________________
આઢિથી ગીતાર્થ મહાપુરુષોએ બિરદાવેલ આ યુગપ્રધાન મહાપુરુષની ક્ષેત્રસમાસ રચના ખરેખર જૈન ભૂગોવનો અસાધારણ અને અજોડ ગ્રંથરત્ન છે. એમ નિઃશંકપણે કહી શકાય. માટે જ કહેવું જોઈએ કે સમસ્ત મનુષ્ય લકના પદાર્થોનું સૂક્ષમ-સૂદ્ધમતમ ગહન નિરુપણ આ બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથમાં રચયિતા મહાપુરુષે કરીને ખરેખર ગણિતાનુયેગને તત્ત્વજ્ઞાનના અભ્યાસક મુમુક્ષુ છ પર અપ્રતીમ ઉપકાર કર્યો છે.
આ ગ્રંથરત્નના રચયિતા શ્રી જૈન શાસનના અલંકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ પ્રકરણ ગ્રંથની સંકલનમાં શ્રી જીવાભિગમ, શ્રી પન્નવણાજીશ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સિદ્ધાંત ગ્રંથરૂપ વિશાલ સમુદ્રનું મંથન કરીને રનરૂપ આ ગ્રંથમાં ગાગરમાં સાગરની જેમ જૈન સિદ્ધાંત દષ્ટિએ ભૂગલનું તારિક નિરુપણ કરેલ છે. ગ્રંથકાર મહાપુરુષની પ્રતિભા અસાધારણ તથા અપ્રતીમ છે.
– જૈન સાહિત્યમાં તેઓશ્રીની અનેક સાહિત્ય કૃતિઓ સુપ્રસિદ્ધ છે. જેમ કે જીતક૯પ સૂત્ર, વિશેષણવતી, ધ્યાનશતક તેમજ નિશીથ સૂત્ર પર ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય પર પજ્ઞ ટીકા પણ તેઓશ્રીની રચના સંભવિત છે.
| શબ્દો સરલ, અર્થની વિશાળતા અને શૈલી સુબોધ એ ગ્રંથકાર મહાપુરુષ શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણની અદ્વિતીય વિશેષતા છે. ૬૫૫ મૂલ ગાથાઓથી સંકલિત આ ગ્રંથરનમાં તેઓશ્રીએ મનુષ્ય ક્ષેત્રના શાશ્વતા એવા પદાર્થોનું ખૂબ જ હૃદયંગમ શૈલીએ વિસ્તૃત વિવેચન કરેલ છે. તથા ભૂગલનું વિશિષ્ટ શૈલીએ જૈનશાસ્ત્રીય સિદ્ધાંત દષ્ટિએ વર્ણન છે. જ્યારે તેઓશ્રીએ રચેલ શ્રી બૃહત્ સંગ્રહણીમાં ઉર્વલોક તથા અધેલેકના શાશ્વત પદાર્થો અને ચારે ગતિના જીનું ૩૬ કારોથી સુવિસ્તૃત વર્ણન કરેલ, છે. બૃહત્ સંગ્રહણી અનુસંધાનમાં આ બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથ. ક્ષેત્ર એટલે— રતનપ્રભા પૃથ્વીની ઉ૧૨–અર્થાત્ મત લેકમાં રહેલ અસંખ્યાત કપ સમુદ્ર તેનું સમાસ એટલે સંક્ષિપ્ત વર્ણન જેમાં કરાયેલું છે તે ગ્રંથ. આમ ક્ષેત્ર સમાસ ગ્રંથની બુમત્તિથી પણ એ જાણી શકાય છે કે આ ગ્રંથર ન માં તિછલકના પદાર્થોનું વર્ણન કરાએલું છે.
“ક્ષેત્રસમાસ' ગ્રંથની આગેલ “બૃહત્ ” શબ્દ એટલા માટે જ થવચ્છેદક વિશેષણ રૂપે મૂકવામાં આવેલ છે. કારણ કે “લઘુ ક્ષેત્રસમાસ” નામનો પ્રકરણ ગ્રંથ પૂ. આ. મ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજશ્રીએ રચેલ છે. વિક્રમના ૧૫ મા સૈકામાં થઈ ગયેલા આ પૂજ્ય પુરુષે આ જ વિષયને અનુલક્ષીને એટલે આ ગ્રંથના આધારે ૨૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org