________________
સ્વઅદર્શન(ચાક્ષુષઅદર્શન) માત્રના કારણે અનાભોગ માનવાનો હોય તો, “આ ચાદર નીચે કીડીઓ છે. એવું આપ્તજને કહ્યા પછી પણ એના પર ચાલે તો પણ એ હિંસાને અનાભોગજન્ય માનવી પડે. માટે જળજીવોનો આભોગ તો માનવો જ પડે છે. એટલે નઘુત્તારાદિમાં થતી વિરાધના આભોગમૂલક તો હોય જ છે. તેમ છતાં એ આજ્ઞાશુદ્ધ હોઈ દુષ્ટ નથી...
પૂ.૭- જયણાથી પ્રવર્તતા સાધુથી અનાભોગજન્ય અશક્યપરિહારરૂપે જે વિરાધના થાય છે. તેને “ના નયનાન્સ' ઈત્યાદિ ગાથા દ્વારા નિર્જરાફલક કહી છે. આના પર વિચાર કરીએ તો જણાય છે કે વર્જનાભિપ્રાયના પ્રભાવે એ વિરાધના પ્રતિબંધકાભાવરૂપે નિર્જરાનું કારણ બને છે. અને સંયમ પરિણામને અક્ષત રહેવા દે છે. કેવલીને અનાભોગ ન હોઈ આ બધું શી રીતે સંભવે?
ઉ.૦-એ ગાથાની વૃત્તિમાં તે વિરાધના તરીકે કહી છે. અને આપવાદિક વિરાધના તો અનાભોગ જન્ય કે વર્જનાભિપ્રાયવાળી હોતી નથી. એટલે તમે કહેલી રીતે નિર્જરાની હેતુ નથી. કિન્તુ ઋજુસૂત્રમતે સાવ વિલક્ષણ હોવાના કારણે અને વ્યવહારનયે વિલક્ષણ સહકારીઓથી સહકૃત હોવાના કારણે બંધહેતુભૂત એવી પણ વિરાધના નિર્જરા હેતુ બને છે. વળી નિશ્ચયથી તો આજ્ઞાશુદ્ધભાવ જ નિર્જરાનો હેતુ છે. નિશ્ચયના અંગભૂત વ્યવહારથી એ વિરાધનાને નિર્જરાનો હેતુ કહેવામાં કોઈ બાધક નથી, કેમ કે “જે માસવા તે સિવા' ઈત્યાદિ કહ્યું છે. નદીમાં ઉતરવામાં પણ શુદ્ધ ભાવના કારણે જ સાધુ નિદોંષ રહે છે. નહિ કે જળજીવના અનાભોગના કારણે, બાકી જળજીવોનો અનાભોગ જ જો હોય તો, નદીનું પાણી પીવામાં પણ મૂલ પ્રાયશ્ચિત્ત ન આવવું જોઈએ, વળી જીવથી ખીચોખીચ લોકમાં દ્રવ્યહિંસા થવા છતાં પણ સાધુ જે નિર્દોષ રહે છે, તેની સંગતિ વિશેષાવશ્યક ભાષ્યમાં શુદ્ધ પરિણામના કારણે જ કરી છે, નહિ કે અનાભોગના કારણે જ. બાકી આભોગ હોવા માત્રથી વિરાધના સમ્યક્તાદિની નાશક બની જતી હોય તો ઔત્સર્ગિક એવી વિહારાદિ ક્રિયાઓ પણ છોડી દેવી પડે.
પૂ.૦- છતે આભોગે વિરાધના કરવામાં આવે તો એ વિરાધનાથી અટકવાનો પરિણામ ન રહેવાના કારણે સર્વવિરતિ ટકે નહિ, અને દેશવિરતિ જ આવી જશે.
ઉ.૦- આવી આપત્તિ નથી, કારણ કે વિરાધનામાં પણ ૧૮૦૦૦ શીલાંગના સ્વીકારરૂપ પ્રતિપત્તિ અને સૂત્રાજ્ઞા પરિપૂર્ણ રહે છે. નિશ્ચયનયે એકપણ શીલાંગ સુપરિશુદ્ધ હોય તો શેષ પણ સુપરિશુદ્ધ હોય જ છે, વ્યવહારનયે એકાદિ શીલાંગ ભાંગવા છતાં અવશિષ્ટ ચારિત્ર વિદ્યમાન હોય છે. તેથી દેશવિરતિ આવી જવાની આપત્તિ નથી. શીલાંગની પરિપૂર્ણતા ભાવવિરતિની અપેક્ષાએ હોય છે, બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ. ઉસૂત્ર (સૂત્રબાહ્ય) પ્રવૃત્તિ વિરતિપરિણામનો બાધ કરે છે. નઘુત્તારાદિ પ્રવૃત્તિ જિનાજ્ઞાથી થયેલી હોઈ સાતિચાર પણ હોતી નથી, તો તેનાથી દેશવિરતિ ક્યાંથી આવી જાય?