________________
હોય છે. અપ્રમત્તને અપવાદપદ હોતું નથી. એટલે તેઓથી થતી હિંસામાં આભોગ માની શકાતો નથી. વળી તેઓમાં પ્રમાદ તો હોતો નથી. એટલે તેઓથી થનાર હિંસા વગેરે રૂપ દ્રવ્યાશ્રવ પ્રત્યે અનાભોગસહકૃત મોહનીયકર્મજ કારણ બને છે. એટલે જેઓમાં અનાભોગ અને મોહનથી એવા કેવળીને તો દ્રવ્યાશ્રવ હોય જ શી રીતે?
ઉ.૦-દ્રવ્યહિંસા વગેરે રૂપ દ્રવ્યાશ્રવની પરિણતિ નોદન સંયોગાદિ યોગવ્યાપારરૂપ સ્વસ્વકારણજન્ય હોય છે. એને જો મોહનીયકર્મજન્ય માનવાની હોય તો જિનને મોહયુક્ત માનવા પડે, કેમ કે તેઓમાં પણ વસ, પાત્ર-રજોહરણાદિ દ્રવ્યપરિગ્રહસ્વરૂપ દ્રવ્યાશ્રવ હોય છે.
(યોગ અંગે વિચારણા પૃ૩૫-૫૩) ૫.૦- છદ્મસ્થસંયતોના યોગો અનાભોગસહકૃત મોહનીયકર્મરૂપ સહકારી કારણવશાત જીવઘાતહેતુ બને છે. કેવલીને અનાભોગ કે મોહનીય હોતા નથી. એટલે તેના યોગો જો જીવઘાતહેતુ બનતા હોય તો પારિશેષાત કેવલજ્ઞાનરૂપ સહકારી કારણવશાત જ તેવા બને. અને તો પછી એ હંમેશા ઘાતક જ રહે. વળી જયાં સુધી ચરમ હન્તવ્ય જીવ હણાય નહિ ત્યાં સુધી “અમુક ક્ષેત્રાદિમાં મારે આટલા આટલા જીવો અવશ્ય હણવાના છે. આવું કેવલજ્ઞાનીને જણાયા જ કરતું હોવાથી હિંસાનુબંધી રૌદ્રધ્યાન માનવું પડશે.
ઉ.)- આવી કુકલ્પનાથી દ્રવ્યહિંસાને ઉડાડતા તમે શું દ્રવ્ય પરિગ્રહને પણ ઉડાડશો કે? આ રીતે તો દ્રવ્યપરિગ્રહ અંગે પણ તમે કહી શકો છો કે જ્યાં સુધી ચરમધમપકરણનું ધારણ નહિ થાય ત્યાં સુધી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન માનવું પડશે.
પૂ.૦- વસ્ત્રાદિધારણ સાધુઓને આપવાદિક હોય છે. એટલે ધમર્થમતિથી ઉપગૃહીત હોઈ દ્રવ્યપરિગ્રહ કેવલીને દોષરૂપ નથી બનતો.
ઉ.૦-આ રીતે કેવલીને અપવાદ માનશો તો “સંયતોમાં અપવાદસેવન પ્રમત્તોને જ હોય છે.” એવી તમારી પ્રતિજ્ઞા હણાઈ જશે. વળી અપવાદપદે દ્રવ્યપરિગ્રહ માનવામાં તમારા મતે કેવલીના યોગો અશુભ બની જવાની પણ આપત્તિ આવશે; કેમ કે “જે યોગો આભોગપૂર્વક દ્રવ્યાશ્રવના ફળોપધાયક હેતુ બને તે અશુભ' એવો તમારો મત છે.
પૂ.૦-જ્ઞાનાદિની હાનિના ભયે સાધુઓ અપવાદ સેવે છે. કેવલીને તે ભય ન હોવાથી અપવાદ સેવન હોતું નથી. એટલે ધમપકરણ પણ અપવાદપદે નથી હોતા, પણ વ્યવહારનયના પ્રામાણ્ય માટે હોય છે. આ માટે જ ઋતવ્યવહારશુદ્ધ અનેકણીયને પણ તેઓ આરોગે છે. આ શ્રુતવ્યવહારશુદ્ધિના પ્રભાવે જ ધર્મોપકારણ કે અષણીયપિંડ સાવદ્ય પણ રહેતા નથી.
ઉ.૦-આ તો મુગ્ધપ્રતારણ જ છે, કેમ કે ઋતવ્યવહારશુદ્ધિરૂપ ઉપાધિના કારણે નિરવદ્ય બનેલું હોઈ આ બધું આપવાદિક જ બની જાય છે. તેથી જ્ઞાનાદિહાનિનો ભય વગેરે ન હોવાના