________________
<
જ ત્યાં અધિકાર છે.
પૂ.- તો પછી અસંખ્ય સંસારી મરીચિનું દૃષ્ટાંત અસંગત બની જશે. ઉ.- ઉપલક્ષણ વ્યાખ્યાથી એની સંગતિ કરવી યોગ્ય છે.
(જમાલિના સંસાર ભ્રમણાની વિચારણા પૃ૨૫૮ થી પૃ૨૮૭)
પૂ.- ‘આચાર્ય પરંપરાથી પ્રાપ્ત થયેલ અર્થની અન્યથા વ્યાખ્યા કરનાર વ્યક્તિ જમાલિની જેમ અરઘટ્ટઘટીયન્તન્યાયે સંસારમાં ભમશે' આવું સૂયગડાંગનિયુક્તિવૃત્તિમાં કહ્યું છે. આ ન્યાય અનંતસંસારને જણાવે છે. માટે નક્કી થાય છે કે જમાલિના ભવો ૧૫ નથી, પણ અનંત છે.
ઉ.- એમાં જમાલિનું જે દૃષ્ટાંત આપ્યું છે તેની પણ ઉપલક્ષણ વ્યાખ્યાથી સંગતિ જાણવી. નહિતર તો અરઘટ્ટઘટીયંત્રન્યાય ચારે ગતિના ભ્રમણને સૂચવતો હોવાથી જમાલિનું પણ ચારે ગતિમાં ભ્રમણ માનવાની આપત્તિ આવે. (જ્યારે એ નરકે તો જવાનો નથી) માટે એ ન્યાય હોવા છતાં ગતિમાં જેમ ભેદ માન્ય છે, તેમ અધ્યવસાયભેદે સંસારકાળનો ભેદ માનવો જોઈએ. વળી એ ન્યાય દેખાડ્યો હોવા માત્રથી અનંત સંસાર માનવાનો હોય તો તો કામાસક્ત જીવોને પણ નિયમા અનંતસંસાર માનવો પડે, કેમકે આચારાંગવૃત્તિમાં એ જીવો માટે પણ આ ન્યાય દેખાડ્યો છે.
પૂ.-ભગવતીજીમાં જમાલિના સૂત્રમાં જે ‘ચત્તરિ પંચ તિવિષ્ણુનોળિયમનુઅવેવમવહારૂં' શબ્દો છે તેમાં ચાર એટલે બેઈન્દ્રિયાદિ ચાર અને પાંચ એટલે પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય, આમ ‘નવ પ્રકારના તિર્યંચભવો તેમજ દેવ મનુષ્ય ભવોમાં ભમશે' એવો અર્થ હોવાથી અનંતભવો સિદ્ધ થઈ જશે, કેમ કે એકેન્દ્રિય પ્રકારના ભવોમાં અનંતભવ પણ થઈ શકે છે.
ઉ.-વિભક્ત્યન્ત ચતુષ્ટ્ર-પંચ શબ્દ સમાસગત માત્ર તિર્યંચ યોનિક શબ્દના જ વિશેષણ બની શકતા નથી. માટે, તેમજ ચાર-પાંચ શબ્દો ૪-૫ ભવોને જણાવી શકે, ૪-૫ પ્રકારના ભવોને નહિ. માટે પણ, પૂર્વપક્ષીએ જણાવેલો અર્થ અયોગ્ય છે. એમ ત્રિષષ્ટિમાં જે ‘પંચતૃત્વઃ’ શબ્દ છે તેનો માત્ર ‘તિર્યંચ’ શબ્દમાં અન્વય કરવો એ દ્વન્દ્વ સમાસની મર્યાદાથી વિરુદ્ધ છે. માટે આવી બધી ક્લિષ્ટ કલ્પનાઓથી અનંતભવની સિદ્ધિ થઈ શકતી નથી.
પૂ.- સૂત્રમાં ‘યાવત્' શબ્દ વિશેષણરૂપે વપરાય છે. વિશેષ્યભૂત યાવત્ શબ્દ પૂર્વોક્ત ગણના આદ્ય અને અંતિમ શબ્દો સહિત વપરાય છે અને મધ્યવર્તી પદોનો સંગ્રાહક હોય છે. વિશેષણભૂત યાવત્ શબ્દ દેશનિયામક કે કાળનિયામક હોય છે. પ્રત્યનીકો અંગેના સામાન્યસૂત્રમાં તે વિશેષણભૂત હોઈ કાળનિયામક છે. એટલે જમાલિ માટેના વિશેષસૂત્રમાં પણ વિશેષણભૂત યાવત્ શબ્દનો અધ્યાહાર સમજવાનો છે. તેથી એ સૂત્ર પરથી જ અનંતકાળનું નિયમન સિદ્ધ થઈ જાય છે.