________________
**** ** ****
* ** ગાથાઓની સાહિત્યકૃતિ રચી છે. જ્યારે પ્રસ્તુત બૃહત્ ક્ષેત્રસમાસ” ગ્રંથ લઘુ ક્ષેત્રસમાસથી પ્રાચીન તેમજ યુગપ્રધાન શ્રુતસ્થવિરની મહાપુરુષની વિશિષ્ટ શૈલીએ આલેખાયેલ સાહિત્ય કૃતિ છે. લધુ કરતાં બહમાં ૩૯૨ ગાથાઓ વધારે છે. શ્રી જૈન સિદ્ધાંત દષ્ટિએ જૈન ભૂગોળના શાસ્ત્રીય જ્ઞાનને સંક્ષિપ્તમાં પણ હૃદયંગમ સરલ તેમજ સુબે ધ શૈલીએ સમજવા માટે ખરેખર પ્રસ્તુત ગ્રંથરન ખૂબ જ ઉપકારક ને મહીનો છે.
જૈન દર્શનનું ભૌગોલિક વિજ્ઞાન કેટ-કેટલું તાત્વિક સચોટ તેમજ સુસંવાદી છે, તે આ ગ્રંથરત્નમાં પ્રતિપાદિત વિષયોનું અવગાહન કરનાર અભ્યાસક વર્ગને પ્રતીત થયા વિના નહિ રહે. તેથી જ કહી શકાય કે આ ગ્રંથરત્ન જૈન દર્શનના ગણિતાનુયોગના તત્વજ્ઞાનને વિજ્ઞાનિક રીતે નિરૂપણ કરતે તાત્તિવક ગ્રંથ છે. જૈન દર્શન સાચે જ ત્રિકાલાબાધ અવિચ્છિન્ન પ્રભાવશાલી શ્રી સર્વજ્ઞ ભગવંત દ્વારા પ્રરૂપિત ધર્મદર્શન છે. તેની પરિપૂર્ણ પ્રતીતિ ગણિતાનુગના આ ગ્રંથરત્નના સૂક્મ અવગાહનથી જિજ્ઞાસુ મુમુક્ષુ આત્માઓને થયા વિના નહિ રહે.
બ્રહત ક્ષેત્ર સમાસ મૂલ ગ્રંથ પર પૂજ્ય સમર્થ વિદ્વાન પરમગીતાર્થ મલધારી શ્રી મલયગિરિજી મહારાજશ્રીએ સરલ ભાવવાહી તથા મૂલના મર્મને સ્પષ્ટ કરનારી સુબોધ શૈલીએ ટીકાની રચના કરી છે. પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજશ્રી ખૂબ જ પ્રોઢ તથા પ્રકાંડ વિદ્વાન હોવા ઉપરાંત તેઓશ્રીની લેખન શૈલી બાલજીથી માંડી સર્વ કોઈને માટે ઉપકારક તેમજ બેધક છે. જૈન શાસનમાં–જૈન સાહિત્ય જગતમાં સમર્થ ટીકાકાર તરીકેની તેઓશ્રીની પ્રસિદ્ધિ સર્વતોમુખી છે. ખરેખર એમ કહી શકાય કે જેમાં સંગ્રહકાર–ઉત્કૃષ્ટ સંગ્રહકાર તરીકે તત્વાર્થ સૂત્રકાર પૂજ્ય શ્રી ઉમાતિવાચક મહારાજશ્રીને પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ પોતાના સિદ્ધહેમ વ્યાકરણમાં “ઉપામાથાતિ સંગઠ્ઠીતાઃ' એટલે ઉત્કૃષ્ટાથે “ક” મૂકીને બિરદાવેલ છે. તેમ પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજશ્રીને ઉત્કૃષ્ટ ટીકાકાર તરીકે અવશ્ય બિરદાવી શકાય. સિદ્ધાંત ગ્રંથ પર તેમજ પ્રકરણ ગ્રંથ પર તેઓશ્રીની ટીકાઓ આજે સુપ્રસિદ્ધ છે. જેમકે શ્રી આવશ્યક સૂત્ર, જીવાભિગમ, પન્નવણ, નંદીસૂત્ર, સૂર્ય પ્રજ્ઞપ્તિ, રાયપણેણી,
તિષકરંડક આદિ સિદ્ધાંત ગ્રંથે પર, તે જ રીતે કર્મસાહિત્ય વિષયક ગ્રંથો જેમકે પંચસંગ્રહ, કમ પ્રકૃતિ, કર્મગ્રંથ તથા પ્રકરણ ગ્રંથ પર શ્રી જિન મદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત બૃહત્ સંગ્રહ પર. આ અને બીજા પર, પ્રકીર્ણ સિદ્ધાંત ગ્રંથ-ધર્મ સંગ્રહણી, પિંડ નિર્યુક્તિ આદિ અનેક ગ્રંથ પર તેમજ છેદગ્રંથ વ્યવહાર સૂત્ર પર પણ તેઓશ્રીની ટીકા સુપ્રસિદ્ધ છે. sssssssssssssssssx
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org