________________
તપસ્વીઓ જણાવ્યા છે.
પૂ.૦-જેની વિરાધનાથી વિરાધક બનાય છે. તેની જ આરાધનાથી આરાધક બનાય છે. અન્ય દર્શનસ્થ બાળતપસ્વીમાં (દશ) આરાધકપણું શી રીતે આવે? માટે એ દેશ આરાધક નથી, પણ જિનોઃ સાધુકિયાઓને આરાધનાર વ્યલિંગી જ દેશઆરાધક છે. આ આરાધનાના બળે જ એ નવમા કૈવેયક સુધી જાય છે.
ઉ.૦- “જ્ઞાન અને ક્રિયાનો સમુદાય જ મોક્ષનું કારણ છે, તે બેમાંથી કોઈ પણ એક નહિ? એની સ્પષ્ટતા માટે ભગવતીજીમાં પ્રસ્તુત પ્રરૂપણા છે. આના પરથી જણાય છે કે જે જ્ઞાન(શ્વત) અને ક્રિયા (શીલ) મોક્ષ પ્રત્યે અંશે પણ કારણભૂત હોય તેનો જ અહીં અધિકાર છે. દ્રવ્યલિંગીથી પળાતી જિનોક્ત ક્રિયાઓ આંશિક રીતે પણ મોક્ષના કારણભૂત નથી તો એની અપેક્ષાએ પ્રસ્તુતમાં આરાધના શી રીતે લવાય? વળી અપ્રધાન દ્રવ્યરૂપ ચારિત્રાચારપાલનથી શીલ માનવું હોય તો દ્રવ્યલિંગી અભવ્યાદિને સર્વ આરાધક માનવા પડશે, કેમ કે પંચાચારગત જ્ઞાનાચાર અને દર્શનાચારનું પણ તેઓમાં અપ્રધાન દ્રવ્યરૂપ પાલન તો હોય જ છે. વળી નિતવમાં પણ દેશઆરાધકતા માનવી પડશે, કેમ કે એના શ્રતનો જ ભંગ થયો હોય છે, ચારિત્રાચારોનું તો એ બરાબર પાલન કરતો હોય છે. વળી માગનુસારી જીવ અન્યદર્શનોક્ત જે દયા વગેરે ક્રિયાઓ કરે છે તે અસદૂગ્રહ દૂર થયો હોવાથી ભાવથી જિનોક્ત જ હોય છે તો એ શીલરૂપ શા માટે ન ઠરે? “અન્ય (પતંજલિ વગેરે) કહેલી ક્રિયા કરું છું' એવું જ્ઞાન તે ક્રિયાને આરાધનારૂપ બનતી કે પૂર્ણ ફળ આપતી અટકાવી શકતું નથી, પણ તે અન્યવક્તા પરના દષ્ટિરોગયુક્ત તેવું જ્ઞાન જ અટકાવી શકે છે. માગનુસારી જીવ મધ્યસ્થ હોઈ તેને આવો દષ્ટિરાગ હોતો નથી. વળી અન્યશાસ્ત્રોક્ત સમાનાર્થક વાતો જૈનશ્રુતમૂલક જ છે. તેથી તેનો દ્વાદશાંગીમાં સમવતાર હોવો પણ કહ્યો છે. એટલે એ રીતે પણ ઉભયસંમત ક્રિયાઓ જિનોક્ત હોઈ આરાધનારૂપ શા માટે ન બને?
(“સવ્વપ્નવાયમૂત્ર' ગાથાર્થ વિચારણા-પૃ. ૧૫૫-૧૯૬) પૂ. -ઈતરોમાં અકરણનિયમ વગેરેનું ધુણાક્ષરન્યાય થયેલું વર્ણનમાત્ર જ હોય છે, વાસ્તવિક પાલન નહિ, તો શીલ ક્યાંથી હોય?
ઉ.-માગનુસારી જીવે કરેલું વર્ણન પણ શુભભાવ સાપેક્ષ હોઈ શુભભાવની વિદ્યમાનતાને સાબિત કરી આપે છે. એ સિવાયના જીવોનું કરેલું તથાવિધ વર્ણન ઘુણાક્ષરન્યાયે હોઈ માગનુસારિતાનું સાધક હોતું નથી.
પૂ.- “જીવને હણવો જોઈએ” ઈત્યાદિ વાક્યો પણ પરવાદરૂપ છે. એ પ્રવાદો જિનવચનમૂલક હોવા શી રીતે સંભવે? વળી એની અવજ્ઞા કરવામાં શ્રી જિનની અવજ્ઞા થાય એવું પાપ શી રીતે મનાય? માટે ઉપદેશપદનીસબ્રણવાયમૂન' ગાથાની વૃત્તિકારે કરેલી વ્યાખ્યા