________________
અયોગ્ય છે. યોગ્ય વ્યાખ્યા આવી જાણવી કે કેવલજ્ઞાનની જેમ દ્વાદશાંગ પણ સમ્યક્ત્વી કે મિથ્યાત્વી દરેક જીવોમાં સત્તારૂપે રહેલ છે. સામાન્યથી આ દ્વાદશાંગ જ દરેક પ્રવાદોનું મૂળ છે, પણ શ્રી સુધર્માસ્વામી વિરચિત દ્વાદશાંગ નહિ એટલે એની અવજ્ઞા કરવામાં જિનાવજ્ઞા થતી નથી.”
ઉ.-નિષેધ કરવા રૂપે કે “આવા વાક્યો અન્ય દર્શનીઓ બોલે છે ઈત્યાદિ અને અનુવાદ રૂપે કે “જીવને હણવો જોઈએ એવા વાક્યો જિનવચનમાં કહેલા હોય તો કોઈ અસંગતિ ન હોઈ નવી વ્યાખ્યા કરવી અયોગ્ય છે. વળી અન્યદર્શનના પણ સુંદર પ્રવાદોની અવજ્ઞા કરવામાં જ શ્રીજિનની અવજ્ઞા છે. અસુંદર પ્રવાદોની અવજ્ઞા કરવામાં નહિ. વળી અન્ય દર્શનીઓના સુંદર પ્રવાદોની અવજ્ઞાનો પરિહાર કરવા એ ગાથા ઉપસ્થિત થઈ છે, જ્યારે તમારી આ નવી વ્યાખ્યા પ્રમાણે તો “અન્યદર્શનીઓના પ્રવાદો મિથ્યાત્વી જીવોને સત્તામાં રહેલા દ્વાદશાંગીમાંથી પ્રાદુર્ભત થાય છે, માટે એ સ્વરૂપતઃ સુંદર હોય તો પણ ફળતઃ અસુંદર હોઈ એની અવજ્ઞા જ કરવી જોઈએ એવું સિદ્ધ થાય છે. એટલે તમારી કલ્પેલી વ્યાખ્યા અયોગ્ય છે. સૂયગડાંગમાં મિથ્યાત્વીઓની સઘળી ક્રિયાઓને જેનિફળ કહી છે તે પણ ભવાભિનંદી મિથ્યાત્વીઓની જાણવી, માગનુસારીની નહિ, કેમકે એની ક્રિયાઓ અશુભભાવથી હણાયેલી હોતી નથી. માટે “અન્યમાર્ગસ્થ માગનુસારી બાબતપસ્વી દેશ આરાધક છે એ વાત યોગ્ય છે, અન્ય આચાર્યોના મતે અનભિનિવિષ્ટ ચિત્તવાળો, એકાત્ત સૂત્રરૂચિ, અગીતાર્થ દેશઆરાધક છે. યથાપ્રવૃત્તકરણની અવસ્થાવિશેષના કારણે ગ્રંથિની સમીપે રહેલા સાધુ અને શ્રાવક પણ નૈગમનયાનુસારે દેશઆરાધક છે. મોક્ષમાર્ગના દેશરૂપ ચારિત્રને નહિ પામેલો કે પામ્યા પછી નહિ પાલનાર સમ્યક્ત્વી જીવ દેશ વિરાધક છે.
પૂ.-ચારિત્રને નહિ પામેલા જીવને પણ વૃત્તિકારે જે વિરાધક કહ્યા છે તે યોગ્ય નથી, કેમ કે, તો તો પછી ચારિત્ર ન પામેલા ચરક-પરિવ્રાજકાદિ જ્યોતિષથી ઉપર જઈ જ શકે નહિ, કારણ કે ચારિત્રના વિરાધૂકની એનાથી ઊચી ગતિ કહી નથી. વળી કેવલીને પણ અપ્રાપ્ત જિનકલ્પના વિરાધક માનવા પડશે.
ઉ.- અપ્રાપ્તિવાળા જીવને પણ ચારિત્રના અંશના જે વિરાધક કહ્યા છે તે પારિભાષિક વિરાધનાના તાત્પર્યો, પણ “જેને જેની અપ્રાપ્તિ હોય તેનો તે વિરાધક” એવી વાસ્તવિક તરીકે કલ્પેલી વ્યાપ્તિના તાત્પર્યો નહિ. વિરાધકને જયોતિષથી ઉપર જે ગતિ નથી કહી તે વાસ્તવિક વિરાધકને, આ પારિભાષિક વિરાધકને નહિ. આ એક પરિભાષા હોવાથી જ એ અવિરત સમ્યકત્વી રૂપ દેશવિરાધકમાં ચારિત્ર સિવાયના અન્ય બે અંશ “શ્રત અને દર્શનની હાજરી જણાવી દેશઆરાધક કરતાં શ્રેષ્ઠતા જણાવે છે. શીલવાન અને શ્રુતવાને એવા સાધુ સર્વઆરાધક ભાંગામાં આવે છે. દેશવિરતિરૂપ આંશિક શીલનો ઉપચાર કરી શ્રાવકોનો પણ આ જ ભાંગામાં સમાવેશ જાણવો. ભવાભિનંદી જીવો સર્વવિરાધકરૂપ ચોથા ભાંગામાં આવે છે. એ જીવો દ્રવ્યચારિત્રનું પાલન કરતા