________________
હોય તો પણ તેઓનો ભાવ લેશથી પણ શુદ્ધ ન હોઈ આ ભાંગામાં જ જાણવા, કેમકે સર્વજ્ઞના શાસનમાં લેશ પણ શુભભાવને જ બોધિબીજ કહ્યો છે.
(અનુમોદના-પ્રશંસા વિચાર પૃ ૧૯૬-૨૧૮) આ ચારમાંથી પહેલા ૩ ભાંગા અનુમોદનીય છે, છેલ્લો નહિ. શુભ ભાવ સાક્ષાત્ અનુમોદનીય છે, શુભ ક્રિયાઓ તેના કારણ તરીકે અનુમોદનીય છે અને સાધુ વગેરે તેના સંબંધી તરીકે અનુમોદનીય છે, ત્રણે યોગોનો પ્રમોદ મૂલક વ્યાપાર એ અનુમોદના છે. વળી પ્રશંસા વાચિક હોય છે. એટલે દ્રવ્ય અને પૃથ્વી વચ્ચે જેવો સામાન્ય-વિશેષરૂપ હોવાનો ભેદ છે એવો જ અનુમોદના-પ્રશંસા વચ્ચે પણ ભેદ છે, પણ બન્નેના વિષયો જુદા છે માટે ભેદ છે એવું નથી.
પૂ.-જે ચીજ પોતાને અનિષ્ટ હોય તેની પણ ક્યારેક “સામા પાસેથી કામ કઢાવી લેવું વગેરે કારણે પ્રશંસા કરવામાં આવે છે, કિન્તુ એ અનિષ્ટની અનુમોદના તો ક્યારેય કરાતી નથી. એટલે બન્નેના વિષયો જુદા છે.
ઉ.- અનિષ્ટ વિષયની સ્વારસિક પ્રશંસા હોતી નથી. પુષ્ટ કારણે અનિષ્ટની જે પ્રશંસા કરવામાં આવે છે તે ઈષ્ટની પ્રશંસાની જેમ સ્વઈષ્ટ સાધક હોઈ પરિણામે તો ઈષ્ટપ્રશંસાપ જ હોય છે. તેથી પરિણામતઃ વિચારીએ તો કોઈ વસ્તુ એકાન્ત ઈષ્ટ કે અનિષ્ટ હોતી જ નથી. એટલે અનુમોદના-પ્રશંસાના વિષયમાં કોઈ ભેદ નથી. સ્વરૂપશુદ્ધ દરેક અનુષ્ઠાન જાતિથી અનુમોદનીય હોય છે. શુભભાવયુક્ત અને અનુષ્ઠાન પણ અનુમોદનીય છે. વિષયશુદ્ધાદિત્રણ પ્રકારનું અનુષ્ઠાન પ્રશસ્ત છે. અન્યદર્શની અપુનર્ભધકાદિમાં રહેલ મોક્ષાશયભાવ પણ તત્ત્વતઃ ભગવદ્ બહુમાનરૂપ છે. એટલે તેઓના દયા-દાનાદિ પણ અનુમોદનીય છે જ.
પૂ.- અન્યદર્શનીના દયાદાનાદિની અનુમોદના કરવામાં આવે તો એનામાં રહેલા મિથ્યાત્વની પણ અનુમોદના શું નહિ થઈ જાય?
ઉ.- અવિરત સમ્યક્તની અનુમોદના કરવામાં શું એની અવિરતિની અનુમોદના થઈ જાય છે?
પૂ.- એની અવિરતિ સ્કૂટદોષરૂપ ન હોઈ તેની અનુમોદના થતી નથી,
ઉ.-માગનુસારીનું મિથ્યાત્વ પણ છુટદોષરૂપ નથી. સુદેવાદિની નિંદાદિથી યુક્ત મિથ્યાત્વ જ છૂટદોષરૂપ છે. માટે “
મિથ્યાત્વીના ગુણોને નહિ જ પ્રશંસીએ” એવું વચન એ દુર્વચન છે. કો'કના, ચારિત્રાદિની તત્કાળ પ્રાપ્તિન કરાવી આપનાર એવા અનુષ્ઠાનો પણ સમ્યક્તના લક્ષણોનું સાહચર્ય જોઈ જેમ અનુમોદનીય છે તેમ કો'કના સમ્યક્ત્વની તત્કાળ પ્રાપ્તિ ન કરાવી આપનાર એવા અનુષ્ઠાનો પણ ‘તીવભાવે પાપનું અકરણ” વગેરે રૂપ અપુનબંધકપણાના લક્ષણોનું સાહચર્ય જોઈ અનુમોદનીય બને જ છે.