________________
ન હોઈ કેવલીને તેવી હિંસા હોતી નથી.' એમ કહેવું યોગ્ય નથી. ‘ન = પ્રયŕ...’ ઈત્યાદિ પણ અનાભોગને જણાવવા માટે નહીં, પણ ‘યોગમાં રહેલ હિંસાનિમિત્તક કર્મબંધજનક જે શક્તિ તેનું જયણા પરિણામથી વિઘટન થાય છે.' એવું જણાવવા માટે કહ્યું છે.
પૂ.૦ જયણા પરિણામ એટલે હિંસાદિને વવાનો અભિપ્રાય. ‘આનાથી દુર્ગતિહેતુભૂત કર્મબંધ થશે’ એવું જેના માટે જણાય તેનો વર્જનાભિપ્રાય હોય. કેવલીને સદા સામયિક કર્મબંધનો નિશ્ચય હોઈ કશાનો વર્જનાભિપ્રાય હોતો જ નથી. તો જો તેનાથી હિંસા થાય તો કર્મબંધ થવો જ જોઈએ.
ઉ.૦ ઉચિત પ્રવૃત્તિની પ્રધાનતાવાળા સામાયિકના પ્રભાવે કેવલીને પણ વર્જનીય ચીજો અંગે વર્જનાભિપ્રાય હોય જ છે, અન્યથા અનેષણીય પરિહારના અભિપ્રાયનો પણ અભાવ માનવો પડે જેરેવતીના કોળાપાક દૃષ્ટાંતમાં બાધિત છે.
(ગર્હણીયકૃત્ય વિચાર પૃ ૧૫-૨૫)
પૂ.૮- ‘ક્ષીણમોહ વગેરે વીતરાગ જીવો કોઈપણ ગર્હણીય કૃત્ય કરતા નથી' એ રીતે ઉપદેશપદમાં (૭૩૧) કેવલીને જીવહિંસા વગેરે ગહણીયનો સ્પષ્ટ નિષેધ કર્યો છે.
ઉ.૮-એ નિષેધ ભાવહિંસા વગેરેનો છે. માત્ર દ્રવ્યહિંસાનો નહિ, કેમ કે એ અશક્યપરિહારરૂપ હોઈ શિષ્ટોને અગહણીય હોય છે. જો એ પણ ગર્હણીય હોય તો તેનાથી ઉપશાન્તમોહજીવના યથાખ્યાત ચારિત્રનો વિલોપ જ થઈ જાય. વળી ઉપદેશપદમાં આગળ પાછળનો સંદર્ભ જોઈએ તો જણાય છે કે ચોથા વગેરે ગુણઠાણે જેનો ઉત્તરોત્તર અપકર્ષ થતો હોય તેનો વીતરાગમાં નિષેધ કરવાનો ત્યાં અભિપ્રાય છે. આ અપકર્ષ તો આભ્યન્તર પાપનો જ હોય છે, નહિ કે દ્રવ્યહિંસા વગેરેનો પણ. માટે ઉપદેશપદમાં અકરણનિયમની અપેક્ષાએ કહેવાયેલા એ વચનોથી જિનમાં અપ્રતિવિત્વની સિદ્ધિ થાય છે, પણ દ્રવ્યહિંસાના અભાવની નહિ.
પૂ.૮- એ અધિકારમાં ‘વીતરાગ’ પદની વ્યાખ્યામાં વૃત્તિકારે ઉપશાન્તમોહીને કેમ ન
લીધા?
ઉ.૮- ત્યાં પરિનિહિત અકરણનિયમની વિવક્ષા છે. ઉપશાન્તમોહી અવશ્ય પડવાનો હોઈ તેનો અકરણનિયમ પરિનિષ્ઠિત હોતો નથી. વળી આ પરિનિષ્ઠિત અકરણનિયમના ફળ તરીકે દ્રવ્યાશ્રવનો જ વીતરાગમાં અભાવ માનવાનો હોય તો અર્થાપત્તિથી ભાવાશ્રવની હાજરી માનવાની આપત્તિ આવે એ પણ ખ્યાલમાં રાખવું.
પૂ.- છતે આભોગે હિંસા થવી અપવાદપદે જ સંભવિત છે. જ્ઞાનાદિરક્ષાભિપ્રાયના કારણે સંયમપરિણામ ટકી રહેતો હોવાથી આ હિંસા દ્રવ્યાશ્રવરૂપ હોય છે. અન્ય અવસ્થામાં થતા હિંસાદિ જો અનાભોગજન્ય હોય તો જ સંયમ ટકે. એટલે એ હિંસાદિ અનાભોગના કારણે દ્રવ્યાશ્રવરૂપ