________________
Nas
=
==
===
===ZxXxx
અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતના ધર્મતીથની આ આત્માને ભૂતકાળમાં રવાભાવિક રીતે પ્રાપ્તિ ન થઈ. શ્રી તીર્થકર ભગવંતનું ધર્મતીર્થ જે એક વખત પણ આત્માને ભાવથી સ્પર્શી જાય તે તેના અનંત સંસારને અંત આવી જાય તે હકીકત નિશ્ચિત છે.
શ્રી અરિહંત પરમાત્માના પરમ કલ્યાણકર ધર્મતીથની એ મહત્તા છે. કારણ કે આત્માને અપાર સંસાર સાગરથી પાર કરાવવાની એની–ધમની શક્તિ અચિંત્ય છે. વચનાતીત અનંત છે. એમ વિના અતિશયેક્તિએ કહી શકાય. ધર્મસ્વરૂપ જે તીર્થ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ પ્રવર્તાવેલ છે. તે તીર્થ એટલે શું? તે પ્રશ્નના ઉત્તરમાં જણાવી શકાય કે ભગવાન શ્રી ગૌતમસ્વામિએ ભગવાન શ્રી મહાવીર દેવને જે પૂછેલ કે “તિર્થે મંત્ત ?િ” ભગવદ્ ! તીર્થ એટલે શું? શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ જવાબ આપતા ફરમાવેલ છે કે “ોચમા ! તિર્થં. જવ .” અર્થાત્ પ્રવચન એટલે હે ગૌતમ! દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન પણ તીર્થસ્વરૂપ છે.
એ હકીકત તદ્દન સ્પષ્ટ છે કે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન ખરેખર શ્રી જૈન શાસનમાં સમસ્ત કલ્યાણકામી આત્માઓ માટે પરમ હિતકારી તથા અનંત ઉપકારક છે. શ્રી જૈન શાસનની વિદ્યમાનતા આ કૃતજ્ઞાનના આલંબન પર જ નિર્ભર છે. શ્રુતજ્ઞાન એ મેક્ષ સાધક રત્નત્રયીની આરાધનાનું મૂલ છે, અવધિ જ્ઞાન, મન:પર્યવ જ્ઞાન કેવળ જ્ઞાન કરતાં સ્વ-પર ઉપકારક શ્રુતજ્ઞાન શ્રી જૈન શાસનનું સર્વસ્વ છે. સારાએ શ્રી જૈન શાસનને વ્યવહાર શ્રુતજ્ઞાનપર અવલંબીને રહેલો છે.
જૈન શાસનમાં થતજ્ઞાન ચાર વિભાગમાં વહેંચાયેલ છે. દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણકરણાનુગ, તથા ધર્મકથાનુગ. આ ચારે પ્રકાર પરસ્પર સુસંગત રીતે સંકલાઈને સુસંવાદીત પગે રહેલા છે જેના શાસનમાં ફરમાવેલા ધમાંસ્તિકાય આદિ છ દ્રવ્યોને જાણવા-સમજવા માટેનું તવ કાળ જેમાં પ્રકાશિત થયેલું છે તે દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયેગમાં સંકલિત પદાર્થોને તેમની દષ્ટિએ જણાવનારું–અર્થાત્ ત્રણેય લેકના દ્રવ્યોને જણાવનારું તત્વજ્ઞાન તે ગણિતાનુયોગ. દ્રવ્યોના ગણિતને તેમની દષ્ટિએ સ્પષ્ટ કરનાર આ ગણિતાનુગ જૈન શાસનના તત્વજ્ઞાનને આધાર છે. શ્રી જૈન શાસનમાં ફરમાવેલા ત્રણેય લેકના દ્રવ્યોને ગણિતથી જાણવાથી શ્રી અરિહંત પરમાત્માએ ફરમાવેલા સિદ્ધાંતોની યથાર્થતાની પૂર્ણ પણે પ્રતીતિ થાય છે.
ni 1
કરરરરરરર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org