રીમદ્ભુ સમાધિ મંદિર ભાવિકોને શાસ્ત્રસ્વાધ્યાયની પવિત્ર પ્રેરણા પાઈ રહ્યું છે.