________________
-
માર્ગાનુસા૨ી મિથ્યાત્વીની બુદ્ધિનો અબુદ્ધિ તરીકે અપલાપ કરી શકાતો નથી. માટે એને પણ બુદ્ધિપૂર્વક નિર્જરા સંભવે છે.
પૂ.- મિથ્યાત્વીના ગુણની અનુમોદના કરવામાં પરપાખંડીની પ્રશંસારૂપ સમ્યક્ત્વનો અતિચાર લાગશે.
ઉ.- માત્ર ઇતરોને માન્ય જે અગ્નિહોત્ર વગેરે અનુષ્ઠાનો (ગુણો) છે તેને જિનપ્રણીત અનુષ્ઠાનને તુલ્ય માનવારૂપ જે મોહ (અજ્ઞાન) તેના કારણે અથવા મિથ્યામાર્ગની અનવસ્થા ચાલે તેના કારણે જ એ અતિચાર લાગે છે, અન્યથા નહિ. જેમ પ્રમાદીઓ પ્રમાદિતાવચ્છેદક ધર્મથી અપ્રશંસનીય છે, સમ્યક્ત્વાદિ ધર્મથી નહિ, તેમ મિથ્યાત્વીઓ પાખંડતાવચ્છેદક ધર્મથી અપ્રશંસનીય છે. માર્ગાનુસારી ક્ષમાદિ ગુણોથી નહિ.
(મરીચિના વચનની વિચારણા પૃ ૨૪૦ થી ૨૫૮)
પૂ.- દેશવિરતિના અભિપ્રાયથી ‘મના’શબ્દ વાપર્યો હોવાથી એ વચન મરીચિની અપેક્ષાએ સૂત્ર હતું. કપિલને પરિવ્રાજક દર્શનમાં ધર્મની બુદ્ધિ થઈ, માટે એની અપેક્ષાએ એ ઉત્સૂત્ર હતું. તેથી, તેમજ મરીચિનો સંસાર અસંખ્ય જ હતો તેથી નક્કી થાય છે કે એ વચન ઉત્સૂત્રમિશ્ર હતું. ઉ.- માયાનિશ્રિત અસત્યરૂપ હોઈ એ વચન ઉત્સૂત્ર જ હતું. સૂત્ર-ઉત્સૂત્રની વ્યવસ્થા શ્રુતભાવભાષાની અપેક્ષાએ છે. દ્રવ્યથી સત્યત્વ કે અસત્યત્વ અકિંચિત્કર છે. તથાવિધ સંક્લેશથી અસ્પષ્ટ બોલવું એ પણ ઉત્સૂત્ર છે.
પૂ.-દુરન્તદુઃખે કરીને જેનો અંત આવે તે, એટલે તે અસંખ્યકાળ; અનંત=અંત વિનાનું એટલે કે અનંતકાળ, તેથી મરીચિના વચનને દુરંત અનંત સંસારનું કારણ માનવું શી રીતે સંગત ઠરે?
ઉ.- દુરન્ત-અનંત શબ્દો અસંખ્ય-અનંતને નથી જણાવતાં, કિન્તુ અતિશયિત અનંતને જણાવે છે. માટે કોઈ અસંગતિ નથી.
પૂ.-શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર ચૂર્ણિમાં વિપરીત પ્રરૂપણાના અધિકારમાં મરીચિનું દૃષ્ટાંત આપ્યું છે, સાવઘાચાર્ય વગેરેનું દૃષ્ટાન્ત નથી આપ્યું. તેના ૫૨થી, તેમજ જેઓને મોટી સભા વગેરેમાં બોલવાનું ન હોવાથી તેવા સંક્લેશાદિ હોતા નથી તેવા શ્રાવકોના અધિકારમાં એ દૃષ્ટાન્ત આપ્યું છે તેના પરથી, જણાય છે કે અનંત સંસારના હેતુભૂત ઉત્સૂત્રથી વિલક્ષણ પ્રકારની, અસંખ્ય સંસારના હેતુભૂત વિપરીત પ્રરૂપણાનો (એટલે કે ઉત્સૂત્રંમિશ્રનો) ત્યાં અધિકાર છે. માટે એમાં દૃષ્ટાંત તરીકે કહેવાયેલ મરીચિવચન પણ ઉત્સૂત્રમિશ્ર છે.
ઉ.- શ્રાવકોને પણ ગુરુપદેશાધીન રહીને સભામાં ધર્મકથનનો અધિકાર હોય છે. વળી ત્યાં ‘તુરત્તાનાસંસારહેતુ’ એવું જે કહ્યું છે તેના પરથી જણાય છે કે અનંત સંસારના હેતુભૂત ઉત્સૂત્રનો