________________
1 ઉ.-“વાત્માધ્વનોવ્યતી' એ સૂત્રાનુસારે દ્વિતીયા વિભક્તિથી જ કાળનિયમન થઈ જતું હોવાથી તે માટે “યાવત’ શબ્દના પ્રયોગ નથી. એ તો પૂર્વપ્રસ્તુત પદસમુદાયની ઉપસ્થિતિ માટે જ છે. પ્રસ્તુતમાં પણ તે વાક્યાનો જ દ્યોતક હોય તો પણ કોઈ અસંગતિ નથી એ વિચારવું. વળી વાવ વત્તરિ પં.' ઈત્યાદિ સુત્ર પણ પરિમિતભવવાળા જમાલિજાતીયદેવકિલ્બિષિકવિષયક હોય, દેવકિલ્બિષિકસામાન્યવિષયકનહીં, એવું સંભવે છે, નહિતર આગળનું સ્થાફા.' ઈત્યાદિ સૂત્રકથન અસંગત બની જાય.
પૂ.૦“દત્તારિપંa' સૂત્ર જો અનંતભવવિષયક ન હોય તો નિર્વિષયક જ બની જાય, કેમ કે એનાથી કોઈ ચોક્કસ સંખ્યા તો જણાતી જ નથી.
ઉ.-જેમ ૭-૮ભવો, ૭-૮ડગલા' વગેરે શબ્દોમાં સંકેતવિશેષવશાત એક સંખ્યાવાચકત્વ છે તેમ પ્રસ્તુતમાં પણ જાણવું. વળી કોઈક પ્રતમાં તો વૉપિંઘ' નહિ પણ પં' શબ્દ જ મળે છે. દ્વન્દ્રસમાસ સર્વ પદ પ્રધાન હોઈ આ પાંચ સંખ્યાનો તિર્યંચ મનુષ્ય અને દેવ એ ત્રણેયમાં અન્વય કરવાનો છે. એટલે ૧૫ ભવો સિદ્ધ થાય છે.
પૂ.૭ જિનાજ્ઞા આરાધક સુબાહુકુમારને ૧૬ ભવો છે. જમાલિના જો ૧૫ ભવો હોય તો ફલિત એ થાય કે આરાધના કરતાં વિરાધના સારી.
ઉ.૦ આવું કહેવું એ અવિવેક છે. નહિતર દઢપ્રહરી તદ્દભવે મુક્તિ અને આનંદ વગેરે શ્રાવકો દેવ-મનુષ્યભવક્રમે મુક્તિ પામે છે. એટલે ‘હત્યાદિ પાપો સારા' એવું કહેવું પડે.
પૂ.સદિગ્ધ ઉત્સુત્રભાષી મરીચિને અસંખ્યભવ ને જમાલિને પંદર જ | ઉ.૦ આ બધું તથાભવ્યત્વવિશેષના કારણે જ અપર્યનુયો છે. નહિતર તો “મરીચિને નરકભવ અને જમાલિને નહિ? આનો તમે પણ શું જવાબ આપશો? '
પૂ.૦ ઉપદેશમાલાની સિદ્ધર્ષીય ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે “કિલ્બિષિક દેવપણું અને અનંતસંસાર ઉપાર્યો.”
ઉ.૦ એ ટીકાની જુદી જુદી (હ. લિ.) પ્રતોમાં જુદા જુદા પાઠ મળે છે. કો'કમાં માત્ર કિલ્બિષિકત્વની જ વાત છે. એટલે જેમાં બન્ને વાતો છે એના પરથી અનંતભવો અને ભગવતીસૂત્ર પરથી પંદર ભવો જણાય છે. વાસ્તવિકતા તત્ત્વવિગમ્ય છે.
પૂ.ભગવતી પરથી પણ અનંત ભવોની સિદ્ધિ જ સિદ્ધર્ષિને માન્ય છે, નહિતર તો પોતે દેવકિલ્બિષિકપણું અને અનંતભવ ઉપાજ્ય' એમ કહી સાક્ષી તરીકે ભગવતીનો એ જ પાઠ શા માટે આપે?
ઉ.૦ તત્ત્વાર્થ સૂત્રની વૃત્તિમાં ઈન્દ્રિયના સંસ્થાન અને પરિમાણ એ બેના અધિકારમાં પન્નવણાની સાક્ષી માત્ર સંસ્થાન અંગે જ આપી છે. એમ પ્રસ્તુતમાં પણ ભગવતીની સાક્ષી માત્ર