________________
(શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર પૃ ૨૧૮ થી ૨૨૬) પૂ.- સમ્યકત્વીઓ જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક છે એટલે મિથ્યાત્વીનું તો કોઈ અનુષ્ઠાન અનુમોદનીય નથી.
ઉ.- દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં મિથ્યાત્વીને પણ ક્રિયાવાદી તેમજ શુક્લપાક્ષિક કહ્યો છે, તેમજ એનો સંસારકાળ ઉત્કૃષ્ટથી એક પુગલપરાવર્ત કહ્યો છે.
પૂ.-શ્રાવક પ્રજ્ઞપ્તિમાં અધપુદ્ગલાવર્તથી ન્યૂન સંસારવાળા જીવોને જ શુક્લપાક્ષિક કહ્યા છે. એટલે ‘ક્રિયાવાદી શુક્લાસિક જ હોય એવો નિયમ પણ તારવી શકાતો નથી. એટલે જ ભગવતીજીમાં સલેશ્ય જીવોનો અતિદેશ કરીને શુક્લપાક્ષિકમાં અક્રિયાવાદનો સંભવ પણ કહ્યો
ઉ.- ભગવતીજી વગેરેમાં વિશેષ પ્રકારના કિયાવાદીની વાત છે. જ્યારે દશા. ચૂર્ણિમાં કિયાવાદી સામાન્યની વાત છે. એટલે કોઈ વિરોધ રહેતો નથી. ભગવતીજીની વૃત્તિમાં કહ્યું જ છે કે “સમ્યગુ અસ્તિત્વવાદી એવા સમ્યકત્વીઓ જ અહીંદિયાવાદી તરીકે લેવાના છે. વળી ‘ક્રિયાવાદી શુક્લપાક્ષિક જ હોય' એવા નિયમમાં જે અસંગતિ દેખાય છે તે ‘ક્રિયારુચિ હોવી તે શુક્લપક્ષ” એવી વ્યાખ્યા કરીને દૂર કરવી. અને આવી વ્યાખ્યા ઠાણાંગ વૃત્તિગ્રંથમાં જોવા પણ મળે જ છે.
(સકામ-અકામ નિર્જરા વિચાર-પૃ૨૨૬-૨૩૯) પૂ.- સમ્યકત્વીઓ જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક છે એટલે મિથ્યાત્વનું તો કોઈ અનુષ્ઠાન અનુમોદનીય નથી.
ઉ.-ભદ્રકપ્રકૃતિવાળા મિથ્યાત્વીના પણ “મારે કર્મક્ષય થાવ' એવી ઈચ્છાથી થયેલા સ્વયોગ્ય સદનુષ્ઠાનમાં સકામનિર્જરાનું લક્ષણ જતું હોઈ એ સકામનિર્જરાનું જ કારણ બને છે, અને તેથી અનુમોદનીય હોય છે.
પૂ. યોગશાસ્ત્રમાં તો કહ્યું છે ને કે “સકામનિર્જરા યતિઓને (સાધુઓને) જ હોય છે.”
ઉ. - એ કથન પ્રૌઢિવાદ છે. એટલે કે “ઉત્કૃષ્ટ સકામનિર્જરા સાધુઓને જ હોય એવું જણાવવાના તાત્પર્યમાં છે. નહિતર તો દેશવિરત અને અવિરત સમ્યક્ત્રીને પણ અકામ નિર્જરા જ માનવાની આપત્તિ આવે.
પૂ. - મિથ્યાત્વીઓને તપ નથી હોતો, તો સકામનિર્જરા શી રીતે હોય?
ઉ.- “માગનુસારી મિથ્યાત્વીઓને ચાન્દ્રાયણ તપ વગેરે હોય છે એવુંયોગબિન્દુ (૧૩૧) માં કહ્યું છે, વળી માત્ર તપ જ નહિ, પણ માગનુસારીનું કોઈપણ અનુષ્ઠાન સકામનિર્જરાનું કારણ છે. જે કોઈ ઉચિત અનુષ્ઠાન હોય છે તે અકામનિર્જરાનું કારણ બનતું નથી અને જે કોઈ અનુચિત અનુષ્ઠાન હોય છે તેને ફળતઃ બાળતપ કહો કે અકામનિર્જરાનું અંગ કહો એમાં કોઈ ફેર નથી.