________________
કારણે ઉન્નતનિમ્ન દષ્ટાંતપ્રદર્શિત ઉત્સર્ગ-અપવાદનો અભાવ કેવલીમાં હોવા છતાં, કેવલીમાં સાધુસમાનધર્મતા જે કહી છે તેના પરથી જણાય છે કે સૂત્રમાં કહેલ ક્રિયાવિશેષરૂપ ઉત્સર્ગઅપવાદ હોવા સંભવિત છે, એવું અમને યોગ્ય લાગે છે. એટલે ધમપકરણ વગેરે પણ આપવાદિક હોઈ તમારા મતે કેવલીના યોગો અશુભ બનશે જ. વાસ્તવિકતા તો એ છે કે સૂત્રોક્ત ઈતિકર્તવ્યતાના ઉપયોગપૂર્વકનો વ્યાપાર એ શુભયોગ છે. અને તેના ઉપયોગ વગરનો વ્યાપાર એ અશુભ યોગ છે. સંયતોને છઠે ગુણઠાણે પણ શુભયોગ જે હોય છે તે સંયમના સ્વભાવે જ હોય છે. અને અશુભયોગ પ્રમાદના કારણે હોય છે. તેથી જાણવા છતાં ધમપકરણને ધારવામાં અવજીનીય દ્રવ્યપરિગ્રહ લાગવા છતાં અપ્રમત્તના કારણે કેવલીના યોગો જેમ અશુભ બનતા નથી તેમ ગમનાદિ કરવામાં થતી અવર્જનીય દ્રવ્યહિંસા અંગે પણ જાણવું.
(કાયિકી વગેરે ક્રિયાનો વિચાર પૃ.૫૪-૬૦). પૂ.૮- કેવલીમાં આ રીતે દ્રવ્યહિંસાની સિદ્ધિ કરશો તો તેમને હિંસક માનવા પડશે.
ઉ.- કેવલીમાં દ્રવ્યપરિગ્રહને સ્વીકારતાં તમે શું કેવલીને પરિગ્રહી માનો છો? વળી અપ્રમત્ત અને વીતરાગમાં દ્રવ્યહિંસા થવા છતાં આરંભિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાનો અભાવ હોવો ભગવતીમાં કહ્યો છે. એ અધિકાર પરથી જણાય છે કે આરંભિકી ક્રિયા પ્રમાદ સુધી જ હોય છે. અને પ્રાણાતિપાતિકી ક્રિયા પ્રદ્વેષપૂર્વક હિંસાકાળે જ હોય છે. એટલે છતી હિંસાએ પણ વીતરાગ પ્રાણાતિપાતકર્તા બનતા નથી. વળી અવશ્યભાવિની હિંસાકાળે આભોગ હોવા માત્રથી જિનને ઘાતક માનશો તો નઘુત્તારાદિ કાળે સાધુને પણ ઘાતક માનવા પડશે.
(જળજીવવિરાધનાવિચાર પૃ. ૬૧-૭૧) પૂ.સાધુઓને તો જળજીવોનો આભોગ ન હોઈ તેની હિંસાનો પણ આભોગ હોતો નથી. એટલે એ હિંસા અનાભોગજન્ય અશક્યપરિહારરૂપે થતી હોઈ સાધુઓને ઘાતક માનવા પડતા નથી.
ઉ.૦- “અહીં જીવો ઓછા છે, અહીં જીવો વધારે છે એવું જાણીને જયણા પાલતા સાધુઓને જીવોનો અનાભોગ શી રીતે કહેવાય? એ જયણાની સંગતિ માટે જળજીવોનો વ્યવહારસચિત્તરૂપે આભોગ માનવો જ પડે. વળી તેઓને નિશ્ચયથી આભોગ ન હોવા છતાં ત્યાં રહેલ પનકાદિનો તો નિશ્ચયથી સચિત્તરૂપે આભોગ હોય જ છે. તેથી સાધુને એના ઘાતક માનવાની આપત્તિ તો આવશે જ, વળી પૃથ્વીકાયાદિ જીવોનો આભોગ તો કેવલજ્ઞાનસાધ્ય જ છે એવું માનવું પણ યોગ્ય નથી, કેમ કે એ રીતે તો કીડી વગેરેના જીવનો આભોગ પણ તેવો જ માનવો પડે.
પૂ.- ચેષ્ટારૂપ લિંગથી તેનો આભોગ અભિવ્યક્ત હોય છે. ઉ.૦- જિનોક્તલિંગથી પૃથ્વીકાય આભોગ પણ શું અભિવ્યક્ત નથી હોતો? બાકી