________________
-
(અપવાદવિષયક ઉપદેશવિચાર પૃ. ૧૦૬-૧૩૮)
પૂ.--જિનોપદેશ વિધિનિષેધમુખે તો જયણા-અજયણા વિષયક જ હોય છે. એનાથી વસ્તુનું અનાદિસિદ્ધ કલ્પ્યત્વ સ્વરૂપ જણાય છે. એ જાણીને પછી પ્રવૃત્તિ-નિવૃત્તિ તો સ્વતઃ જ થાય છે. એટલે નથુત્તારાદિની કે તેમાં થતી વિરાધનાની સાક્ષાત્ જિનાજ્ઞા હોતી જ નથી, તો એ પ્રવૃત્તિને જિનાજ્ઞાથી થયેલી કેવી રીતે કહેવાય ?
ઉ.૮-જિનોપદેશ વ્યવહારથી ‘બહુ લાભ-અલ્પ નુકસાન' એ ન્યાયે દ્રવ્ય હિંસાનું પણ નૈમિત્તિક વિધાન કરે છે. ઉત્સર્ગથી નિષિદ્ધ ચીજનું જ કો'ક નિમિત્તે વિધાન હોય છે. નિશ્ચયથી તો બાહ્ય કોઈ ચીજની એકાન્તે અનુજ્ઞા કે નિષેધ નથી, માત્ર શુભભાવનું વિધાન અને અશુભ ભાવનો નિષેધ છે. વળી જયણાનો જ ઉપદેશ હોય તો ‘નવં ઘરે' વગેરેમાં ચરણાદિ અંશનું શું કરશો ? વળી વિધ્ય પ્રત્યયનું જે ઈષ્ટસાધનતાબોધકત્વ હોય છે એ જ એનું પ્રવર્તકત્વ છે. એટલે ‘તે પ્રત્યયયુક્ત જિનોપદેશથી જ આપવાદિક પ્રવૃત્તિ પણ થાય છે. સ્વતઃ નહિ' એ સ્વીકારવું જોઈએ. પરપીડાનો અપવાદરૂપે વિધિમુખે ઉપદેશ હોવો પણ ભગવતીજી વગેરેમાં ઠેર ઠેર જોવા મળે છે. (કલ્પભાષ્યનો અધિકાર પૃ. ૧૩૮-૧૫૩)
જેમ છતે આભોગે દ્રવ્યપરિગ્રહથી કેવલીના કેવલજ્ઞાન કે ચારિત્રમાં કોઈ દોષ ઊભો થતો નથી તેમ દ્રવ્યહિંસા માટે જાણવું. હિંસાની ચતુર્ભૂગીના ‘ નો દ્રવ્ય-નો ભાવ' રૂપ ચોથા ભાંગાથી જેમ હિંસાનો દોષ નથી તેમ દ્રવ્યમાત્ર હિંસા રૂપ બીજા ભાંગાથી પણ કોઈ દોષ લાગતો નથી. સયોગી કેવલીને આ ચતુર્ભૂગીમાંથી જો માત્ર ચોથો ભાંગો જ માનવાનો હોય તો કલ્પભાષ્યમાં વસ્ત્રછેદન અધિકારમાં અપ્રમત્તથી માંડીને સયોગીકેવલી સુધીના જીવોમાં છતી દ્રવ્યહિંસાએ જ સમાન રીતે નિર્દોષતા કહી છે તે ઘટે નહિ. ‘જીવ જ્યાં સુધી એજનાદિ ક્રિયાયુક્ત હોય છે ત્યાં સુધી આરંભાદિનો સંભવ હોય છે' એવું જણાવનાર ભગવતીસૂત્રની સાક્ષીપૂર્વક એ વસછેદન અધિકારમાં એવો પૂર્વપક્ષ ઊઠાવવામાં આવ્યો છે કે ‘વસ્ત્રાદિનું છેદન કરવામાં આરંભ થવાથી સાધુમાં હિંસકત્વ આવી જાય. માટે એ છેદનાદિ ન કરવા' આ પૂર્વપક્ષનું ‘ઉપયુક્ત અપ્રમત્તાદિમાં હિંસાન્વિત યોગ જ હોતો નથી' ઈત્યાદિરૂપે નિરાકરણ ન કરતાં તેવો યોગ સ્વીકારીને જ પ્રતિબંદીથી નિરાકરણ કર્યું છે, તેમજ ‘ભાવથી ઉપયુક્ત હોવાના કારણે જ અપ્રમત્તાદિમાં અહિંસકત્વ છે’ ઈત્યાદિ રૂપે નિરાકરણ કર્યું છે. વળી ભગવતીજીના તે સૂત્ર પરથી પણ સયોગી કેવલીમાં દ્રવ્યહિંસાની સિદ્ધિ થઈ જ જાય છે. કેમ કે સયોગીને એજનાદિ ક્રિયા હોય છે.
પૂ-ભગવતીજીના એ સૂત્રમાં ‘જે જ્યાં સુધી એજનાદિયુક્ત હોય તે ત્યાં સુધી આરંભાદિમાન્ હોય' આવો નિયમ જણાવવાનું તાત્પર્ય છે. એટલે આરંભ એજનાદિનો વ્યાપક બનવાથી વતિની જેમ ‘કારણ’ હોવો જણાય છે. અને એ ‘આરંભ' શબ્દનો અર્થ ‘યોગ’ છે. તેથી એ સૂત્ર ૫૨થી